Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દારૂ પીનારા Health Permit Holders કેમ છે સરકારથી નારાજ

ગુજરાતમાં દારૂબંધી છે. આમ છતાં આરોગ્યના કારણોસર હજારો ગુજરાતીઓને રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે (Prohibition and Excise Department Gujarat) હેલ્થ પરમિટ એટલે કે લીકર પરમિટ (Heath Permit Liquor Permit) આપેલી છે. હેલ્થ પરમિટધારકો સરકારની મંજૂરીના કારણે નિયત માત્રામાં વિદેશી...
03:00 PM Apr 03, 2023 IST | Vipul Pandya
ગુજરાતમાં દારૂબંધી છે. આમ છતાં આરોગ્યના કારણોસર હજારો ગુજરાતીઓને રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગે (Prohibition and Excise Department Gujarat) હેલ્થ પરમિટ એટલે કે લીકર પરમિટ (Heath Permit Liquor Permit) આપેલી છે. હેલ્થ પરમિટધારકો સરકારની મંજૂરીના કારણે નિયત માત્રામાં વિદેશી દારૂ લીકર શોપમાંથી ખરીદીને પી શકે છે. રાજ્યના ઈતિહાસમાં કદાચ આ પ્રથમ ઘટના હશે કે, હેલ્થ પરમિટધારકોએ તંત્ર સામે પડ્યા હોય. હેલ્થ પરમિટધારકો પાસેથી ડોનેશનના નામે ચલાવાતી લૂંટને લઈને બળાપો કાઢવામાં આવી રહ્યો છે. રવિવારે મળેલી મીટીંગમાં શહેરના લીકર પરમિટધારકોએ રાજકોટ કલેક્ટર (Collector Rajkot) શહેરના 4 MLA અને MP ને આવેદનપત્ર આપવાનો નિર્ણય લીધો છે. આ મામલે બે સપ્તાહમાં યોગ્ય નિર્ણય નહીં લેવાય તો કાનૂની લડત (Legal Battle) આપવાનું નક્કી થયું છે.
પરમિટધારકો કેમ છે ગુસ્સામાં
ગુજરાતમાં 45 હજાર જેટલાં હેલ્થ પરમિટધારકો (Health Permit Holders) હાલમાં છે. રાજકોટમાં પણ અનેક લોકોએ હેલ્થ-લીકર પરમિટ મેળવેલી છે. કેટલાંક લોકો તો બે-અઢી દસકાથી પરમિટ ધરાવે છે. હજારો રૂપિયા ખર્ચીને હેલ્થ પરમિટ મેળવતા લોકો કેમ અચાનક જ તંત્રના વલણ સામે ગુસ્સે ભરાયા તે જાણવા જેવું છે. ગુજરાતના જુદાજુદા શહેરોમાં હેલ્થ પરમિટ મેળવવા માટે અરજદારે સરકારી હોસ્પિટલ (Government Hospital) ની મેડિકલ કમિટી (Area Medical Boards) પાસેથી પસાર થવું પડે છે. સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં બેસતી મેડિકલ કમિટી પરમિટ મંજૂર કરવા માટે પ્રત્યેક અરજદાર પાસેથી હજારો રૂપિયા રોગી કલ્યાણ સમિતિ (Rogi Kalyan Samiti) ના નામે ડોનેશન પેટે ઉઘરાવે છે. વર્ષ 2020માં ડોનેશનના નામે ખંખેરવામાં આવતી રકમમાં તોતિંગ વધારો કરી દેવાયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ (Patient Welfare Committee) માં એક યુનિટના એક વર્ષ લેખે 5 હજાર રૂપિયા ફરજિયાત દાન (Compulsory Donation) કરવાનો નિયમ બનાવી દેવાયો છે. જો કે, આ નિયમ કાગળ ઉપર છે કે નહીં તેની કોઈને ખબર નથી.
4 યુનિટ 4 વર્ષ દાન પેટે 80 હજાર
રાજકોટના હેલ્થ પરમિટધારક રાજુભાઈ ગોહેલ (Rajubhai Gohel Rajkot) ના જણાવ્યાનુસાર 4 વર્ષની મહિને 4 યુનિટ લેખે પરમિટ મેળવવી હોય તો 80 હજાર રૂપિયા રોગી કલ્યાણ સમિતિમાં દાન પેટે આપવા પડે છે. દાન સ્વૈચ્છીક હોય ક્યારેય પણ ફરજિયાત ના હોય. રાજકોટ સિવિલમાં દાન ના નામે જે રકમ ઉઘરાવાય છે તે ખૂબ વધુ છે. લીકર પરમિટ આરોગ્ય માટે હોય છે એટલે કે, બિમાર લોકો પાસેથી જ રોગી માટે રૂપિયા ઉઘરાવવાની નીતિ કેટલી વ્યાજબી ? જે પરમિટધારક દાન પેટે હજારો રૂપિયા ના આપે તેની ફાઈલ ક્યાંક રોકાઈ જાય છે અથવા તો તેને નામંજૂર કરવામાં આવે છે.
મીટિંગમાં શું નિર્ણય લેવાયો
રાજકોટના ટોપાઝ આર્કેડમાં હેલ્થ પરમિટધારકોની રવિવારે સવારે એક બેઠક યોજાઈ હતી. સિવિલ હોસ્પિટલ સહિત અનેક ઠેકાણે રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર તરફથી કોઈ સંતોષકારક પ્રતિક્રિયા મળી નથી. આથી આ મુદ્દે પરમિટધારકોએ એકઠાં થઈ હેલ્થ પરમિટ ધારક લડત સમિતિ રાજકોટ (Health Parmit Dharak Ladat Samiti Rajkot) બનાવી દીધી છે અને તંત્રને મોકો આપવાનો નિર્ણય લીધો છે. સૌ પ્રથમ રાજકોટના કલેક્ટર, ધારાસભ્યો અને સાંસદને દાનની ફરજિયાત રકમ ઘટાડવા આવેદનપત્ર આપશે અને જો આ મામલે બે સપ્તાહમાં કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવાય તો કાનૂની લડત આપવાનો મૂડ આલ્કોહોલ પરમિટધારકો (Alcohol Permit) એ બનાવી લીધો છે.
Next Article