દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 48,027 થઈ, 105 કેસનો વધારો
વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે ભારત માટે હજુ પણ કેટલાક રાહતના સમાચાર છે. રવિવારની સરખામણીએ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં આજે થોડો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ આજે દેશમાં કોરોનાના 5 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. જે દેશ માટે સારા સમાચાર છે. જોકે, હજુ પણ પૂરી રીતે કોરોના આપણા જીવનથી દૂર થયો નથી. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં à
વૈશ્વિક મહામારી કોરોનાના મોરચે ભારત માટે હજુ પણ કેટલાક રાહતના સમાચાર છે. રવિવારની સરખામણીએ દેશમાં કોરોનાના દૈનિક કેસોમાં આજે થોડો ઘટાડો થયો છે. આ ઘટાડા બાદ આજે દેશમાં કોરોનાના 5 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. જે દેશ માટે સારા સમાચાર છે. જોકે, હજુ પણ પૂરી રીતે કોરોના આપણા જીવનથી દૂર થયો નથી.
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 4,858 નવા કેસ નોંધાયા છે જ્યારે 18 લોકોના મોત થયા છે. આ દરમિયાન, 4,735 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે. આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા વધીને 48,027 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં 105 નો વધારો નોંધાયો છે. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,45,39,117 થઈ ગઈ છે. જ્યારે સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,39,62,664 થઈ ગઈ છે. વળી, દેશમાં કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં કુલ 5,28,355 લોકોના મોત થયા છે.
Advertisement
#COVID19 | India reports 4,858 fresh cases and 4,735 recoveries in the last 24 hours.
Active cases 48,027
Daily positivity rate 2.76% pic.twitter.com/M7wfxCdcMf— ANI (@ANI) September 19, 2022
સરકાર કોરોના વાયરસને કાબૂમાં લેવા રસીકરણ પર ભાર આપી રહી છે. અત્યાર સુધીમાં રસીકરણની સંખ્યા 2,16,70,14,127 થઈ ગઈ છે. વળી, છેલ્લા 24 કલાકમાં 13,59,361 લોકોને કોરોના રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.