Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવાને પગલે ઓલપાડની ઘોડા ખાડીનું પાણી દૂધ જેવું સફેદ બની ગયું

અહેવાલઃ ઉદય જાદવ, સુરત  સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામના મધ્યમાંથી પસાર થતી ઘોડા ખાડીનો રંગ વહેલી સવારે ઉઠી ને જોતા બદલાય ગયો. જાણે ખાડી માં પાણી નહી પરંતુ દૂધ વહી રહ્યું હોય તેમ આખેઆખે ખાડી સફેદ દૂધ જેવી જોવા મળતા...
ઉદ્યોગો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવાને પગલે ઓલપાડની ઘોડા ખાડીનું પાણી દૂધ જેવું સફેદ બની ગયું

અહેવાલઃ ઉદય જાદવ, સુરત 

Advertisement

સુરતના ઓલપાડ તાલુકાના કુડસદ ગામના મધ્યમાંથી પસાર થતી ઘોડા ખાડીનો રંગ વહેલી સવારે ઉઠી ને જોતા બદલાય ગયો. જાણે ખાડી માં પાણી નહી પરંતુ દૂધ વહી રહ્યું હોય તેમ આખેઆખે ખાડી સફેદ દૂધ જેવી જોવા મળતા સૌ કોઈ અચંબિત થઈ ગયા હતાં. મહત્ત્વનું છે કે કુડસદ ગામના આસપાસ આવેલા ઔદ્યોગિક એકમોમાંથી ખાડીમાં દૂષિત કેમિકલ છોડાયું હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું.

Advertisement

ખાડીનું પાણી અહીંના સ્થાનિક લોકો સિંચાઈ, પશુધન તેમજ પીવા માટે ઉપયોગ માં લેતાં હોય છે. પરંતુ ઔદ્યોગિક માફિયાઓને કોઈ ની પડી ન હોઈ તેમજ બેલગામ બની બેરોકટોક ખુલ્લેઆમ ઝેરી પ્રદુષિત કેમિકલ યુક્ત પાણી નદીઓમાં છોડી દે છે.અને નદીઓને દૂષિત કરી દેતા હોય છે,ઘટનાને લઈને ગ્રામજનોમાં તંત્રની કામગીરી સામે ખૂબજ રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

ડાઇંગ, પ્રિંન્ટિંગ મિલો દ્વારા નદી,નાળા,ખાડી, કોતરમાં છુપી રીતે પ્રદુષિત ઝેરી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે. જેનાથી જળ પ્રદુષણ ખુબજ વધ્યુ છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પાણીના સેમ્પલો તો લેવાય છે પરંતુ કોઇ નક્કર કામગીરી કરાતી નથી . વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કડક કાર્યવાહી ન થતી હોવાના કારણે ઉદ્યોગકારો અને કેમિકલ માફિયાઓ બેફામ બને છે.

Tags :
Advertisement

.