Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gigawatt Energy Seminar : ગુજરાત રોકાણ અને પુનઃપ્રાપ્ય ઉર્જા માટેનું શ્રેષ્ઠ સ્થળ

Gigawatt Energy Seminar : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ VGGS 2024 અંતર્ગત ગુજરાત એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (NTPC) દ્વારા મહાત્મા મંદિર ખાતે VGGS 2024  અન્વયે   ‘'વોટ્સથી ગીગાવોટ ટુ મીટ રાઉન્ડ ધ ક્લોક ક્લીન એનર્જી ’  (Gigawatt Energy Seminar) પર સેમિનારનું...
gigawatt energy seminar   ગુજરાત રોકાણ અને પુનઃપ્રાપ્ય ઉર્જા માટેનું શ્રેષ્ઠ સ્થળ

Gigawatt Energy Seminar : વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ VGGS 2024 અંતર્ગત ગુજરાત એનર્જી અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (NTPC) દ્વારા મહાત્મા મંદિર ખાતે VGGS 2024  અન્વયે   ‘'વોટ્સથી ગીગાવોટ ટુ મીટ રાઉન્ડ ધ ક્લોક ક્લીન એનર્જી ’  (Gigawatt Energy Seminar) પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વૈશ્વિક પ્રવાહો અને ગુજરાતના વિકાસના માર્ગ પર તજજ્ઞોએ અર્થસભર ચિંતન કર્યું હતું. Gigawatt Energy Seminar સેમિનારમાં ગુજરાતના ઉર્જા  અને નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ એમના મનનીય વક્તવ્યમાં જણાવ્યું હતું કે- ગુજરાતમાં રોકાણ કરનારા ઉદ્યોગકારોને ગુજરાતની નીતિ અને કાર્યપ્રણાલી ઉપર અપ્રતિમ વિશ્વાસ છે. ગુજરાત રોકાણ અને પુનઃપ્રાપ્ય ઉર્જા માટેનું શ્રેષ્ઠ સ્થળ બનીને ઉભરી આવ્યું છે.

Advertisement

 વોટ્સથી ગીગાવોટ ટુ મીટ રાઉન્ડ ધ ક્લોક ક્લીન એનર્જી સેમિનાર.

ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા માટેની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કરતાં નાણાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ વાતની શરૂઆત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી કરવામાં આવી છે. ગ્રામ્ય કક્ષાએ રાત્રિ ભોજન  દરમિયાન પાવર/વીજળી હોવી એક સમયનો પડકાર હતો. આજે ગ્રામીણ વિસ્તારોમાં 24 કલાક ગુણવત્તયુક્ત અનઇન્ટરેપ્ટેડ પાવર સપ્લાય કરતી જ્યોતિ ગ્રામ યોજના અસરકારક રીતે અમલમાં મુકવામાં આવી છે.

ગુજરાત રાજ્યે ૨૦૧૦માં ભારતમાં સૌ પ્રથમ વાર સૌલર પોલિસી બનાવી હતી. ગુજરાત ભારતમાં વીજ અને સોલર ઉર્જા ઉત્પાદનમાં અગ્રેસર રાજ્ય છે. ગુજરાતના પાંચ લાખ ઘરોની છત પર સોલર પેનલ લગાવી ગુજરાતે રૂ. ૨૦૦૦ કરોડની બચત કરી છે. ગ્રીડમાં પાવર લગાવીને ૩૦૦૦ કરોડનુ આર્થિક ઉપાર્જન કરવામાં આવ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Advertisement

કેન્દ્ર સરકાર તરફથી માર્ગદર્શન અને સહયોગ સતત ગુજરાતને મળી રહ્યો હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગુણવત્તાયુક્ત પર્યાપ્ત પુરવઠા સાથે વીજ પુરવઠાનો ઉપયોગ કરીને રાજ્યના ઉદ્યોગો પ્રગતિ કરી રહ્યા છે. સૌર, પવન અને હાઇડ્રોપાવર માટે નવીનીકરણીય નીતિ ગુજરાતે અપનાવી છે.

નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયના સચિવશ્રી ભૂપિન્દર સિંહ ભલ્લાએ જણાવ્યું હતું કુલ ઊર્જામાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો વધીને 42% થયો છે જે નોંધપાત્ર છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં સરકાર ૫૦ ટકા સુધી રિન્યુએબલ એનર્જીની સિદ્ધિ હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે.

Advertisement

VGGS 2024 અંતર્ગત યોજાયેલ સેમિનારમાં NTPCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરશ્રી ગુરદીપ સિંહે સંબોધન કરતા જણાવ્યું હતું કે ઊર્જા સુરક્ષા સર્વોપરી છે. રિન્યુએબલ એનર્જીને યોગ્ય મહત્વ આપવામાં આવ્યું છે. રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરવા માટે મિકેનિક્સ ઘડવાની જરૂર છે અને તે હાજર ન હોય ત્યાં મોકલવાની જરૂર છે.

20 ગીગા વોટ ક્ષમતા સાથેના પ્લાન્ટ માટે ગુજરાત સરકાર સાથે MOU પર હસ્તાક્ષર કર્યા

20 ગીગા વોટ ક્ષમતા સાથેના પ્લાન્ટ માટે ગુજરાત સરકાર સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં 2 લાખ કરોડનું રોકાણ આવવાનો અંદાજ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અંતિમ ઉદ્દેશ્ય ગ્રીડની જરૂરિયાત મુજબ ગ્રાહકોને વિશ્વસનીય અને પરવડે તેવી શક્તિ છે. ઉર્જા સુરક્ષા સર્વોપરી છે અને આપણે શક્ય હોય ત્યાં સુધી જવાની જરૂર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારની નીતિઓ રોકાણ કરવા, મદદ કરવાનો માર્ગ બતાવશે અને એક નિશ્ચિત અભિગમ તરફ લઇ જશે.

વોટ્સથી ગીગાવોટ ટુ મીટ રાઉન્ડ ધ ક્લોક ક્લીન એનર્જી સેમિનાર

VGGS 2024 અંતર્ગત આ સેમિનારમાં ઉર્જા વિકાસ નિગમના એમડીશ્રી જયપ્રકાશ શિવહરે જણાવ્યું હતું કે, આપણે બદલાતા વાતાવરણ અને ઉર્જા સાથે તાલ મિલાવવાની જરૂર છે.

સરકાર આ ઉમદા ભાવને જન અભિયાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. દરેક પરિવારે આ ક્ષેત્રમાં યોગદાન આપવું પડશે.

તેમણે ઉમેર્યું હતું કે, પરિસંવાદમાં RE નો ઉપયોગ, ઑપ્ટિમાઇઝ કરવા માટે ઊર્જા કાર્યક્ષમતા, જીવનની ગુણવત્તા અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના વીજ વપરાશ કેવી રીતે ઘટાડો કરવો, લોડ શિફ્ટિંગ કેવી રીતે કરવું, સ્ટોરેજ ટેકનોલોજી, બેટરી સ્ટોરેજ, અન્ય ઉભરતી ટેકનોલોજી જેવા વિષયોની ચર્ચા કરવામાં આવશે.

આ પ્રસંગે USAID ખાતેના સ્વચ્છ ઉર્જા નિષ્ણાત સુશ્રી અપૂર્વ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય અનેક ક્ષેત્રોમાં અગ્રણી છે. તેમણે ઉમેર્યું હતું કે, અમે હવે ગીગાવોટ વિશે વાત કરી રહ્યા છીએ. આ દેશમાં RE ની દિશા બદલાઈ ગઈ છે.

VGGS 2024  કાર્યક્રમ દરમિયાન એન.ટી.પી.સીના એમ. ડી શ્રી ગુરદિપસિંહ, એમ. એન. આર. ઈ સચિવશ્રી ભારત સરકાર ભુપેન્દ્રસિંહ ભલ્લા, ટોરોન્ટો પાવર એમ. ડી શ્રી જીનલ મહેતા, એનર્જી અને પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટ જોઈન્ટ સેક્રેટરી શ્રી મમતા વર્મા,  એમ. ડી શ્રી જી. યુ. એન. એલ જયપ્રકાશ વર્મા  હાજર રહ્યા હતા

આ પણ વાંચો: Knowledge Economy: Vibrant Gujarat માં Knowledge, Economy અને Startup નું આયોજન 

Tags :
Advertisement

.