Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં કોરોનાના Active કેસની સંખ્યામાં આવ્યો ઘટાડો, આજે નોંધાયા માત્ર આટલા કેસ

દેશમાં કોરોનાના કેસમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. શનિવારની સરખામણીએ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં આજે થોડો ઘટાડો થયો છે. આજે પણ દેશમાં કોરોનાના પાંચ હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. જોકે, આ દરમિયાન 20 થી વધુ લોકોના મોત થયા છે. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 4,777 નવા કેસ નોંધાયા છે જ્યારે 23 લોકોના મોત થયા
દેશમાં કોરોનાના active કેસની સંખ્યામાં આવ્યો ઘટાડો  આજે નોંધાયા માત્ર આટલા કેસ
દેશમાં કોરોનાના કેસમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. શનિવારની સરખામણીએ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં આજે થોડો ઘટાડો થયો છે. આજે પણ દેશમાં કોરોનાના પાંચ હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. જોકે, આ દરમિયાન 20 થી વધુ લોકોના મોત થયા છે. 
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 4,777 નવા કેસ નોંધાયા છે જ્યારે 23 લોકોના મોત થયા છે. આ દરમિયાન 5,196 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 43,994 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 442નો ઘટાડો થયો છે. આ પહેલા શનિવારે દેશમાં કોરોના સંક્રમણના 4,912 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 38 લોકોના મોત થયા હતા. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 135 નો ઘટાડો નોંધાયો છે.
Advertisement

આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,45,68,114 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,39,95,610 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5,28,510 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે દેશમાં રિકવરી રેટ વધીને 98.72 ટકા થઈ ગયો છે. વળી, સક્રિય કેસોમાં કુલ ચેપના 0.10 ટકાનો સમાવેશ થાય છે. ચેપ દર 1.58 ટકા નોંધાયો હતો.
સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 2,17,56,67,942 થઈ ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 15,63,151 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
Tags :
Advertisement

.