Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બિન ગાંધી અધ્યક્ષ ગાંધી પરિવારની છાયામાંથી બહાર રહીને કામ કરી શકશે?

167 વર્ષ જૂના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપક્ષ (National Congress Party)ના પોતાના ઘરમાં જ ધમાધમ થઈ રહી છે. ભારત જોડો યાત્રા ( Bharat Jodo Yatra)એ નીકળેલા રાહુલ ગાંધી (Rahul Gandhi)માટે અંદર ખાને એવું જ બોલાઈ રહ્યું છે કે, પહેલા કોંગ્રેસ તો જોડો પછી ભારતને જોડવા નીકળો. એક પછી એક કોંગ્રેસ પક્ષના કાંગરા ખરી રહ્યાં છે. ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad)કોંગ્રેસમુક્ત થયા એ પછી કોંગ્રેસનું પોતાનું ઘર અંદરથી જ તૂટી રહ્યું છે ત્યારે કોણ કોàª
02:03 PM Sep 23, 2022 IST | Vipul Pandya
167 વર્ષ જૂના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપક્ષ (National Congress Party)ના પોતાના ઘરમાં જ ધમાધમ થઈ રહી છે. ભારત જોડો યાત્રા ( Bharat Jodo Yatra)એ નીકળેલા રાહુલ ગાંધી (Rahul Gandhi)માટે અંદર ખાને એવું જ બોલાઈ રહ્યું છે કે, પહેલા કોંગ્રેસ તો જોડો પછી ભારતને જોડવા નીકળો. એક પછી એક કોંગ્રેસ પક્ષના કાંગરા ખરી રહ્યાં છે. ગુલામ નબી આઝાદ (Ghulam Nabi Azad)કોંગ્રેસમુક્ત થયા એ પછી કોંગ્રેસનું પોતાનું ઘર અંદરથી જ તૂટી રહ્યું છે ત્યારે કોણ કોને બચાવવા જાય? અંતે તો રાજકારણમાં રહેલો વ્યક્તિ પક્ષ કરતા પોતાની કરિયરને સેટ કરવામાં જ સમય આપવાનો. છતીસગઢ અને રાજસ્થાન આ બે રાજ્યોમાં કોંગ્રેસની પોતાની સરકાર છે. ત્યાં પણ મુખ્યમંત્રીથી માંડીને પક્ષની અંદરના લોકો જ એકબીજાના ટાંટિયા ખેંચવામાં લાગી પડ્યા છે.  
ગુજરાતમાં આ વર્ષના અંત પહેલા વિધાનસભા ચૂંટણી (Assembly elections)યોજાશે. એ પહેલાં કોંગ્રેસ પક્ષમાંથી મજબૂત લોકો તૂટવાના જ છે એ સહુ મતદારો જાણે છે. રાજકારણમાં ભાજપ (BJP)અને કોંગ્રેસ (Congress)બંને પક્ષને નજીકથી જાણનારા એક વડીલે ચોખ્ખું કહ્યું, જે પક્ષમાં તમારો અવાજ સાંભળવામાં ન આવે, તમને મળવાનો સમય પણ ન ફાળવવામાં આવે એ પક્ષમાં કોઈ પોતાનું ભવિષ્ય કઈ રીતે સિક્યોર છે એવું માની શકે?  
કોંગ્રેસ પક્ષપ્રમુખ (Congress Party President)ની ચૂંટણી યોજાવાની છે. ગાંધી (Gandhi)અને નહેરુ પરિવાર(Nehru family)ના ઓછાયામાં રહેલા કોંગ્રેસ પક્ષમાં બિન ગાંધી પરિવારની વ્યક્તિ આ વખતે પક્ષ પ્રમુખ તરીકે આરુઢ થશે એ વાત તો છેલ્લાં કેટલાક દિવસોમાં નક્કી થઈ ગઈ છે. અશોક ગેહલોત અને શશી થરુરને સપોર્ટ કરવાના મામલે પણ કોંગ્રેસ પક્ષમાં બે તડાં પડી ગયા છે. શશી થરુરે 26મા અમેરિકી રાષ્ટ્રપતિ થિયોડોર રુઝવેલ્ટે 1910માં ફ્રાન્સ મુલાકાત દરમિયાન સિટીઝનશીપ ઈન રિપબ્લીક હેઠળ  The Man In Arena ના અંશો ટ્વીટ કરીને પોતાની ટીકા કરવાવાળાને જવાબ આપ્યો છે.  
83 વર્ષ પહેલા પટ્ટાભી સીતારમૈયા અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે જે ઘાટ ઘડાયો હતો એવો જ ઘાટ અત્યારે ઘડાઈ રહ્યો છે. પટ્ટાભીને મહાત્મા ગાંધીનું સમર્થન હતું. મહાત્મા તો મૌલાના આઝાદને  અધ્યક્ષ તરીકે જોવા માગતા હતા. પણ સુભાષબાબુ પીછેહઠ કરવાના નથી એ વાતની ખબર પડી ગઈ એટલે મૌલાના આઝાદે સામેથી જ ના ભણી દીધી. ગાંધીજીએ નેહરુને કહી જોયું પણ છેવટે નહેરુ અને ગાંધીજીએ પટ્ટાભીને સપોર્ટ કર્યો. પણ સુભાષબાબુ અધ્યક્ષ બન્યા હતા.      
અશોક ગેહલોત(Ashok Gehlot)ને અત્યારે ગાંધી પરિવાર(Gandhi family)નું સમર્થન છે એ વાત તો અત્યારે કોંગ્રેસ સાથે જોડાયેલો બચ્ચેબચ્ચો જાણે છે. ઉદયપુરમાં રાહુલ ગાંધીએ પક્ષ માટે એક વિચાર વ્યક્ત કર્યો હતો, એક વ્યક્તિ એક પદ. આ નીતિને ધ્યાને લઈને અશોક ગેહલોતે પોતાનું મુખ્યમંત્રીપદ છોડવું પડે. પણ અશોક ગેહલોત રાજસ્થાનમાં પોતાનું વર્ચસ્વ ખોવા નથી માગતા. હાઈકમાન્ડને એમનો એવો આગ્રહ છે કે, એમના અનુગામી તરીકે કોઈ એવી વ્યક્તિ આવે જેના ઉપર એમને પોતાને ભરોસો છે. જો અધ્યક્ષ બને તો રાજસ્થાન ખોવું પડે અને આજ દિન સુધી સચીન પાયલટ જેમાં ફાવ્યા નથી એમાં એ ફાવી જાય. અશોક ગેહલોતને બંને હાથમાં લાડવા જોઈએ છે.  
અશોક ગેહલોત (Ashok Gehlot)અને શશી થરુર (Shashi Tharoor)વચ્ચે સરખામણી કરીને કોંગ્રસના નેતા ગોરવ વલ્લભના ટોણા માટે જયરામ રમેશે કોંગ્રેસના કાર્યકરોને ટપાર્યાં છે. જ્યારે જ્યારે સોનિયા ગાંધી હૉસ્પિટલમાં દાખલ થયા છે ત્યારે ત્યારે જ શશી થરુરે એમને કાગળ લખ્યા છે, સાઉથના નેતા છે એવી ટિપ્પણીથી માંડીને અનેક સરખામણી અત્યારે લોકો કરી રહ્યા છે. વધુ ઉમેદવારી થશે એટલે ચૂંટણી યોજાવાની છે. ગાંધી પરિવાર(Gandhi family)ની પસંદ અશોક ગેહલોત છે તેમ છતાં સોનિયા ગાંધી(Sonia Gandhi)એ એવું કહ્યું છે કે, તેઓ ન્યૂટ્રલ રહેવાના છે. ગાંધી પરિવાર તટસ્થ રહે કે ન રહે પણ સીધી રીતે તો એમની પસંદગીનો અધ્યક્ષ રબ્બર સ્ટેમ્પ બની રહેશે એવું લાગ્યા વિના નથી રહેતું. પ્રાણ વિનાની કોંગ્રેસમાં અત્યારે ધરમૂળથી ફેરફાર કરીને પક્ષને બેઠો કરવાની જરુર છે. કોંગ્રેસને એક એવા પક્ષપ્રમુખની જરુર છે જે ગાંધી પરિવારની આભામાંથી બહાર નીકળીને પક્ષ માટે નિષ્પક્ષ વિચારી શકે.  
ખરી વાત એ છે કે, બંને સિનિયર નેતાઓમાંથી કોણ રાજકારણમાં ઉપર ચડે અને કોણ અધ્યક્ષ પદ સુધી પહોંચશે એની ચર્ચા કોંગ્રેસનો દરેક કાર્યકર કરી રહ્યો છે. ગેહલોતનો એક અલગ પ્રભાવ છે તો શશી થરુરની એક જુદી જ લોકપ્રિયતા છે. દિવાળી પહેલા કોંગ્રેસ પક્ષને નવા પક્ષ પ્રમુખ મળી જશે. પણ આગામી વર્ષે યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પક્ષની અંદર કેટલા પ્રાણવાન નેતાઓ ટકી રહે છે એ જોવાનું પણ પક્ષ પ્રમુખ માટે કસોટીભર્યું રહેવાનું છે. એક પરિવારનો પક્ષ એ છાપમાંથી જો કોંગ્રેસ બહાર નહીં આવે તો નિષ્પ્રાણ રહેલા પક્ષમાં ગમે તે પ્રમુખ થાય તો પણ પક્ષ ઉપર આવે એવી શક્યતા નહીંવત્ રહેલી છે.  
jyotiu@gmail.com
Tags :
abletoworkoutGandhichairmanGandhiFamilyGujaratFirstshadowofWillthenon
Next Article