ચૂંટણી યોજાવવાની છે તે પાંચ રાજ્યોમાં 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' 5 ડિસેમ્બર સુધી નહીં યોજી શકાય
ચૂંટણી પંચે ગુરુવારે કેન્દ્ર સરકારને ચૂંટણીવાળા પાંચ રાજ્યોમાં તેની પ્રસ્તાવિત "વિકાસ ભારત સંકલ્પ યાત્રા" 5 ડિસેમ્બર સુધી ન કાઢવાનો નિર્દેશ આપ્યો છે. . ચૂંટણી પંચે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને લખેલા એક પત્રમાં કેન્દ્રને આગામી ચૂંટણી-બાઉન્ડ રાજ્યો અને નાગાલેન્ડના તાપી મતવિસ્તારમાં જિલ્લા રથપ્રભારીની નિમણૂક કરવાથી દૂર રહેવા જણાવ્યું છે. તાપીમાં પણ પેટાચૂંટણી યોજાવાની છે. તમને જણાવી દઈએ કે વિકાસ ભારત સંકલ્પ યાત્રા એ યોજનાઓ અને પહેલ પર સરકારનો મેગા આઉટરીચ પ્રોગ્રામ છે.
ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, "આયોગના ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે 20 નવેમ્બર, 2023થી શરૂ થનારી પ્રસ્તાવિત 'વિકાસ ભારત સંકલ્પ યાત્રા' માટે મંત્રાલયો પાસેથી 'જિલ્લા રથ પ્રહરીઓ' માટે વિશેષ અધિકારીઓના નામો માંગવામાં આવ્યા છે." પંચે નિર્દેશ આપ્યો છે કે 5 ડિસેમ્બર, 2023 સુધી આદર્શ આચારસંહિતા લાગુ હોય તેવા મતવિસ્તારમાં આ યાત્રા ન કાઢવામાં આવે.
ચૂંટણી પંચે આ મહિનાની શરૂઆતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. ચૂંટણી પંચ તરફથી પત્ર મળ્યા બાદ કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે ચૂંટણીલક્ષી રાજ્યોમાં આ યાત્રા નહીં કાઢે. પત્રકારો સાથે વાત કરતા, માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે 2.55 લાખ ગ્રામ પંચાયતો અને લગભગ 18,000 શહેરી સ્થળોએ સરકારી પહેલને પ્રોત્સાહન આપવા આ યાત્રાનું આયોજન કર્યુ છે.. પરંતુ હવે આ પાંચ રાજ્યોમાં અમે યાત્રા નહીં યોજીએ.