Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોનાથી ડરવાની જરૂર નથી, કોરોનાને મજાક પણ ન સમજો, નિયમોનું પાલન કરવું ખુબ જ જરૂરી, WHOએ આપી..

આ કોરોના છે કે જવાનું નામ નથી લઈ રહ્યો. હજુ પણ ભારત સહિત વિશ્વભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ભારતના અનેક રાજ્યોમાં ફરી કોરોના કેસો વધતા ચિંતા પ્રવર્તી ગઈ છે. દિલ્હી, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થયો છે. જેના પગલે ફરી લોકો ચિંતામાં મુકાયા છે. કેસો વધતા લોકોને ચોથી લહેરનો ડર લાગવા લાગ્યો છે. જો કે દેશના દિગ્ગજ ડોક્ટરો દ્વારા થોડા રાહતના સમાચાર આà
કોરોનાથી ડરવાની જરૂર નથી  કોરોનાને મજાક પણ ન સમજો  નિયમોનું પાલન કરવું
ખુબ જ જરૂરી  whoએ આપી

આ કોરોના છે કે જવાનું નામ નથી લઈ રહ્યો. હજુ પણ
ભારત સહિત વિશ્વભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ભારતના અનેક રાજ્યોમાં ફરી
કોરોના કેસો વધત
ચિંતા પ્રવર્તી ગઈ
છે. દિલ્હી, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થયો છે.
જેના પગલે ફરી લોકો ચિંતામાં મુકાયા છે. કેસો વધતા લોકોને ચોથી લહેરનો ડર લાગવા
લાગ્યો છે. જો કે દેશના દિગ્ગજ ડોક્ટરો દ્વારા થોડા રાહતના સમાચાર આપવામાં આવ્યા
છે. ડોક્ટર દેવી પ્રસાદ શેટ્ટી અને ડબલ્યુએચઓના ડાયરેક્ટર સાયન્ટિસ્ટ સ્વામિનાથને
કહ્યું છે કે ચોથી લહેરથી લોકોને ડરવાની જરૂર નથી.

Advertisement


કોરોનાથી ડરવાની જરૂર નથી

Advertisement

ડૉ. દેવી પ્રસાદ શેટ્ટીએ કહ્યું કે હવે
કોરોનાથી ડરવાની જરૂર નથી. આપણું ધ્યાન હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા પર હોવું
જોઈએ નહીં કે પોઝિટિવ કેસો પર. તેમણે લોકોને માસ્ક પહેરવાનું અને સામાજિક અંતર
જાળવવાની સલાહ આપી છે. ડોક્ટરે વધુમા જણાવ્યું છે કે ત્રીજી લહેર એટલી ગંભીર નહોતી.
એટલા માટે લોકોએ હવે ડરવાની જરૂર નથી. ડૉ. શેટ્ટીએ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું
કે
, આખો દેશ કોરોના પોઝિટિવ થઈ જાય અને જો
હોસ્પિટલમાં કોઈ કોરોનાના દર્દીને દાખલ ન કરવો પડે તો કોઈ પ્રોબ્લેમ નથી. મતલબ કે
કોરોના હવે વધારે નુકસાન નથી કરતો અને સામાન્ય બિમારીની જેમ સારું થઈ જાય છે. એટલા
માટે હવે આપણે કોરોના કેસો પર નહીં પરંતુ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યા પર
નજર રાખવી જોઈએ.


Advertisement

WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને આપી ચેતવણી

કોરોના વાયરસની મહામારીએ ફરી એકવાર
વિશ્વને ડરાવવાનું શરૂ કર્યું છે. સંક્રમણના વધતા જતા કેસોને કારણે સ્થિતિ ગંભીર
બની ગઈ છે. જ્યાં એક તરફ ચીનની રાજધાની બેઇજિંગ
'હાઈ એલર્ટ' પર છે, ત્યારે WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને Omicron BA.2ને લઈને નવી ચેતવણી જાહેર કરી છે. એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં
સ્વામીનાથને કહ્યું કે, કોરોના એ હવાથી ફેલાતો વાયરસ છે. એટલા માટે ભીડ વાળી
જગ્યાઓ પર માસ્ક પહેરવું અને સાવચેતી રાખવી ખુબ જ જરૂરી છે.

હવે લોકડાઉન જેવા પગલા ભરવાની જરૂર નહીં પડે

WHO નિષ્ણાતે એ પણ સંકેત આપ્યો કે ભવિષ્યમાં લોકડાઉન જેવા અન્ય કોઈ પગલાની જરૂર નથી. પરંતુ સાવચેતીના ભાગરૂપે દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું જોઈએ. એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે જે લોકોને એન્ટી-કોવિડ સામે રસી આપવામાં આવી નથી તેઓ જે લોકોએ રસી લીધી છે તેમના માટે જોખમ છે. જ્યારે રસીકરણ કરાયેલા લોકો રસી ન અપાયેલા લોકો સાથે ભળી જાય છે. ત્યારે રસીકરણ કરાયેલા લોકોમાં ચેપ લાગી શકે છે.

આ બાબતો ધ્યાનમાં રાખો

કોરોનાના તમામ નિયમોનું પાલન કરો.

લોકોએ ફેસ માસ્ક પહેરી રાખવું જોઈએ

જે લોકોમાં શ્વાસની બીમારીના લક્ષણો
હોય તેમણે ઘરમાં જ રહેવું

દરેક વ્યક્તિએ હાથ ધોવાનું ચાલુ રાખવું
જોઈએ.

ચેપ વધતાં જાહેર આરોગ્યનાં પગલાં કડક
કરવા જોઈએ.

 

Tags :
Advertisement

.