Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબરકાંઠાના આ ખેડૂતે ડ્રેગન ફ્રૂટની ખેતી થકી કરી લાખ્ખોની કમાણી, હવે આસપાસના ગામોના ખેડૂતો આવે છે સલાહ લેવા

અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા  તાજેતરમાં બદલાતા આધુનિક જમાનામાં પરંપરાગત ખેતી છોડી કેટલાક ખેડુતો અવનવી ખેતી કરી રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે..પરંપરાગત ખેતી કરતો જગતનો તાત ખેડૂત હવે બાગાયતી ખેતીમાં સારુ ઉત્પાદન અને આવક પણ મેળવી રહ્યો છે. વાત કરીએ...
સાબરકાંઠાના આ ખેડૂતે ડ્રેગન ફ્રૂટની ખેતી થકી કરી લાખ્ખોની કમાણી  હવે આસપાસના ગામોના ખેડૂતો આવે છે સલાહ લેવા

અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા 

Advertisement

તાજેતરમાં બદલાતા આધુનિક જમાનામાં પરંપરાગત ખેતી છોડી કેટલાક ખેડુતો અવનવી ખેતી કરી રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે..પરંપરાગત ખેતી કરતો જગતનો તાત ખેડૂત હવે બાગાયતી ખેતીમાં સારુ ઉત્પાદન અને આવક પણ મેળવી રહ્યો છે. વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કરણપુરના એક એવા ખેડુતની જે ડ્રેગનફ્રુટની ખેતી કરી લાખ્ખોની કમાણી કરી રહ્યા છે.

Advertisement

ખેડુતે ત્રણ વર્ષ પહેલા પ્લાનિંગ સાથે ડ્રેગન ફુટની ખેતી કરી , અખતરો ખેડુતને ફળ્યો પણ ખરો

આમ તો ખેડુતો સૌથી વધુ કપાસ, મગફળી, સોયાબીન અને શાકભાજીની પરંપરાગત ખેતી કરતા હોય છે પરંતુ કરણપુરના ખેડુતે ત્રણ વર્ષ પહેલા પ્લાનિંગ સાથે ડ્રેગન ફુટની ખેતી કરી અને આ અખતરો ખેડુતને ફળ્યો પણ ખરો.. આમ તો ડ્રેગનફ્રુટ ગુજરાત માટે નવી ખેતી છે અને એના માટે સરકાર પણ પ્રોત્સાહન આપે છે. તો બાગાયત વિભાગ દ્રારા પોલ ખરીદવામાં સહાય પણ આપવામાં આવે છે.

Advertisement

આમ તો આ ખેતી નજીવી માવજતે અને ઓછા પાણીએ થતી ખેતી છે અને એટલે જ ખેડુતો પ્લાનિંગ સાથે ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. સુહલ પટેલ નામના આ ખેડૂતે એક એકરમાં ડ્રેગનફ્રુટનુ વાવેતર ત્રણ વર્ષ પહેલા કર્યુ હતુ જેમાં અંદાજે ૪ થી ૫ લાખ રૂપિયા ખર્ચ થાય છે પરંતુ બે વર્ષમાં જ આ ખર્ચ નિકળી જાય છે. તો ખેડુતો જાતે જ તેનુ વેચાણ કરે છે અને તેની કિંમત પણ સારી મળે છે એટલે સીધુ જ વેચાણ કરી આવક મેળવી રહ્યા છે.

ડ્રેગનફુટની ખેતી કરતાં ખેડૂતો શું કહે છે

સુહાલ પટેલે એક એકરમાં ડ્રેગનફુટ ના પોલ લગાવેલ છે જેમાં એક પોલ પર ૬૦૦ થી ૭૦૦ રૂપિયા ખર્ચ થાય છે તો સામે પહેલા વર્ષે ૭ કિલો ડ્રેગનફુટ ઉતર્યા હતા તો બે વર્ષથી ફળ પણ વધી રહ્યા છે અને બે વર્ષમાં જ તમામ ખર્ચ નિકળી ગયો છે... તો આ ખેતી ૨૫ થી ૩૦ વર્ષ ચાલે છે જેથી તમેજ વિચારી લો કે કેટલો ફાયદો ખેડુત ને થશે આ ત્રીજા વર્ષે ૭ થી ૮ લાખ નુ ઉત્પાદન મળશે એમ દર વર્ષે ઉત્પાદન વધતું જ રહેશે તો આ ઉપરાંત આ ખેડુત આજ ડ્રેગન ફુટ માંથી છોડ તૈયાર કરે છે તો કચરા ટપણ વેચે છે એની આવક તો અલગ જ અને સાથે સાથે જે બગડેલ કે કોવાઈ ગયેલ ડ્રેગનફ્રુટ હોય તે રાજસ્થાન અને એમપી માં વાઈન બનાવવા માટે વેચે દે છે જેની પણ આવક મળે છે જેને લઈને આસપાસના ખેડુતો પણ અહિ મુલાકાતે આવે છે અને ખેતી અંગેની માહિતી મેળવી ખેતી કરવા પણ તૈયાર થાય છે.

Tags :
Advertisement

.