Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વર્કિંગ વુમન - માતા સંતાનને ન્યાય ન આપી શકે ત્યારે....!

સમયની સાથે ઘણું બધું બદલાઈ રહ્યું છે. એમાં એક બહુ જ મહત્ત્વનો ફેરફાર આપણે છેલ્લા થોડા વર્ષોથી જોઈએ છીએ. એ છે, કામ કરનારી નારીઓની સંખ્યામાં વધારો. કામ કરતી સ્ત્રીઓની ઉપર ઓફિસની જવાબદારીઓ તો હોય જ છે. સાથોસાથ ઘર અને ઘરના લોકોની જવાબદારી પણ એટલી જ હોય છે. વિભક્ત કુટુંબોની સંખ્યા વધતી રહી છે ત્યારે વર્કિંગ વુમન માટે સંતાનનું પોષણ કરવું અને એને સમય આપવો એટલી જ વિકટ સમસ્યા છે.  આઠથી નવ કલà
વર્કિંગ વુમન   માતા સંતાનને ન્યાય ન આપી શકે ત્યારે
સમયની સાથે ઘણું બધું બદલાઈ રહ્યું છે. એમાં એક બહુ જ મહત્ત્વનો ફેરફાર આપણે છેલ્લા થોડા વર્ષોથી જોઈએ છીએ. એ છે, કામ કરનારી નારીઓની સંખ્યામાં વધારો. કામ કરતી સ્ત્રીઓની ઉપર ઓફિસની જવાબદારીઓ તો હોય જ છે. સાથોસાથ ઘર અને ઘરના લોકોની જવાબદારી પણ એટલી જ હોય છે. વિભક્ત કુટુંબોની સંખ્યા વધતી રહી છે ત્યારે વર્કિંગ વુમન માટે સંતાનનું પોષણ કરવું અને એને સમય આપવો એટલી જ વિકટ સમસ્યા છે.  
આઠથી નવ કલાક નોકરી કરવાની. ઓફિસના પ્રેશરની સાથોસાથ પરિવારને પણ સાચવવાનો આ બંને વચ્ચે વર્કિંગ વુમનના દિલ અને દિમાગમાં એક ગજબની કશ્મકશ ચાલતી હોય છે. એક વર્કિંગ વુમનની વાત તો આજે પણ યાદ આવે ત્યારે મારી આંખો ભીની થઈ જાય છે. વાત એમ બની કે ઓફિસના પોલિટિક્સના કારણે રેશ્માને ભોગવવાનું આવ્યું. ઓફિસની મિટીંગમાં એણે પોતાના બોસને ખરી વાત આકરાં શબ્દોમાં કહી દીધી. સાચી વાત બોસથી સહન ન થઈ. રેશ્માની બદલી એમણે બીજા શહેરમાં કરી દીધી. રેશ્માનો એક વર્ષની દીકરી હજુ એનું ફીડિંગ કરતી હતી. એણે માસૂમ દીકરીને મૂકીને અપ ડાઉન કરવાનું શરુ કરવું પડ્યું. એકાદ વખત રેશ્મા મને રેલવે સ્ટેશને મળી. એકદમ ઉતાવળમાં એ લગભગ દોડી જ રહી હતી. એણે હાંફતા હાંફતા કહ્યું કે, ઘરે મારી ઢીંગલી દરવાજા પાસે ઊભીને રાહ જોતી હશે. મારાં સાસુ અને પતિએ એને થોડુંઘણું જમાડ્યું તો હશે જ પણ એને સંતોષ ફીડિંગ કરીને જ મળે છે. આ માતાની આંખોની લાચારી અને નોકરી કરવાની મજબૂરી આજે પણ દિલને સ્પર્શી જાય છે. સંતાનને સમય ન આપી શકવાનું ગિલ્ટ એની આંખોના ખૂણામાં આંસુ બનીને ડોકાતું હતું. આજે એની ઢીંગલી કૉલેજમાં આવી ગઈ છે પણ રેશ્મા પોતાના ગિલ્ટને આજેય ભુલી નથી શકી.  
આવી જ કંઈક વાત એક બિઝનેસવુમનની છે. એની પોતાની ફર્મ છે. બહુ નાની ઉંમરમાં એણે સફળતા મેળવી લીધી છે. એને સાત વર્ષનો દીકરો છે. આ સફળ સ્ત્રીનું નામ શીતલ. પતિથી અલગ થઈને એ રહે છે. વીક એન્ડમાં દીકરો પિતા પાસે જાય. બાકીના દિવસોમાં શીતલ એનો દીકરો સાથે રહે. શીતલના મમ્મી હવે નથી પિતા અને પુત્ર બંનેની જવાબદારી શીતલની માથે છે.  
શીતલ કહે છે, આજની ફાસ્ટ અને કમ્પિટીશનવાળી દુનિયામાં હું દીકરાને સમય નથી આપી શકતી. એનો ઉછેર જે રીતે થવો જોઈએ એ પ્રકારે હું નથી કરી શકતી. ચોવીસ કલાકની કેર ટેકર, રસોઈયા, કામવાળાથી મારો દીકરો ઘેરાયેલો રહે છે. માતા બની ત્યારે મેં પોતે કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે, મારી જિંદગી આટલી બિઝી થઈ જશે. હું મારા જ સંતાનને સમય નહીં આપી શકું. દીકરાનો જન્મ થયો અને પતિ સાથે પ્રોબ્લેમ્સ થયા. છૂટી પડીને પોતાની રીતે કામ શરુ કર્યું. છએક વર્ષમાં કામ સરસ ચાલવા લાગ્યું છે. પણ પ્રોગ્રેસ ક્યા ભોગે થાય છે એ વિચારીને ઘણીવાર ડિસ્ટર્બ થઈ જાઉં છું. ઘરની બહાર અને દીકરાથી દૂર રહેવાનું ગિલ્ટ એટલું કોરી ખાય છે કે, દીકરાના મોઢામાંથી જે નીકળે એ ચીજ એને અપાવી દઉં છું. કોઈવાર ઘરે જતી વખતે એને ભાવતી મોંઘીદાટ ચોકલેટ ખરીદું છું ત્યારે એક વખત તો એવો વિચાર આવી જ જાય છે કે, દીકરાને સમય ન આપી શકવાના ગિલ્ટને હું આ લાંચ આપીને સરભર કરું છું?  
શીતલ કહે છે, મને એવું થઈ આવે છે કે, બધું જ મૂકીને દીકરાને જ સમય આપું. તો પછી ઘર કેમ ચલાવવું એવો સવાલ પણ ઉઠે. કામ કરવું પડે એ સિવાય કોઈ ઓપ્શન નથી. તો પછી આ ગિલ્ટ મારો પીછો કેમ નથી છોડતું? વરસમાં બે વેકેશનમાં દીકરાને ગમતી હોય એ જગ્યાએ ફરવા લઈ જવાનો, એને ગમતી વસ્તુઓ અપાવી દેવાની એ જ ઉછેર નથી એની સમજ છે. તેમ છતાં મારી મમતા ક્યાંક ઠેેબે ચડી ગઈ હોય એવું લાગે છે. આ લાગણી અને ફરજ વચ્ચે હું એવી ઝૂલું છું કે, મને ઘણીવાર એમ થઈ આવે છે કે, મારો દીકરો કેવો નાગરિક બનશે?  
શીતલની વાતો અને એના ગિલ્ટ વિશે કે એની હાલત વિશે આપણને પણ વિચાર આવી જાય એ સ્વભાવિક છે. આ વિચારોમાંથી જ એક સવાલ એવો થઈ આવે કે, આખો દિવસ અને આખી જિંદગી જે સંતાનોને માતા સમર્પિત કરી દે છે એમના સંતાનો સારા નાગરિક કે સારા વ્યક્તિ જ બને એની કોઈ ગેરન્ટી નથી હોતી. સંતાન સાથે કેટલો સમય રહો છો એ કલાકો મહત્ત્વના નથી. એ કલાકોમાં તમે તમારા સંતાન સાથે કેટલું જીવો છો એ મહત્ત્વનું છે. જેટલું હોય એટલું સંપૂર્ણ હોય પછી બીજું બધું ગૌણ બની જાય છે. જેટલો સમય રહો સંતાન સાથે એટલો સમય એની અંદર અને તમારી પોતાની અંદર કંઈક રોપાતું રહે તો એ સમય વસૂલ. બાળક નાનું હોય ત્યારે માતાના સમયની એને વધુ જરુર હોય છે એ વાત સાચી પણ ક્વોલિટી ટાઇમ વધુ મહત્ત્વનો છે એ વાતને પણ તમે નકારી ન શકો. કેટલો સમય ગાળ્યો એ કરતાં કેવો સમય ગાળ્યો એ જ્યારે ધ્યાને રાખશોને તો કોઈ પ્રકારનું ગિલ્ટ તમને પજવશે નહીં.
Advertisement
Tags :
Advertisement

.