Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજે 'ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે,ધોરાજી તાલુકામાં પ્લાસ્ટિકના કચરાને રીસાઇકલ કરતી ૪૫૦થી વધારે ફેકટરીઓ

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ  સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા ૩ જુલાઈનો દિવસ 'ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે' તરીકે ઉજવાય છે. પ્લાસ્ટિકની ચીજવસ્તુઓથી થતા પ્રદૂષણ અટકાવવા તથા પર્યાવરણને પ્લાસ્ટિકથી થતું નુકશાન અટકાવવા તેમજ ખાસ કરીને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ટાળવા અંગે જનજાગૃતિ...
આજે  ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે ધોરાજી તાલુકામાં પ્લાસ્ટિકના કચરાને રીસાઇકલ કરતી ૪૫૦થી વધારે ફેકટરીઓ

અહેવાલઃ રહીમ લાખાણી, રાજકોટ 

Advertisement

સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા ૩ જુલાઈનો દિવસ 'ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી ડે' તરીકે ઉજવાય છે. પ્લાસ્ટિકની ચીજવસ્તુઓથી થતા પ્રદૂષણ અટકાવવા તથા પર્યાવરણને પ્લાસ્ટિકથી થતું નુકશાન અટકાવવા તેમજ ખાસ કરીને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ટાળવા અંગે જનજાગૃતિ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Advertisement

કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછામાં ઓછો થાય તેવા પગલાં લઈ રહી છે. ગુજરાત રાજયભરમાં પ્લાસ્ટિક કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના હેતુસર રાજય સરકારે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો અમલી બનાવ્યા છે. રાજકોટ જિલ્લામાં મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં ઘનકચરાના વ્યવસ્થાપન અને વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવે છે. ત્યારે રાજકોટ જિલ્લાનો ધોરાજી તાલુકો પ્લાસ્ટિકને રી-સાઈકલ કરવામાં રાજ્યભરમાં અગ્રેસર છે.

ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખશ્રી દલસુખભાઈ વાગડીયાએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિકનો નાશ ન કરી શકાતો હોવાથી તેને રીસાઇકલ કરવું જરૂરી છે. ગુજરાતભરમાં પ્લાસ્ટિક રીસાઇકલનું સૌથી મોટું ક્લસ્ટર એકમાત્ર ધોરાજીમાં છે, ધોરાજીમાં પ્લાસ્ટિક રીસાઇકલ કરવાના ઉદ્યોગો અંદાજે છેલ્લા ૪૦ વર્ષથી કાર્યરત છે.

Advertisement

દલસુખભાઇ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસો.ના પ્રમુખ 

વર્તમાનમાં ધોરાજી તાલુકામાં ૪૫૦થી વધારે ફેકટરીઓ પ્લાસ્ટિકના કચરાને રીસાઇકલ કરી દોરી-દોરડા, બોક્સ પટ્ટી, પાઈપ, સુતરી સહિતની ચીજ-વસ્તુઓ બનાવે છે. એટલું જ નહીં, અમેરિકા, બાંગ્લાદેશ અને આફ્રિકન દેશોમાં તેની નિકાસ પણ કરવામાં આવે છે.

તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ધોરાજીના પ્લાસ્ટિક રીસાઇકલ યુનિટોને મશીનરી લેવા માટે સબસીડીનો લાભ આપવામાં આવે છે. ધોરાજીના પ્લાસ્ટિક રીસાઈકલ ઉદ્યોગોની સફળતામાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ મહત્વનો ભાગ ભજવે છે. તેમજ આ ઉદ્યોગો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કાર્યરત કેન્દ્ર સરકારના 'સ્વચ્છ ભારત મિશન'ને વેગવંતુ બનાવવામાં સહયોગ આપે છે. આમ 'વેસ્ટમાંથી બેસ્ટ'નું ઉત્તમ દ્રષ્ટાંત ધોરાજીનું પ્લાસ્ટિક રીસાઇકલ કલસ્ટર પૂરું પાડે છે.

Tags :
Advertisement

.