વેક્સિનેશનથી ભારતમાં 42 લાખ લોકોના જીવ બચ્યા: લેન્સેટ સ્ટડી
ભારતે વર્ષ 2021માં જોરશોરથી વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરવી હતી. વેક્સિનેશન અભિયાનને ખૂબ જ મત્વ આપવામાં આવ્યું હતું. આ અભિયાનનું પરિણામ કારોનાની બીજી અને ત્રીજી લહેરમાં જોવા મળ્યું હતું. કોરોના મહામારીને રોકવા માટે બનાવવામાં આવેલી રસી ભારતની સાથે અન્ય દેશો માટે પણ જીવનરક્ષક સાબિત થઈ છે. જ્યારે આ રસીએ ભારતમાં 42 લાખથી વધુ લોકોના જીવન બચાવ્યા છે. આખી દુનિયામાં 20 મિલિયનથી વધુ લોકોનà
ભારતે વર્ષ 2021માં જોરશોરથી વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરવી હતી. વેક્સિનેશન અભિયાનને ખૂબ જ મત્વ આપવામાં આવ્યું હતું. આ અભિયાનનું પરિણામ કારોનાની બીજી અને ત્રીજી લહેરમાં જોવા મળ્યું હતું. કોરોના મહામારીને રોકવા માટે બનાવવામાં આવેલી રસી ભારતની સાથે અન્ય દેશો માટે પણ જીવનરક્ષક સાબિત થઈ છે. જ્યારે આ રસીએ ભારતમાં 42 લાખથી વધુ લોકોના જીવન બચાવ્યા છે. આખી દુનિયામાં 20 મિલિયનથી વધુ લોકોને મોતને ભેટતા અટકાવ્યા છે.
Advertisement
લેન્સેટ સ્ટડી જર્નલના ડિસેમ્બર 2020થી ડિસેમ્બર 2021 સુધીના ડેટામાં આ વાત સામે આવી છે. સંશોધકોએ કહ્યું કે વિશ્વમાં કોરોનાથી 31.14 મિલિયન મૃત્યુનો અંદાજ હતો પરંતુ વેક્સિનેશનને કારણે 1.98 કરોડ લોકોના જીવ બચી ગયા.
અભ્યાસનો અંદાજ છે કે જો 2021ના અંત સુધીમાં દરેક દેશમાં 40 ટકા વસ્તીને બે કે તેથી વધુ ડોઝ સાથે રસી આપવાનો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો લક્ષ્યાંક પૂરો થઈ ગયો હોય તો અન્ય 5,99,300 લોકોના જીવ બચાવી શકાયા હોત. અભ્યાસના મુખ્ય લેખક ઓલિવર વોટસને જણાવ્યું હતું કે ભારત માટે, અમારું અનુમાન છે કે આ સમયગાળા દરમિયાન વેક્સિનેશન દ્વારા 4.2 મિલિયનથી વધુ મૃત્યુ અટકાવવામાં આવ્યા હતા. આ મોડેલિંગ અભ્યાસ દર્શાવે છે કે ભારતમાં રસીકરણ અભિયાનોએ લાખો જીવન બચાવ્યા છે. ખાસ કરીને ભારતમાં ડેલ્ટા વેરિઅન્ટની અસરોનો અનુભવ કરનાર પ્રથમ દેશ હતો.
લેન્સેટ સ્ટડીના અભ્યાસ મુજબ, ભારતમાં કોરોના મહામારી દરમિયાન 51 લાખથી વધુ લોકોના મોતનો અંદાજ હતો, પરંતુ કોરોના વેક્સિનેશનને કારણે લાખો લોકોના જીવ બચી ગયા હતા. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારતમાં 5,24,941 મૃત્યુ નોંધાયા છે. એટલે કે વેક્સિનેશન ખૂબ અસરકારક સાબિત થયું જેથી 10 ગણા ઓછા લોકો મૃત્યુ પામ્યા.
Advertisement