Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આપણા રાજકારણીઓ કેમ સહજ અને સામાન્ય વર્તન નથી કરી શકતા?

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ડૉ. ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યાં. આઝાદ ભારતમાં કદાચ ભગવંત માન એવા પહેલા મુખ્યમંત્રી છે જેમણે રાજ્યમાં સત્તા સ્થાને હોય અને લગ્ન કર્યા છે. મજાની વાત એ છે કે, એમની પત્ની એમના કરતા કેટલા વર્ષ નાની છે એ સમાચારો બન્યા છે. રાજકારણી બન્યા પછી સંબંધો અંગે સહજ વર્તનની કોઈએ ભાગ્યે જ નોંધ લીધી છે. તેમણે પરિવારથી છૂટા પડ્યા ત્યારે કહેલું કે, મેં રાજનીતિ પસંદ àª
આપણા રાજકારણીઓ કેમ સહજ અને સામાન્ય વર્તન નથી કરી શકતા

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ડૉ.
ગુરપ્રીત કૌર સાથે લગ્ન કર્યાં. આઝાદ ભારતમાં કદાચ ભગવંત માન એવા પહેલા
મુખ્યમંત્રી છે જેમણે રાજ્યમાં સત્તા સ્થાને હોય અને લગ્ન કર્યા છે. મજાની વાત એ
છે કે
, એમની પત્ની એમના કરતા કેટલા વર્ષ નાની
છે એ સમાચારો બન્યા છે. રાજકારણી બન્યા પછી સંબંધો અંગે સહજ વર્તનની કોઈએ ભાગ્યે જ
નોંધ લીધી છે. તેમણે પરિવારથી છૂટા પડ્યા ત્યારે કહેલું કે
, મેં રાજનીતિ પસંદ કરી છે. એ સમયે ભગવંત માન બહુ ટ્રોલ થયેલા. લોકોએ
ટીકા કરી હતી કે
, પરિવારને છોડીને આ માણસે રાજકારણ
અપનાવ્યું. આજે એ મુખ્યમંત્રી પદે છે અને લગ્ન કર્યાં લોકોઆ વાતને પણ મિશ્ર
પ્રતિભાવ આપી રહ્યાં છે. 

Advertisement

રાજકારણી પણ આખરે માણસ છે. એ
સંવેદનાઓથી પર ન હોય શકે. આપણે ત્યાં રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે એ જુદા
પ્રકારની જ ગ્રંથી બંધાઈ ગયેલી છે. આપણે મન રાજકારણી એટલે ખંધા
, લુચ્ચા, રુપિયા બનાવવવાળા અને બીજું ઘણું બધું.
કેટલાંક રાજકારણીઓ સંવેદનશીલ હોય એવું કંઈ વિચારે કે વર્તન કરે ત્યારે સમાચારો બને
છે કે
, આ રાજકારણી સ્ટેજ ઉપર રડી પડ્યા કે
પેલા રાજકારણીએ માનવતાવાદી વર્તન કર્યું કે સંવેદનશીલ વર્તાવ કર્યો. આવું થાય
ત્યારે સહજ સવાલ થઈ આવે કે
, કેમ રાજકારણીઓ સંવેદનાઓથી પર હોય છે

Advertisement

ઘણી વખત તમારો પ્રોફેશન તમને રુક્ષ
બનાવી દેતો હોય છે. તેમ છતાં મા-બાપ
, સંતાનો કે પરિવારજનો સાથે તમે એક હદથી વધુ રુક્ષ નથી બની શકતાં. ગમે
તેવો ગેંગસ્ટર કે ખંધો રાજકારણી હોય એ એની પત્ની કે માતા કે દીકરીથી ડરતો હોય શકે.
રાજકારણી હોય કે ગેંગસ્ટર હોય કે ગુંડો હોય કોઈ વ્યક્તિ ક્યારેય સંવેદના વગરનો ન
હોય શકે. ખાટલે મોટી ખોડ એ છે કે
, એ લોકો
સંવેદનાને સહજ રીતે બતાવતા નથી હોતા કે પછી બતાવી શકતા નથી હોતા. આપણે ત્યાં સહજ
હોવું કરતા દંભ વધુ જોવા મળે છે. 

Advertisement

ન્યૂઝીલેન્ડના વડાંપ્રધાન જેન્સીન્ડા
આર્ડન વડાપ્રધાનપદે આરુઢ હતા અને તેમણે બાળકને જન્મ આપ્યો હતો. પાકિસ્તાનના
વડાંપ્રધાન રહી ચૂકેલાં બેનઝીર ભુટ્ટો પણ સત્તા ઉપર હતાં અને દીકરી બખ્તાવરને જન્મ
આપ્યો હતો. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ભારત આવેલા ત્યારે સ્વામીનારાયણ મંદિરમાં
એના નાનકડા દીકરા સાથે પકડાપકડી રમતા હતા
, તાજ મહલના પરિસરમાં એમના નાનકડા દીકરાને હવામાં ઉંચો કરીને રમાડતા
હતા. ફ્રાન્સના તત્કાલીન પ્રેસિડેન્ટ નિકોલસ સરકોઝી ભારતની મુલાકાતે આવેલા એ યાદ
કરો. એ સમયે મતલબ કે
2008ની સાલમાં કાર્લા બ્રુની એમની
ગર્લફ્રેન્ડ હતી. સરકોઝી સ્ટેટ ગેસ્ટ હતા પણ કાર્લાને આપણા દેશે સ્ટેટ ગેસ્ટ તરીકે
નહોતા ટ્રીટ કર્યાં. કાર્લા સાથે લગ્ન કર્યા પછી
2016ની સાલમાં તેઓ ભારત આવ્યા ત્યારે આ યુગલને સ્ટેટ ગેસ્ટ તરીકે
આવકારવામાં આવ્યા હતા. આપણાં દેશની પરંપરા 
અને સંસ્કૃતિની અને પ્રોટોકોલની વાત હતી. તેમ છતાં આ બંને મુલાકાતોને લોકોએ
જુદી જુદી રીતે જોઈ હતી અને ટીકા પણ કરી હતી. ઈન્દિરા ગાંધી વડાંપ્રધાન હતા ત્યારે
બીબીસીમાંથી એક ફોટોગ્રાફર અને પત્રકાર એમને મળવા આવેલાં. વડાપ્રધાનના નિવાસસ્થાને
બાગમાં રાહુલ ગાંધી સાથે રમતાં રમતાં એમણે ફોટો ક્લિક કર્યાં. એ સમયે એ
ફોટોગ્રાફરે કહ્યું કે
, આ ઝાડ પાસે રાહુલ રમે છે ત્યાં તમે
જઈને એની સાથે વાતો કરતા હોવ એવો ફોટો જોઈએ છે. ઈન્દિરાજીએ બહુ સહજતાથી કહ્યું
,
રાહુલની સાથે ઝાડ ઉપર ચઢવાનું હોય તો પણ બોલી
દે.... 

આપણે ત્યાં રાજકારણીઓની સંવેદનાઓ અને
અંગત લાગણીઓને બહુ સહજતાથી આપણે જોઈ નથી શકતાં. યંગિસ્તાન નામની મૂવીમાં કંઈક આવું
જ બતાવ્યું છે. ફિલ્મનો હીરો વડાપ્રધાન બની જાય છે
, ગર્લફ્રેન્ડ પ્રેગનેન્ટ બને છે અને પછી દેશમાં હોબાળો થાય છે. એ તો
ફિલ્મ હતી. પરંતુ
, આપણને જાહેર જીવનની વ્યક્તિઓને
વગોવવાની હંમેશાં બહુ જ મજા આવે છે. એમાંય જો રાજકારણી હોય તો એની વાતો તો વધુ
મસાલા સાથે આપણે પાસ કરીએ છીએ. રાજકારણીઓના પરિવારજનોની વાત કરતાં વધુ વાતો આપણે
એમના અફેરની કરીએ છીએ. નારાયણ દત્ત તિવારીને લગ્ન બાહ્ય સંબંધથી થયેલા દીકરા શેખરે
પોતાના સ્વીકાર માટે લાંબી લડત લડી હતી. વૃદ્ધ નારાયણ દત્ત તિવારીને કદાચ એમની
ઈમેજ ખરડાવાનો ભય લાગ્યો હશે. પણ લોકો એ વાત ભૂલી જાય છે કે
, કોઈ આંગળી ચીંધાય અને ગુસપુસ ચાલુ થાય એ પહેલાથી જ જો તમારી ઈમેજ
ખરડાવાની હોય તો એ ખરડાઈ જ જવાની છે. 

આપણે ત્યાં તો રાજકારણીઓમાં જાહેરમાં
હસી શકવાની સહજતા પણ ભાગ્યે જ જોવા મળે છે. ભગવંત માન અને શશી થરુર ભારતના બે એવા
રાજકારણી છે જેમણે કોઈ છોછ વગર બીજા લગ્ન કર્યાં. રાજકારણી હોવ કે મુખ્યમંત્રી હોવ
કે કોઈ હોદ્દા ઉપર હોવ એટલે તમે ગર્લફ્રેન્ડ ન રાખી શકો કે
, બીજી વાર ન પરણી શકો એ બધી ઘર કરી ગયેલી માન્યતાઓ ઉપર લાગણી અને
પ્રેમ છે.

Tags :
Advertisement

.