Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

12થી 14 વર્ષના બાળકો માટે આ તારીખથી શરૂ થશે રસીકરણ, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપી જાણકારી

દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેમ છતા હજુ પણ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. આ વચ્ચે કોરોના વાયરસથી બચવા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. 16 માર્ચથી 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ જાણકારી ટ્વીટ કરી આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને લખ્યું કે, 'બાળકો સુરક્ષિત છે, દેશ સુરક્ષિત છે! મનà
12થી 14 વર્ષના બાળકો માટે આ તારીખથી શરૂ થશે રસીકરણ  કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ આપી જાણકારી
દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. તેમ છતા હજુ પણ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. આ વચ્ચે કોરોના વાયરસથી બચવા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. 16 માર્ચથી 12-14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થવા જઈ રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ જાણકારી ટ્વીટ કરી આપી છે. 
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને લખ્યું કે, "બાળકો સુરક્ષિત છે, દેશ સુરક્ષિત છે! મને જણાવતા આનંદ થાય છે કે 16 માર્ચથી 12 થી 13 અને 13 થી 14 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ શરૂ થઈ રહ્યું છે. સાથે જ 60+ વર્ષના તમામ લોકો હવે પ્રિકોશન ડોઝ લગાવી શકશે. મારુ બાળકોના પરિજનો તથા 60+ આયુ વર્ગના લોકોથી આગ્રહ છે કે વેક્સિન જરૂર લગાવો." જણાવી દઈએ કે દેશભરમાં રસીકરણ અભિયાન ગયા વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું.
Advertisement

ભારતે આ વર્ષે 10 જાન્યુઆરીથી આરોગ્ય સંભાળ કાર્યકરો, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60 વર્ષ અને તેથી વધુ વયના લોકોને, ચૂંટણી ફરજ પરના લોકો સહિત, કોવિડ-19 વિરોધી રસીના સાવચેતીભર્યા ડોઝનું સંચાલન કરવાનું શરૂ કર્યું. દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સાવચેતીના ડોઝ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જો આજે સોમવારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કેસ 3 હજારથી પણ ઓછા નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે કે, ભારતમાં સોમવારે છેલ્લા 24 કલાકમાં 27 મૃત્યુ નોંધાયા છે, જે કુલ મૃત્યુઆંકને 5,15,877 પર લઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 4377 લોકોના સાજા થવા સાથે, આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,24,41,449 થઈ ગઈ છે, જ્યારે હજુ પણ 36,168 સક્રિય કેસ છે. દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, 1,80,19,45,779 કરોડથી વધુ કોવિડ-19 રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 4,61,318 લોકોને રસી આપવામાં આવી છે. વળી, રવિવારે 5,32,232 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
Tags :
Advertisement

.