ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભારતમાં સરકારી કર્મચારીઓને ફરજિયાત હસીને ફરજ બજાવવાનું કહેવામાં આવે તો?

સરકારી ઓફિસ... સરકારી કર્મચારીઓ.... સરકારી હૉસ્પિટલો.... આ તમામ જગ્યાઓએ કંઈક મિસીંગ હોય તો એ છે હસતાં ચહેરા.  સરકારી કર્મચારીઓ માટે ફિલીપાઈન્સમાં એક નવો કાયદો આવ્યો છે. ફિલીપાઈન્સના લૂઝોન ટાપુના ક્યૂઝોન પ્રાંતના મુલાનય શહેરના મેયર એરિસ્ટોટલ અગૂરીએ તમામ સરકારી કર્મચારીઓને ચહેરા ઉપર સ્મિત પહેરવાનું ફરમાન કર્યું છે. એરિસ્ટોટલ પોતે પ્રોફેશનલ થેરાપિસ્ટ તરીકે કામ કરી ચૂકયા છે. તેમનું
09:18 AM Jul 15, 2022 IST | Vipul Pandya
સરકારી ઓફિસ... સરકારી કર્મચારીઓ.... સરકારી હૉસ્પિટલો.... આ તમામ જગ્યાઓએ કંઈક મિસીંગ હોય તો એ છે હસતાં ચહેરા.  
સરકારી કર્મચારીઓ માટે ફિલીપાઈન્સમાં એક નવો કાયદો આવ્યો છે. ફિલીપાઈન્સના લૂઝોન ટાપુના ક્યૂઝોન પ્રાંતના મુલાનય શહેરના મેયર એરિસ્ટોટલ અગૂરીએ તમામ સરકારી કર્મચારીઓને ચહેરા ઉપર સ્મિત પહેરવાનું ફરમાન કર્યું છે. એરિસ્ટોટલ પોતે પ્રોફેશનલ થેરાપિસ્ટ તરીકે કામ કરી ચૂકયા છે. તેમનું કહેવું છે કે, શહેરની કોર્પોરેશનમાં ઘણી વખત દૂર દૂરથી લોકો આવતા હોય છે. એમને સરકારી સેવાઓ મળે છે પણ યોગ્ય આવકાર નથી મળતો અને યોગ્ય રીતે એમની સમસ્યાને સાંભળવામાં નથી આવતી. અનેક લોકોની ફરિયાદો પછી સરકારી કર્મચારીઓ ઉપર સ્માઈલ પોલિસી લાગુ કરવામાં આવી છે. લોકો પોતાની ફરિયાદો લઈને આવે અને એમને જો મિત્રભાવે મદદ કરવામાં ન આવે તો એ યોગ્ય નથી. પ્રજા જો ફરિયાદ કરશે કે કોઈ કર્મચારી સોગિયું મોઢું લઈને કામ કરે છે કે વાત કરે છે તો એ કર્મચારીનો છ મહિનાનો પગાર દંડ સ્વરુપે કાપી લેવામાં આવશે.  
ફિલીપાઈન્સના  પાટનગર મનીલાના દક્ષિણ વિભાગમાં થોડાં સમય અગાઉ કેવિન અનારનાએ  સિલાંગના મેયર તરીકે સત્તા સંભાળી હતી. તેમણે પણ સરકારી કર્મચારીઓને હસતા ચહેરા સાથે ફરજ બજાવવા કહેલું. કેવિને તો કર્મચારીઓને કહ્યું કે, આપણે બધાં સફેદ રંગના કપડાં પહેરીને જ કામ પર આવીશું. દરેક રંગ કોઈને કોઈ રાજકીય પક્ષ કે વિચારધારાને સૂચવે છે. આપણે કોઈ ભેદભાવ વગર કામ કરવું જોઈએ. આથી સફેદ રંગ સૌથી શ્રેષ્ઠ છે.  
થોડાં વર્ષો પહેલાં યુએઈમાં હેપીનેસ મિનિસ્ટ્રી શરુ કરવામાં આવી હતી. એ બાદ મધ્યપ્રદેશમાં પણ હેપીનેસ મંત્રાલય શરુ કરાયું હતું. સવાલ એ છે કે, શું ફરજિયાત હસવાનું લાગુ કરવાથી કે હેપીનેસ મંત્રાલય શરુ કરી દેવાથી ખુશીઓ ફેલાઈ જવાની છે? શું લોકોના કામ સરળતાથી થઈ જશે? હસવું એ કુદરતી ભાવ છે એને તમે ફરજિયાત લાગુ કરો એ કેટલે અંશે યોગ્ય?  
આ તમામ સવાલોની સાથે બીજા અનેક વિચારો પણ છે. આપણે દિવસેને દિવસે હસવાનું ભુલતા જઈએ છીએ. કોઈ ફોરવર્ડ મેસેજ આવે કે ફની- વાયરલ વિડીયો જોઈને આપણે હવે હસવા લાગ્યા છીએ. મિત્રો કે પરિવારજનો મળે ત્યારે વાતો કરીને કુદરતી રીતે તમે કેટલું હસો છો? આમાં જોક્સ કહીને હસવાની વાત નથી આવતી. નેચરલ ટોનમાં વાતો ચાલતી હોય અન એ ફલોમાં તમે ખડખડાટ ક્યારે હસેલાં?  
સાયન્ટીફિક રીતે એ સાબિત થઈ ચૂક્યું છે કે, રડવા કરતાં હસતા રહેવાથી વધુ ફાયદાઓ મળે છે. પરંતુ, સમસ્યા એ છે કે, હસવાનું ભૂલી ગયેલો માણસ લાફિંગ કલબમાં હસવા માટે જવા લાગ્યો છે. કોઈને મેસેજનો રિપ્લાય આપતી વખતે તમે સ્માઈલનું ઈમોજી મોકલો છો ત્યારે કેટલી વખત તમારા ચહેરા ઉપર મુસ્કાન આવે છે? આ પ્રયોગ કરવા જેવો છે. એટલિસ્ટ કોઈને પ્રતિભાવ મોકલતી વખતે એક વખત મુસ્કુરાજો. અંદરથી સારું લાગશે.  
સૌથી મોટી  અને મહત્ત્વની વાત એ છે કે, સ્માઈલ પોલિસી ભારતની સરકારી ઓફિસમાં લાગુ કરવામાં આવે તો! 
વાંચીને તરત બોલી ઉઠાય કે, અશક્ય. ઈમ્પોસિબલ.... 
ભારતની સરકારી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ અને એમના ચહેરા ઉપર મુસ્કાન.... શું શેખચલ્લી જેવી વાત કરો છો આવો જ પ્રતિસાદ મળે.  
ભારતની સરકારી બેંકો, સરકારી ઓફિસ, હૉસ્પિટલો, સ્કૂલો, કોલેજો, રેલવે, પોસ્ટ ઓફિસ, પોર્ટ, કોર્ટ, પોલીસ ખાતું, ટોલ પ્લાઝાથી માંડીને તમામ પબ્લિક સર્વિસ આપતી સંસ્થાઓમાં જવાનું હોય તો આપણી અંદર કેટલો ઉમળકો જાગે છે? આ તમામ જગ્યાઓએ ભાગ્યે જ કર્મચારીઓ હસતાં જોવા મળે છે. સોગિયાં અને ચઢેલા મોઢાં, આપણી ઉપર ઉપકાર કરતાં હોય એવી ભાવના અને તોછડો વર્તાવ આ આપણી પબ્લિક સર્વિસ આપતી ઓફિસનો ચિતાર છે. મને તો હંમેશાં કોઈ પબ્લિક સેક્ટરમાં કામ માટે જવાનું થાય તો અંદરથી કોન્ફિડન્સ જ ન આવે કે, મારું કામ વ્યવસ્થિત રીતે પાર પડશે. આ જ મનોઃસ્થિતિ દરેક ભારતીય નાગરિકની છે. આમ જનતા અને સરકારી કર્મચારીઓનું દયનીય બોન્ડિંગ તો આપણે બધાં રોજ જોઈએ જ છીએ. આપણે ત્યાં કરુણતા એ વાતની છે કે, સરકારી કર્મચારીઓ લાંચ અને બીજા ગુનાઓમાં ન ફસાય ત્યાં સુધી કોઈનાથી ડરતા જ નથી. જનતાની સેવા કરવા માટે એમની નિયુક્તિ થઈ છે એવું એમને લાગતું જ નથી.    
જેમ ડોક્ટરોને સોગંદ લેવડાવવામાં આવે છે એમ સરકારી કર્મચારીઓને પણ સોગંદ લેવડાવવા જોઈએ કે, હું ચહેરા ઉપર કોઈ કંટાળો લાવ્યા વગર મારી ફરજ સમજીને મારી પાસે કામ કરાવવા આવતાં નાગરિકોની મદદ કરીશ. હસો નહીં તો કંઈ નહીં પણ પ્રજાને હેરાનગતિ ન થાય એ રીતે કામ ન કરો એટલું પણ ભારતીય પ્રજા માટે બસ છે.
આ પણ વાંચો- દિવેલિયું મોઢું રાખશો તો દંડાશો ! અહીં સરકારી કર્મચારીઓને કરાયો હસતા રહેવાનો ઓફિશિયલ ઓર્ડર
Tags :
DutieswithasmileEmployeesGovernmentJobGujaratFirstHappinessWorkwithhappy
Next Article