Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી ઠીક થતા દર્દીઓની સંખ્યા ઘટી

કોરોના મહામારીની ત્રીજી લહેર પૂરી થઈ ગઈ છે, પરંતુ દેશના કેટલાક ભાગોમાં તેનું સંક્રમણ ફરી ફેલાઈ ગયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આજે કહેવામાં આવ્યું છે કે દેશભરમાં 11,366 સક્રિય દર્દીઓ છે, એટલે કે તેઓ કોરોનાવાયરસથી પીડિત છે, અને સારવાર હેઠળ છે. આ સિવાય છેલ્લા 24 કલાક દરમિયાન 975 નવા કેસ નોંધાયા છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કોરોનાવાયરસના કેસોમાં વધતી જતી ચિંતાઓ àª
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી ઠીક થતા દર્દીઓની સંખ્યા ઘટી
કોરોના મહામારીની ત્રીજી લહેર પૂરી થઈ ગઈ છે, પરંતુ દેશના કેટલાક ભાગોમાં તેનું સંક્રમણ ફરી ફેલાઈ ગયું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આજે કહેવામાં આવ્યું છે કે દેશભરમાં 11,366 સક્રિય દર્દીઓ છે, એટલે કે તેઓ કોરોનાવાયરસથી પીડિત છે, અને સારવાર હેઠળ છે. આ સિવાય છેલ્લા 24 કલાક દરમિયાન 975 નવા કેસ નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, કોરોનાવાયરસના કેસોમાં વધતી જતી ચિંતાઓ વચ્ચે ભારતમાં શનિવારે 975 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે, જે બાદ દેશમાં કુલ કેસોની સંખ્યા 4,30,40,947 થઈ ગઇ છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કુલ 796 સાજા થયા છે અને 4 મૃત્યુ નોંધાયા છે. દેશમાં આ મહામારીથી અત્યાર સુધીમાં 4,25,07,834 લોકો સાજા થયા છે, જ્યારે 5,21,747 લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 3,00,918 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 83,14,78,288 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 6,89,724 લોકોને રસી આપવામાં આવી છે, જ્યારે અત્યાર સુધીમાં 1,86,38,31,723 કોરોના ડોઝ આપવામાં આવ્યા છે.
Advertisement

દરમિયાન, દિલ્હીમાં કોવિડ-19ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલ સરકારે પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારી કરી લીધી છે અને તમામ હોસ્પિટલોને એલર્ટ રહેવા જણાવ્યું છે.  
Tags :
Advertisement

.