Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભક્તોએ ચઢાવેલા 45 લાખના સોનાની બે ટ્રસ્ટીઓએ ઉચાપત કરી

રાજ્યનું જાણીતું ધર્મ સ્થાન મહુડીધામ (Mahudidham) ટ્રસ્ટીઓના કારનામાના કારણે ચર્ચામાં આવ્યું છે. દેશ-વિદેશના ભક્તો ગાંધીનગરના માણસા તાલુકામાં મહુડી ખાતે શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ (Shree Ghantakarna Mahavir Dev) ના મંદિરમાં આસ્થા ધરાવે છે. મહુડી સુખડીના નામે પણ પ્રસિદ્ધ છે. મંદિરના બે...
02:54 PM Apr 08, 2023 IST | Vipul Pandya

રાજ્યનું જાણીતું ધર્મ સ્થાન મહુડીધામ (Mahudidham) ટ્રસ્ટીઓના કારનામાના કારણે ચર્ચામાં આવ્યું છે. દેશ-વિદેશના ભક્તો ગાંધીનગરના માણસા તાલુકામાં મહુડી ખાતે શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ (Shree Ghantakarna Mahavir Dev) ના મંદિરમાં આસ્થા ધરાવે છે. મહુડી સુખડીના નામે પણ પ્રસિદ્ધ છે. મંદિરના બે ટ્રસ્ટીઓએ કરેલી કરતૂતના કારણે આખો મામલો પોલીસ પાસે પહોંચ્યો છે. ભક્તોએ ચઢાવેલા સોનાના વરખમાંથી 45 લાખની કિંમતનું વરખ, સોનાની ચેઈન અને રોકડની ઉચાપત કરવાનો આરોપ નિલેશ કાંતીલાલ મહેતા (રહે. ઉમાસુત ફલેટ, ગોદાવરી જૈન દેરાસર નજીક, વાસણા, અમદાવાદ) અને સુનિલ બાબુલાલ મહેતા (રહે. પિનલ પાર્ક સોસાયટી, શાંતિવન બસ સ્ટોપ પાસે, પાલડી, અમદાવાદ) સામે લાગ્યો છે. આ મામલે માણસા પોલીસ સ્ટેશન ખાતે FIR નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી છે.

બે ટ્રસ્ટીઓ સામે FIR
મૂળ મુંબઈના રહેવાસી અને હાલ મહુડી મંદિર (Mahudi Mandir) ખાતે રહેતા ભૂપેન્દ્રભાઈ શાંતિલાલ વોરાએ માણસા પોલીસ મથક ખાતે શ્રી મહુડી (મધુપુરી) જૈન શ્વેત મૂર્તિપૂજક ટ્રસ્ટના લેટરપેડ પર અગાઉ અરજી આપી હતી. જે મામલે તપાસ બાદ માણસા પોલીસ મથક ખાતે ભૂપેન્દ્રભાઈ વોરાએ બે ટ્રસ્ટીઓ સામે FIR નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, મંદિરના ટ્રસ્ટમાં નિલેશ કાંતીલાલ મહેતા, સુનિલ બાબુલાલ મહેતા, જગદિશ કાંતીલાલ મહેતા, ગીરીશ પૂનમભાઈ મહેતા, વિનીત નટરવરલાલ વોરા અને ભૂપેન્દ્રભાઈ વોરા (ફરિયાદી) ટ્રસ્ટી છે. મંદિરમાં ભક્તો દ્ધારા ચઢાવવામાં આવતી ભેટ-રોકડ-દાગીનાની દાન પેટીઓ બે-ત્રણ મહિને ખોલવામાં આવે છે અને તેની ગણતરી કરી ભંડારા પત્રકમાં તેની નોંધ થાય છે.
સોનાનો વરખ ગળાવવામાં આવતા ઘટ સામે આવી
ફરિયાદમાં જણાવ્યાનુસાર ડિસેમ્બર-2022માં દિવાળીના તહેવારો દરમિયાન શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવનો સંપૂર્ણ વર્ષનો સોનાનો વરખનો ઉતારો એક ડોલમાં મુકવામાં આવ્યો હતો. ધનતેરસના દિવસે સોનાના વરખનો ઉતારો લીધા બાદ ટ્રસ્ટીઓની હાજરીમાં તે દિવસે સોનુ ગળાવવાનું શક્ય બન્યું ન હતું. આથી સોનાના વરખ ભરેલી ડોલ જાળીમાં મુકી તેને તાળું મારવામાં આવ્યું હતું. તારીખ 15 ફેબ્રુઆરીના રોજ સોનાનો વરખ ગળાવવામાં આવતા અન્ય વર્ષની સરખામણીએ 700-800 ગ્રામ ઓછું એટલે કે, 60 ટકા ઘટ આવી હતી.
શું કહ્યુ સ્ટાફે ?
આ મામલે શંકા જતા સ્ટાફને ધમકાવવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, નિલેશભાઈ એકાઉન્ટન્ટની ખુરશીમાં બેઠા હતા અને એક બાજુ સોનાની વરખ-લગડી અને બીજી બાજુ બે ખાલી થેલા મુકેલા હતા. જ્યારે ગાદી પર સુનિલ મહેતા બેઠા હતા. નિલેશ મહેતાએ આગ્રઙ કરીને સ્ટાફને જમવા માટે મોકલી આપી એકલતા મેળવી લીધી હતી. ત્યારબાદ નિલેશભાઈએ મંદિરના પૂજારી પાસેથી વરખ લગાવવા માટે વપરાતું સુખડનું તેલ મંગાવ્યું હતું અને તેલ શરીર પર લગાવી દીધું હતું. સ્ટાફ જમીને પરત આવ્યો ત્યારે બે થેલા ગાયબ જોવા મળ્યા હતા.
બંધ પડેલા CCTV કેમેરા અન્ય ટ્રસ્ટીએ ચૂપચાપ ચાલુ કરાવી દીધા
મહેતા બંધુઓ પર શંકા હોવાથી મંદિરના બંધ પડેલા CCTV કેમેરા અન્ય ટ્રસ્ટીએ ચૂપચાપ ચાલુ કરાવી દીધા હતા. માર્ચ મહિનામાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવતા ભંડારામાં આવેલી સોનાની ચેઈનની ચોરી અને બાથરૂમમાં જઈ કવરમાંથી રૂપિયા કાઢી લેવાની ઘટના કેદ થઈ ગઈ હતી. આ ઉપરાંત હાથમાં રહેલા રૂમાલની નીચે પૈસાનું બંડલ હોવાના શંકાસ્પદ ફૂટેજ પણ જોવા મળ્યા હતા.
સમગ્ર મામલાની તપાસ ગાંધીનગર એલસીબીને સોંપાઇ
લાખો રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર મામલાની તપાસ ગાંધીનગર એલસીબી (Gandhinagar LCB) ને સોંપવામાં આવી છે. એલસીબી પીઆઈ ડી બી વાળા (LCB PI D B Vala) એ બંને આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ દારૂ પીનારા Health Permit Holders કેમ છે સરકારથી નારાજ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article