ઉંઝા APMCના વેપારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર, જાણો શું છે કારણ
ઉંઝા APMCમાં આજ થી વેપારીઓ હડતાળ પર ઉતર્યા છે.. 133 દુકાનોની માલિકીના પ્રશ્નનો નિકાલ લાવવાની તેઓની માંગ છે..જેથી આજ થી માર્કેટ યાર્ડ અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો છે. બે વેપારી સંગઠનો એ પણ આ મુદ્દે ટેકો જાહેર કર્યો...
11:20 AM Jul 26, 2023 IST
|
Vishal Dave
ઉંઝા APMCમાં આજ થી વેપારીઓ હડતાળ પર ઉતર્યા છે.. 133 દુકાનોની માલિકીના પ્રશ્નનો નિકાલ લાવવાની તેઓની માંગ છે..જેથી આજ થી માર્કેટ યાર્ડ અચોક્કસ મુદ્દત સુધી બંધ રાખવા નિર્ણય લેવાયો છે.
બે વેપારી સંગઠનો એ પણ આ મુદ્દે ટેકો જાહેર કર્યો છે. ઉંઝા APMCમાં દુકાનો વેચાણથી આપવા મુદ્દે સમગ્ર વિવાદ સર્જાયો છે. અહીં એવું સામે આવ્યુ કે ભાડા પટ્ટા થી આપવાની 133 દુકાનો વેચી દેવાઈ હતી. વર્ષ 2017 - 18 ના બોર્ડ દ્વારા આ દુકાનો વેચાણ અપાઈ હતી. નિયમ મુજબ દુકાન કે પ્લોટ ભાડા પટ્ટા પર જ આપી શકાય, પરંતુ અહીં માલિકી હક્ક આપી દેવાયો હતો.
ઉનાવા APMC ડિરેક્ટર હરેશ પટેલે આ મામલે રજુઆત કરી છે.. સમગ્ર મામલે જિલ્લા રજિસ્ટ્રારમાં રજૂઆત કરાઈ હતી.. હવે આ મામલે 27 જૂલાઇએ તત્કાલીન સેક્રેટરી તથા બોર્ડના તત્કાલીન સભ્યોને 27 જૂલાઇએ હાજર રહેવા નોટિસ પાઠવવામાં આવી છે
Next Article