ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ અને ખુલાસાઓ

અગાઉના સમયમાં જાહેર જીવનની વ્યક્તિ વિશે કંઈ વાતો કે ગોસિપ માત્ર અખબારો કે મેેગેઝિનોમાંં જ વાંચવા મળતી. કોઈને કોઈના વિશે વાત કરવી હોય તો નનામા પોસ્ટકાર્ડ કે ઈનલેન્ડ કવર લખાતા, કુરિયરની સુવિધા આવી પછી નનામા પત્રો પણ મોકલાતા, ફોન આવ્યા પછી બ્લેન્ક કોલ્સ કરીને અફવાઓ ફેલાવાતી કે બ્લેન્ક કોલ્સ કરીને, અવાજ બદલાવીને સામેવાળાને પરેશાન કરવામાં આવતા. એ સમયે સામો પ્રતિભાવ આપવો ઘણીવખત અઘર
11:29 AM Jul 18, 2022 IST | Vipul Pandya
અગાઉના સમયમાં જાહેર જીવનની વ્યક્તિ વિશે કંઈ વાતો કે ગોસિપ માત્ર અખબારો કે મેેગેઝિનોમાંં જ વાંચવા મળતી. કોઈને કોઈના વિશે વાત કરવી હોય તો નનામા પોસ્ટકાર્ડ કે ઈનલેન્ડ કવર લખાતા, કુરિયરની સુવિધા આવી પછી નનામા પત્રો પણ મોકલાતા, ફોન આવ્યા પછી બ્લેન્ક કોલ્સ કરીને અફવાઓ ફેલાવાતી કે બ્લેન્ક કોલ્સ કરીને, અવાજ બદલાવીને સામેવાળાને પરેશાન કરવામાં આવતા. એ સમયે સામો પ્રતિભાવ આપવો ઘણીવખત અઘરો પડી જતો.  
આજના સમયમાં તો સ્માર્ટ ફોનને લીધે કંઈ જ છૂપું નથી રહેતું. એ પછી તમે જાણીતી વ્યક્તિ હોવ કે સાવ સામાન્ય માણસ. કોઈને પુછ્યા વગર એનો વિડીયો કે તસવીર લઈ લેવી કોઈને અજુગતી નથી લાગતી. છૂપી રીતે વિડીયો કે ફોટો લઈને બ્લેકમેલ કરાનારાઓની સંખ્યા પણ ધીમેધીમે વધતી જાય છે. ટેકનોલોજી ઘણીવાર વરદાનને બદલે અભિશાપ હોય એવું લાગે છે.  અગાઉ જે નનામું થતું હતું એનું સ્વરુપ હવે બદલાયું છે હવે લોકો ઘોસ્ટ એકાઉન્ટ બનાવીને પરેશાન કરે છે.  
સોશિયલ મીડિયા ઉપર આજકાલ ચર્ચા છે સુષ્મિતા સેન અને લલિત મોદીની. થોડીક તસવીરો લલિત મોદીએ મૂકી અને વિવાદોનો વંટોળ શરુ થયો. તેની સાથોસાથ સોશિયલ મીડિયા પર ક્રિએટીવીટી તો ભરપૂર ખીલી ઉઠી. તમને કલ્પના ન આવે એવા મેસેજ આવવા લાગ્યા અને લોકો મજા લેવા માંડ્યા. ગોલ્ડ ડિગર મતલબ કે રુપિયાને ખાતર પાર્ટનર પસંદ કરનારી વ્યક્તિ કહેનારા લોકોને સુષ્મિતા સેને ગઈકાલે જવાબ વાળ્યો કે, મને સોનાની નહીં હીરાની પરખ છે. હું સૂરજ છું હંમેશાં ચળકતી રહેવાની છું. આ અને આવું ઘણું બધું એમણે લખ્યું.  
જાહેર જીવનની વ્યક્તિ હોવ ત્યારે તમારું કંઈ પણ વાંચવું કે જોવું લોકોને ગમવાનું છે. સુષ્મિતા સેનને ટ્રોલ કરવાવાળા પ્રત્યે એનો અણગમો દેખાઈ રહ્યો છે. પરંતુ, સુષ્મિતા એ કેમ ભૂલી જાય છે કે, સુપર ફલોપ રહેલી કરિયરમાં એને એના સંબંધોના કારણે સૌથી વધુ પ્રસિદ્ધી મળી છે. સુપર હિટ ફિલ્મોની યાદીને આંગળીઓથી ગણીએ તો પણ વધી પડે એમ છે ત્યારે એને આર્યા નામની વેબ સિરીઝ જુદી ઓળખ આપી. એ સમયે પોતાના ઢગલાબંધ વખાણ થયા ત્યારે તો સારું લાગ્યું હતું. જાહેર જીવનની વ્યક્તિ હોવ એટલે સારું-ખરાબ બધું જ તમારી માથે ઠોકી બેસાડવામાં આવે છે. તમારે એ ભાવનાઓ તમારી માથે કેટલી હાવી થવા દેવી છે એ તમારે નક્કી કરવાનું છે.  
ટીકા કરનારાઓએ ગાંધીજીને પણ નથી છોડ્યાં કે નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ છોડ્યાં. તો પછી સિનેમાની જાણીતી વ્યક્તિને તો કોઈ ક્યાં મૂકવાનું છે? આજકાલ દરેક વ્યક્તિને સેલિબ્રિટી બની જવું છે. વધુ લાઈક્સ અને વધુ કમેન્ટ મળે એ માટે બોલ્ડ તસવીરોથી માંડીને તમામ પ્રકારના ગતકડાં લોકો અજમાવે છે. ક્યાંય પણ ગયા હોય તો ચેક ઈનથી માંડીને તમામ વસ્તુઓ લોકોએ સોશિયલ મીડિયા પર મૂકી દેવી છે.  
પ્રસિદ્ધ થઈ જવાનો જે ક્રેઝ આજકાલ લોકોમાં જોવા મળે છે એનો કોઈ સીમાડો નથી. જાહેર જીવનની વ્યક્તિ હોવ કે સામાન્ય વ્યક્તિ હોવ સોશિયલ મીડિયાના ઉકરડાં પર તમારે કેવી રીતે પેશ આવવું એ તમે જ નક્કી કરી શકો. આ ઉકરડાંમાં રહેલા કચરા જેવા વિચારોથી તમારે કેટલાં ગંદા થવું છે એ તમારા હાથમાં છે. નજરમાં આવવું અને નજર અંદાજ કરવું એ ગુણ જીવનમાં ઉતારી લો તો સોશિયલ મીડિયા મજાનું જ છે. જાહેર માધ્યમ છે એમાં તમામ પ્રકારના લોકો હોવાના. ટીકાની સામે જવાબ આપવામાં શક્તિઓ વેડફવી કે પોતાની ક્રિએટીવીટીમાં જીવવું એ તમારે જ નક્કી કરવાનું હોય છે.  
તમે એક પોસ્ટ મૂકી હોય અને એમાં પચાસ લોકોએ સારું લખ્યું હોય પણ એકાવનમી વ્યક્તિ જો તમારી ટીકા કરશે તો તમે બાકીની પચાસ સારી વાતો, કમેન્ટ્સને ભૂલી જવાના છો. એ ટીકા તમારી માથે હાવી થઈ જવાની છે. ઘણાં બધાં એવા લોકો પણ છે જે ટ્રોલ કરનારાઓને બરાબર જવાબ આપે છે, એમને બ્લોક કરે છે. જ્યારે ઘણાં લોકો એવા પણ છે જે નેગેટીવ વાતોને ઈગ્નોર કરે છે. આ સોશિયલ મીડિયામાં સારી વાતો છે એટલાં જ ગંદકીના કળણ પણ છે. તમારે શેમાં ખૂંપવું છે એ તમારી સમજદારીને બયાન કરે છે.   
ડેનિયલ ક્રેગ, જ્યોર્જ  કલૂની, સાન્ડ્રા બુલોક, બ્રેડ પીટ, ડેનિયલ રેડક્લિફ, એમ્મા સ્ટોન, સ્કારલેટ જોહોન્સન, રેખા, રાની મુખર્જી, રણબીર કપૂર, સૈફ અલી ખાન, જયા બચ્ચનથી માંડીને અનેક જાણીતા લોકો સોશિયલ મીડિયાથી દૂર રહે છે. આમીરખાન, ફાતિમા સના શેખ, ઈશા ગુપ્તા જેવા કલાકારોએ સોશિયલ મીડિયામાંથી પોતાનું એકાઉન્ટ જ દૂર કરી દીધું છે. સોશિયલ મીડિયા પર આનંદ માટે કેટલીક વાતોની મજા લેવી એમાં કંઈ ખોટું નથી. કોઈને હર્ટ કરવા, કોઈની પાછળ ઈરાદાપૂર્વક લાગી પડવું એ તમારી માનસિકતા, સમજદારી બયાન કરે છે.  આ સીમાડા વગરની દુનિયા છે. એમાં તમારી બાઉન્ડ્રી તમારે જ નક્કી કરવાની છે.
Tags :
Editor'sAngleGujaratFirstSocialmedia
Next Article