Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VGGS 2024-ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમ

VGGS 2024 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024  (VGGS 2024)ના ભાગરૂપે 10 જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ખાતે આયોજિત ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમ (Global fintech conference) માં ભાગ લીધો હતો. VGGS 2024 આ ફોરમમાં શ્રી મુકેશ અંબાણી,...
vggs 2024 ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમ

VGGS 2024 : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024  (VGGS 2024)ના ભાગરૂપે 10 જાન્યુઆરીના રોજ ગિફ્ટ સિટી ખાતે આયોજિત ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમ (Global fintech conference) માં ભાગ લીધો હતો. VGGS 2024 આ ફોરમમાં શ્રી મુકેશ અંબાણી, શ્રી સંજય મલ્હોત્રા, શ્રી લક્ષ્મી મિત્તલ સહિત વિશ્વની 26 અગ્રણી ફીનટેક કંપનીઓના ચેરમેન તેમજ સીઈઓએ ભાગ  લીધો હતો.

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિનટેક કંપનીના પ્રમુખો પાસેથી ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સીટી બનાવવા માટે તેમજ ભારતને ટોપ ક્લાસ ફિનટેક કન્ટ્રી તરીકે વિકસિત કરવા માટે સૂચનો મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીશ્રીએ આ ફોરમમાં ભાગ લેવા માટે બે કલાકનો સમય ફાળવ્યો હતો પરંતુ તેઓએ લગભગ ત્રણ કલાક સુધી તમામ ઉદ્યોગપતિઓને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા.

આ ફોરમમાં ભાગ લેવા આવેલા કેટલાક ઉદ્યોગપતિ; પ્રથમ વખત જ ગિફ્ટ સિટીની મુલાકાતે આવ્યા હતા પરંતુ ગિફ્ટ સિટીની મુલાકાત બાદ તેઓ ગિફ્ટ સિટીથી ખૂબ પ્રભાવિત થયા હતા અને ગિફ્ટ સિટી ખાતે પોતાનું ઓપરેશન શરૂ કરવા માટે તૈયારી દર્શાવી હતી.

Advertisement

કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને તમામ ઉદ્યોગપતિઓના સુચનોનો સારાંશ રજૂ કર્યો હતો તેમજ ભારતને ફિનટેક સિટી તરીકે વિકસિત કરવાના પ્રધાનમંત્રીશ્રીના વિઝનને સાકાર કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

આ પ્રસંગેVGGS 2024) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ડિજિટલ અર્થતંત્ર સંબંધિત નવીન ઉકેલોની ચર્ચા કરવા માટે નાણા અને ટેક્નોલોજી ક્ષેત્રના ટોપ ઉદ્યોગપતિઓનો આ એક મહાન મેળાવડો છે. ફિનટેક આપણા વિશ્વને કેવી રીતે આકાર આપી રહ્યું છે તે જોવાનું ખરેખર રોમાંચક છે. તેમણે ભારતને ફાઇનાન્સિયલ ક્ષેત્રે વિશ્વમાં અગ્રણી રાજ્ય બનાવવા માટેના વિઝનને ધ્યાનમાં રાખીને ગિફ્ટ સિટી ખાતે રોકાણ કરવા માટે ઉદ્યોગપતિઓને નિમંત્રણ આપ્યું હતું.

Advertisement

મુખ્યમંત્રીશ્રીના મુખ્ય સલાહકાર તેમજ ગિફ્ટ સિટીના ચેરમેન શ્રી હસમુખ અઢિયાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તેમજ નાણામંત્રી શ્રીમતિ નિર્મલા સીતારામનનો ગિફ્ટ સિટીના વિકાસની સતત ચિંતા કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ગ્લોબલ ફિનટેક લીડરશીપ ફોરમના આયોજન માટેના હેતુથી ઉદ્યોગપતિઓને માહિતગાર કર્યા હતા. આ ફિનટેક લીડરશીપ ફોરમનું (Global fintech conference) સંચાલન અગ્રણી ઉદ્યોગપતિ ઉદય કોટક દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો---GUJARAT : PM MODI ગુજરાતને આપશે વધુ એક ભેટ, વાંચો અહેવાલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.