Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સરકારી ભરતીમાં ડમીનું કૌભાંડ, યુવરાજસિંહનો ગંભીર આરોપ

ફરી એકવાર સરકારી ભરતીમાં ડમીનું કૌભાંડ ડમી ઉમેદવાર બેસાડી ભરતીમાં પાસ કરાવવાનું કૌભાંડ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો આરોપ યુવરાજસિંહ જાડેજાએ 4 ઉમેદવારના નામ જાહેર કર્યા ગેરરીતિથી અનેક લોકો નોકરીમાં લાગ્યાઃ યુવરાજસિંહ ભાવનગરના સિહોર અને તળાજા તાલુકામાં કૌભાંડ ફરી...
03:27 PM Apr 05, 2023 IST | Vipul Pandya
ગેરરીતિથી અનેક લોકો નોકરીમાં લાગ્યા
ફરી એકવાર સરકારી ભરતીમાં ડમીનું કૌભાંડ
ડમી ઉમેદવાર બેસાડી ભરતીમાં પાસ કરાવવાનું કૌભાંડ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો આરોપ
યુવરાજસિંહ જાડેજાએ 4 ઉમેદવારના નામ જાહેર કર્યા
ગેરરીતિથી અનેક લોકો નોકરીમાં લાગ્યાઃ યુવરાજસિંહ
ભાવનગરના સિહોર અને તળાજા તાલુકામાં કૌભાંડ
ફરી એકવાર સરકારી ભરતીમાં ડમીનું કૌભાંડ આચરાયું હોવાનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આરોપ લગાવ્યો છે.  તેમણે આરોપ લગાવતાં કહ્યું કે ડમી ઉમેદવાર બેસાડી ભરતીમાં પાસ કરાવવાનું કૌભાંડ આચરાયું છે.  યુવરાજસિંહ જાડેજાએ 4 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. તેમણે આરોપ લગાવતાં કહ્યું કે  ગેરરીતિથી અનેક લોકો નોકરીમાં લાગ્યા છે અને  ભાવનગરના સિહોર અને તળાજા તાલુકામાં આ કૌભાંડ આચરાયું છે. તેમણે કહ્યું કે  પશુધન નિરીક્ષક, લેબ ટેક્નિશિયનની ભરતીમાં કૌભાંડ આચરાયું છે જ્યારે ગ્રામસેવકની ભરતીમાં ડમી ઉમેદવારનું કૌભાંડ આચરાયું છે. તેમણે કહ્યું કે  સરકાર ક્રોસ વેરીફીકેશન કરીને દૂર કરી શકે છે છે.
તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે 11 લાખ રૂપિયા લઈને ડમી ઉમેદવાર બેસાડાય છે છે અને ડમીકાંડમાં શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા લોકો સામેલ છે. તેમણે વધુ ગંભીર આરોપ લગાવ્યો કે  આગામી જૂનિયર ક્લાર્કની પરીક્ષા
11 ડમી ઉમેદવાર આપવાના છે અને ભરતી બોર્ડને ડમી ઉમેદવારની માહિતી આપીશું
પશુધન નિરીક્ષકમાં ભાવેશ જેઠવાના બદલે મિલન ઘૂઘાએ પરીક્ષા આપી
લેબ ટેક્નિશિયનમાં કવિત રાવની જગ્યાએ મિલન ઘૂઘાએ પરીક્ષા આપી
ગ્રામસેવકની પરીક્ષામાં અંકિત લકુમની જગ્યાએ વિમલે પરીક્ષા આપી
ગ્રામસેવકમાં જયદીપ રમણાની જગ્યાએ કલ્પેશ પંડ્યાએ પરીક્ષા આપી
યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે  સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નવી મોડસ ઓપરેન્ડીસ અપનાવી છે. ડમી ઉમેદવારોની ઘટનાઓ સામે આવી છે.પરીક્ષા આપનાર બીજા અને નોકરી મળનાર બીજા છે. તેમણે કહ્યું કે  ભાવનગરમાં આવી અનેક ઘટનાઓ મારી સામે આવી છે. ડમી ઉમેદવારોમાં ભાવનગરના અમુક વિસ્તારોના છે. તળાજા,શિહોર તાલુકાઓના ગામોમાં આવી ઘટનાઓ બની છે.
તેમણે કહ્યું કે  હોંશિયાર વિધાર્થીઓને પરીક્ષામાં બેસાડવામાં આવે છે.
અને અમુકને નોકરી મળે છે. નકલી માર્કશીટ બનાવીને પોસ્ટ ઓફીસની ભરતીમાં નોકરી પર લગાવી દેવાની ઘટનાઓ સામે આવી છે.  તલાટી,ફોરેસ્ટ, MPHW જેવી પરીક્ષાઓ મા આવી ગેરરીતિ થઈ છે તેમ જણાવી તેમણે કહ્યું કે  આ પ્રકારે(ડમી ઉમેદવારો બેસાડી) નેક્સસ ચલાવવામાં આવી રહ્યું છે. આ પ્રકારના રેકેટમાં નકલી માર્કશીટ, નકલી પ્રમાણપત્ર, નકલી ઉમેદવારથી લઈને ખૂબ મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે. બોર્ડ પરીક્ષા હોય કે સ્પર્ધાત્મક પરીક્ષા અમુક વિસ્તારના લોકો ડમી ઉમેદવારો અને ખોટી માર્કશીટ(ભૂતિયા) બનાવી નોકરી મેળવવા લાગ્યા છે.
તેમણે કહ્યું કે  ભાવનગરના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓ જેવા કે પિપરલા, દિહોર, સથરા, ટીમાણા,    દેવગણા, અગિયાળીમાં  છેલ્લા 15 દિવસોમાં અમે એક એક ગામડામાં જઈને તમામ માહિતી ભેગી પણ કરી છે અને અલગ અલગ માધ્યમો સાથે ક્રોસ વેરીફાઈ પણ કરેલ છે. આ પ્રકારે ગેરરીતિ આચરનારા અનેક લોકો અલગ અલગ વિભાગ જેવા કે MPHW, વિદ્યાસહાયક, તલાટી, બિન સચિવાલય, ફોરેસ્ટ, વગેરેમાં નોકરી કરી રહ્યા છે.
આજે અમે આધાર પુરાવા સાથે અમુક સચોટ અને સાચા દાખલા પણ આપી રહ્યા છીએ. આ ફક્ત અમુક જ નામો છે આના કરતાં પણ વધારે લોકો ગેરરીતિથી સિસ્ટમમાં ઘુસી ગયા છે. તમામને સરકાર ઈચ્છે તો ક્રોસ વેરીફાઈ કરી દૂર કરી શકે છે.
ડમી ઉમેદવારની યાદી:
1.  ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (પશુધન નિરીક્ષક, વર્ગ-3, 2021-22)
2.  કવિતકુમાર નીતિનભાઈ રાવની જગ્યાએ પરીક્ષા આપનાર મીલન ઘૂઘાભાઈ (Laboratory Technician 2021-22)
3.  અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ પરીક્ષા આપનાર વિમલ
(ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)
4.  જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ પરીક્ષા આપનાર કલ્પેશ પંડ્યા (ગ્રામસેવક, વર્ગ-3, 2021-22)
ડમી ઉમેદવારો ના કૌભાંડ માં શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા કેટલાક લોકો પણ જોડાયેલા છે. કોચિંગ કલાસીસના લોકો પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે.
આગામી જુનિયર ક્લાર્ક પરીક્ષામાં 11 જેટલા ઉમેદવારો ડમી રીતે ખોટા ફોટા લગાવી ને પરીક્ષા આપવાની તૈયારીઓ કરી રહ્યા છે જેની માહિતી અમે બોર્ડ ને આપીશું.
Next Article