Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તમે એમને ચાહી શકો યા તો ધિક્કારી શકો પણ નકારી તો ન જ શકો

એક સામાન્ય માણસ અથાગ મહેનત કરે તો શું ન કરી શકે? આ સવાલનો જવાબ એટલે નરેન્દ્ર મોદી. કોઈની ટીકા કે કોઈના વખાણમાં ન આવીને ફક્ત પોતાના ચીલે ચાલવું અને બધાંની બોલતી બંધ કરી દેવી આ ગુણ એમનામાં રહેલો છે. આજે સવારથી સમાચારોની વણઝાર ચાલી રહી છે. બધાં જુદી જુદી રીતે વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી કરી રહ્યા છે. આપણાં દેશમાં ગરીબ ઘરનો દીકરો પણ વડાપ્રધાન બનવાનું સપનું સાકાર કરી શકે છે એ વાત એમણે બàª
09:42 AM Sep 17, 2022 IST | Vipul Pandya
એક સામાન્ય માણસ અથાગ મહેનત કરે તો શું ન કરી શકે? આ સવાલનો જવાબ એટલે નરેન્દ્ર મોદી. કોઈની ટીકા કે કોઈના વખાણમાં ન આવીને ફક્ત પોતાના ચીલે ચાલવું અને બધાંની બોલતી બંધ કરી દેવી આ ગુણ એમનામાં રહેલો છે. આજે સવારથી સમાચારોની વણઝાર ચાલી રહી છે. બધાં જુદી જુદી રીતે વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી કરી રહ્યા છે. આપણાં દેશમાં ગરીબ ઘરનો દીકરો પણ વડાપ્રધાન બનવાનું સપનું સાકાર કરી શકે છે એ વાત એમણે બખૂબી સાબિત કરી બતાવી છે.  
ટીકા કરાનારાઓ ઘણાં છે. ટોચ પર બેઠા હોય ત્યારે ટીકા થવાની જ છે. આફતને અવસરમાં પલોટવાનું એમને ફાવે છે. અટલ બિહારી વાજપેયીને પણ કેટલાંય લોકોએ આજે ટાંક્યા છે. અનેક જૂની વાતો શોધી શોધીને આજે લોકો સોશિયલ મિડીયાથી માંડીને મેસેજમાં ફોરવર્ડ કરી રહ્યા છે. બ્રાન્ડેડ વસ્તુઓનો શોખ હોય કે પછી એમની ડ્રેસિંગ સ્ટાઈલ હોય વખાણ ને ટીકા બંને આપણી સમક્ષ  આવી રહ્યા છે. ઓફિસોમાં, ઘરોમાં, ગ્રૂપમાં કે મેળાવડામાં આજે અનેક લોકો સામસામે આવીને ચર્ચાથી માંડીને ઝઘડો કરવા સુધી પહોંચી ગયા હશે. તેમ છતાંય એક હકીકત એ છે કે, તમે નરેન્દ્ર મોદીને વખોડી શકો યા તો વખાણી શકો પણ અવગણી તો ન જ શકો.  
વિદેશી કૂટનીતિથી માંડીને આર્ટિકલ 370, ત્રિપલ તલાક, જીએસટી, નોટબંધી જેવા અનેક નિર્ણયો આપણાં દેશે જોયા. ઘણી વખત એવું પણ કહેવામાં આવે છે કે, એકની એક વાત અનેક વખત અલગ અલગ રીતે રીપ્રેઝન્ટ કેવી રીતે કરવી, બ્રેન્ડિંગ, પેકેજિંગ કરતા એમને સરસ આવડે છે. કેટલાક બુદ્ધિજીવીઓના મતે આ વાત સાચી હશે. દીવા જેવી હકીકત એ છે કે, પોતાની દરેક મૂવને બખૂબી ચાલવાની એમનામાં આવડત છે. વિદેશી મિડીયામાં પોતાની ખરડાયેલી છબીને કામ કરીને વિદેશી મીડિયાના સર્વેમાં નંબર વન નેતાની હરોળમાં પહોંચવાની વાત હોય કે પછી ગુજરાતમાં થયેલા રમખાણો બાદ લોકોના દિલ જીતવાની વાત હોય. નફરત કરનારા દિલમાં પોતાની જગ્યા બનાવીને હિંદુઓના હ્રદય સમ્રાટ બનવા સુધીની એમની સફરે આજની પેઢીમાં એક અનોખું સ્થાન બનાવ્યું છે એ વાતમાં કોઈ બે મત ન હોય શકે.  
સામી બાજુ એ પણ હકીકત છે કે, આપણી પાસે વિરોધ પક્ષમાં કોઈ છે ખરું? લીટરમાં લોટ ન હોય એવી વાત પણ જો નેતાને ન ખબર હોય તો પ્રજા એમને ક્યાંથી પસંદ કરવાની? દેશની આમ જનતાને કુદરતી આફતોમાં કે પછી મેન મેઈડ મિસ્ટેક્સના કારણે તકલીફો વેઠવી પડે છે તેમ છતાં એમનો હીરો તો દેશના વડાપ્રધાન જ છે. કેમકે, એ જન જનના નેતા છે. વાત સ્ત્રીઓની સુરક્ષાની હોય, સંસ્કારોની હોય કે પછી સાધનાની હોય વડાપ્રધાનની કહેલી વાત લોકોને સીધી સ્પર્શે છે. જે સીધું દિલને ટચ કરી જાય એ જ લોકો સાચું માનવાના છે.  
દિલ અને દિમાગ વચ્ચે દ્વંદ્વ છેડાઈ જાય ત્યાં સુધીના બંને અંતિમો વચ્ચેની અનેક ઘટનાઓ અને હકીકતોના સાક્ષી રહેલા અનેક લોકો પાસે એમને પછાડી દેવા માટેના દાખલા, દલીલો અને પુરાવાઓ હશે અને કદાચ છે પણ ખરાં. તેમ છતાંય એક હકીકત એ છે કે, ભારતની જ નહીં પણ વિદેશની ભૂમિ ઉપર વસેલા બિન નિવાસી ભારતીયો પણ વડાપ્રધાનને એટલાં જ ચાહે છે. દેશને અનેક આયામો પર એક નવી ઓળખ આપનાર નેતા એટલે મોદી એ વાત આમ જનતાના મનમાં વસી ગઈ છે. જે વસી જાય છે એનો મોહ કદીય ઓછો થતો નથી. યંગ જનરેશન એમની ફિટનેસથી માંડીને ડ્રેસિંગ સ્ટાઈલની કાયલ છે. બોંતેર વર્ષે એક પણ રજા લીધા વગર સતત કામ કરતા રહેવું એ પણ કંઈ નાનીસૂની વાત તો નથી જ. કોઈના દિલમાં વસેલા છે તો ટીકાકારોની આંખોમાં એમની લોકપ્રિયતાનો ગ્રાફ ખૂંચતો હોય એવું લાગ્યા વગર નથી રહેતું. એટલે જ તમે નરેન્દ્ર મોદીને અવગણી તો ન જ શકો.  
 jyotiu@gmail.com
આ પણ વાંચો - સારું અને સાચું હોય એ આપણે કેટલું ગ્રહણ કરીએ છીએ?
Tags :
EditorAngleGujaratFirstNarendraModiNarendraModiBirthDay
Next Article