Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યની પબ્લીક સેક્ટરની કંપનીઓએ રોકાણકારોને કર્યા ખુશખુશાલ, છેલ્લા ત્રણ વર્ષમાં આપ્યુ 342 ટકા સુધીનું વળતર

ગુજરાતની પબ્લીક સેક્ટરની કંપનીઓ શેરબજારમાં ઉંચુ વળતર આપવાની બાબતમાં ટોપ પર છે.. માત્ર 3 વર્ષની અંદર સેન્સેક્સ અને નીફ્ટીમાં 75 ટકા રિટર્ન પુરુ પાડીને રાજ્યની પબ્લીક સેકટરની કંપનીઓએ રોકારણકારોને 342 ટકા જેટલું જંગી વળતર પુરુ પાડ્યુ છે..જે પબ્લીક સેક્ટરની કંપનીઓએ...
રાજ્યની પબ્લીક સેક્ટરની કંપનીઓએ રોકાણકારોને કર્યા ખુશખુશાલ  છેલ્લા ત્રણ વર્ષમાં આપ્યુ 342 ટકા સુધીનું વળતર

ગુજરાતની પબ્લીક સેક્ટરની કંપનીઓ શેરબજારમાં ઉંચુ વળતર આપવાની બાબતમાં ટોપ પર છે.. માત્ર 3 વર્ષની અંદર સેન્સેક્સ અને નીફ્ટીમાં 75 ટકા રિટર્ન પુરુ પાડીને રાજ્યની પબ્લીક સેકટરની કંપનીઓએ રોકારણકારોને 342 ટકા જેટલું જંગી વળતર પુરુ પાડ્યુ છે..જે પબ્લીક સેક્ટરની કંપનીઓએ રોકાણકારોને ઉંચુ વળતર પુરુ પાડ્યુ છે તેમાં ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન , ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ અને ગુજરાત અલ્કેલાઇઝ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.

Advertisement

અન્ય કેટલીક રાજ્યની પબ્લીક સેકટરની કંપનીઓ જેમ કે ગુજરાત ગેસ અને GIPCL આ જ સમયગાળા દરમ્યાન સેન્સેક્સ અને નીફ્ટી કરતા વધારે વળતર ચૂકવવામાં નિષ્ફળ ગયા છે. સ્ટોક માર્કેટ એનાલિસ્ટનું માનીએ તો સ્ટેટ ગવર્નમેન્ટ દ્વારા બોનસ, ડિવિડન્ડ ,સ્ટોક સ્પલિટ્સ,અને શેર બાયબેક્સની જે નવી પોલીસી જાહેર કરવામાં આવી છે તેણે આ કંપનીઓમાં રોકાણકારોના વિશ્વાસને મજબુત બનાવ્યો છે..

જાણીતી સ્ટોક રિસર્ચ ફર્મ્સના તજજ્ઞોનું કહેવું છે કે રાજયની મોટાભાગની પબ્લીક સેક્ટરની કંપનીઓએ છેલ્લા ત્રણ વર્ષમાં ખુબ સારુ પર્ફોર્મન્સ આપ્યુ છે. જે લોકોએ વર્ષ 2020માં રોકાણ કર્યુ હતું તે લોકોને અક્લપનિય લાભ મળ્યો છે. GMDC, GNFC, GSFC અને ગુજરાત અલ્કેલાઇઝે આ ત્રણ વર્ષમાં રોકાણકારોને ખુબ સારુ વળતર પુરુ પાડ્યુ છે.

Advertisement

                         ત્રણ વર્ષમાં કયા સ્ટોક્માં કેટલો વધારો ?

PSU સ્ટોક           કેટલો વધારો થયો (રૂમાં)                     વળતરની ટકાવારી

Advertisement

GMD                      143.15                                                        342 ટકા
GNFC                    428.25                                                         265 ટકા
GSFC                     107.5                                                           179 ટકા
ગુજરાત અલ્કેલ       336                                                              103 ટકા
ગુજરાત ગેસ           173                                                               59 ટકા
GIPCL                   40.08                                                            57 ટકા
GSPL                    79.3                                                               38 ટકા

ગુજરાત ગેસ કંપની અને GSPLની વાત કરીએ તો આ બે કંપનીઓએ છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ છેલ્લા પાંચ વર્ષમાં વધુ સારુ પર્ફોર્મન્સ કર્યુ છે..ગુજરાત ગેસ કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં 201 ટકા વળતર ચૂકવ્યુ છે. જ્યારે છેલ્લા ત્રણ વર્ષના તેના વળતરની ટકાવારી 59 ટકા છે. જ્યારે GSPLની વાત કરીએ તો આ કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં 55 ટકા વળતર પુરુ પાડ્યુ હતું. જ્યારે તેના છેલ્લા ત્રણ વર્ષના વળતરની ટકાવારી 38 ટકા છે.

મહત્વપૂર્ણ છે કે ગુજરાતની પબ્લીક સેક્ટરની કંપનીઓ મુખ્યતવે કેમિકલ, ફર્ટિલાઇઝર્સ, માઇનિંગ અને ઉર્જા સંબંધિત ઉદ્યોગો સાથે જોડાયેલી છે, અને તેમણે ખુબ સારો બિઝનેસ કર્યો છે. આ કંપનીઓએ જે સારુ વળતર આપ્યુ છે તેણે તેમને રોકાણકારોમાં પ્રિય બનાવી છે

Tags :
Advertisement

.