Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Union Minister આર.કે. સિંહની રાજ્યોને મફત વીજળી બાબતે ચેતવણી

ચૂંટણીઓ આવે ત્યારે ઘણા પક્ષો વીજળી મફત આપવા પ્રજાને વચન આપે છે. પણ એ માટે રાજ્યના અર્થતંત્રને કોરાણે મૂકે છે.મફત વીજળી આપશે તો ખરા પણ એના ઉત્પાદન ખટચને પહોંચી વળવા કોઈ પણ વૈકલ્પિક અર્થોપાર્જનની કોઈ જોગવાઈ તે પક્ષો સૂચવતા નથી....
union minister આર કે  સિંહની રાજ્યોને મફત વીજળી બાબતે ચેતવણી

ચૂંટણીઓ આવે ત્યારે ઘણા પક્ષો વીજળી મફત આપવા પ્રજાને વચન આપે છે. પણ એ માટે રાજ્યના અર્થતંત્રને કોરાણે મૂકે છે.મફત વીજળી આપશે તો ખરા પણ એના ઉત્પાદન ખટચને પહોંચી વળવા કોઈ પણ વૈકલ્પિક અર્થોપાર્જનની કોઈ જોગવાઈ તે પક્ષો સૂચવતા નથી. પરિણામે રાજ્યને લોન લેવી પડે છે. 

Advertisement

વિદ્યુત મંત્રી (Union Minister) આર.કે. સિંહે નાણાં ઉછીના લેનારા રાજ્યોને દેવાની જાળમાં ફસાઈને મફત વીજળી આપવા ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે આવી  લોભામણિ યોજનાઓ ત્યારે જ યોગ્ય છે જ્યારે રાજ્ય પાસે પૂરતા પૈસા હોય. તેમણે કહ્યું (Union Minister) કે વીજળી ઉત્પાદનમાં ખર્ચનો સમાવેશ થાય છે. જો કોઈ રાજ્ય ઉપભોક્તાઓના એક વર્ગને મફતમાં આપે છે, તો  એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે તેણે ઉત્પાદન ખર્ચની ચૂકવણી પણ કરવી પડશે.

તેમણે કહ્યું કે કેટલાક રાજ્યો પર પહેલેથી જ ઘણું દેવું છે, તેઓ પણ ચૂંટણી ટાણે આવા લોભામણા પગલાંનો આશરો લઈ રહ્યા છે. ઉત્પાદન ખર્ચની ચૂકવણી કરવા માટે તેમને લોન લેવી પડે છે. જેના કારણે તેઓ દેવાની જાળમાં ફસાઈ ગયા છે. જ્યારે આ કરી રહેલા રાજ્યોના નામ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે (Union Minister) પંજાબનું નામ લીધું. તેમણે કહ્યું કે પંજાબ સરકારે પહેલા બે વર્ષમાં 47,000 કરોડ રૂપિયાની લોન લીધી, જેના કારણે રાજ્ય પર દેવાનો બોજ વધુ વધ્યો છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં સ્થિતિ વધુ ખરાબ થશે.

Advertisement

આ પણ વાંછો- Uttar Pradesh: ધર્માંતરણ કરાવતા એક શિક્ષક સહિત ત્રણ લોકોની ધરપકડ, પોલીસે કાર્યવાહી હાથ ધરી 

Advertisement
Advertisement

.