Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વધી રહેલી વસતિ વિશે સતત વિચારતા રહેવાની જરુર

વસતિ વધારો અને વસતિ નિયંત્રણ. છેલ્લા થોડાં વર્ષોમાં વસતિને કારણે વધી રહેલા પ્રશ્નોમાં અધધધ વધારો થયો છે. આખી દુનિયાની વસતિ 7.8 અબજની છે. જે 2100ની સાલમાં 8.8 અબજની થઈ જશે. એક અંદાજ પ્રમાણે 2100ની સાલમાં વિશ્વની વસતિ 10.8 અબજ થવાનો અંદાજ હતો પણ દુનિયાની વધી રહેલી વસતિનો ટ્રેન્ડ જોતાં વિશ્વની વસતિ ઘટી રહી છે. ભારતની વસતિ થોડાં વર્ષોમાં ચીનને ટપી જવાની છે. 141 કરોડની વસતિ ધરાવતા ભારત દેશની વસતિ આ સ
વધી રહેલી વસતિ વિશે સતત વિચારતા રહેવાની જરુર
વસતિ વધારો અને વસતિ નિયંત્રણ. છેલ્લા થોડાં વર્ષોમાં વસતિને કારણે વધી રહેલા પ્રશ્નોમાં અધધધ વધારો થયો છે. આખી દુનિયાની વસતિ 7.8 અબજની છે. જે 2100ની સાલમાં 8.8 અબજની થઈ જશે. એક અંદાજ પ્રમાણે 2100ની સાલમાં વિશ્વની વસતિ 10.8 અબજ થવાનો અંદાજ હતો પણ દુનિયાની વધી રહેલી વસતિનો ટ્રેન્ડ જોતાં વિશ્વની વસતિ ઘટી રહી છે. ભારતની વસતિ થોડાં વર્ષોમાં ચીનને ટપી જવાની છે. 141 કરોડની વસતિ ધરાવતા ભારત દેશની વસતિ આ સદીના અંતે પાંત્રીસ કરોડ ઓછી થઈ જશે. તેમ છતાં ભારતની વસતિ 2030 સુધીમાં અનેક પડકારો લઈને ઉભી રહેશે.  
1989ની સાલથી યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ પોપ્યુલેશન ડે ઉજવે છે. આ વર્ષની થીમ અનેક ચિંતાજનક વાતો સાથેની છે. વધી રહેલી વસતિ સામે પડકારોની કમી નથી. વસતિ અને ગરીબી આ બે એવા પાસાં છે એની સામે ભારત જેવો દેશ આજે પણ લડી રહ્યો છે. અનાજની કમી, બેરોજગારી, ખેતી માટે ઘટી રહેલી જમીનો, કુપોષણથી પીડાઈ રહેલાં બાળકો, ધાર્મિક માન્યતાઓ અને લિંગભેદના કારણોથી માંડીને અનેક પડકારો વધી રહેલી વસતિને ભોગવવા પડે છે.  
થોડાં સમય પહેલાં એક અભ્યાસ થયેલો કે, ભારતીયોમાં પ્રજનન દર ઘટી રહ્યો છે. આઝાદી સમયે એક પરિવારમાં છ બાળકો હોવા સામાન્ય ગણવામાં આવતું હતું. જ્યારે આજનો સિનારીયા સાવ અલગ જ છે. આજે ડબલ ઇનકમ નો કિડ્સમાં માનનારા યુગલોની સંખ્યા વધી રહી છે. મોટી ઉંમરે લગ્ન કરવા, એક જ બાળકને યોગ્ય રીતે ઉછેરવું, પોલ્યુશનથી માંડીને અનેક કારણો પ્રજનનદરના ઘટાડાને અસર કરે છે. વધી રહેલી મોંઘવારી અને વધુ સંખ્યામાં બાળકોને કારણે પડી રહેલી આર્થિક સંકડામણે મધ્યમવર્ગ જ નહીં ગરીબ વર્ગમાં પણ થોડી જાગૃતિ આણી છે. આજે એક પરિવારમાં એક બાળકનો કન્સેપ્ટ બહુ આસાનીથી સ્વીકારાઈ ગયો છે. તેમ છતાં ભારતમાં અનિયંત્રિત વસતિ બહુ પડકારજનક છે.  
વિકાસદર અને બેરોજગારી આ બંને એવા પાસાં છે કે એ આપણી જિંદગીને સીધાં અસર કરે છે. ભારત યુવાઓનો દેશ છે તો આવનારા વર્ષોમાં આપણે ત્યાં નોકરીની જરુરિયાતો વધવાની છે. કોરોનાના કારણે બેરોજગારીનો દર વધ્યો છે એ સરભર થતાં પણ હજુ સમય લાગવાનો છે. બેરોજગારી મોઢું ફાડીને વિકરાળ ભવિષ્યનો ઈશારો કરે છે. જો નોકરીઓ મળવાની બંધ થઈ જાય તો અરાજકતા કંઈ બહુ દૂર નથી રહેવાની.  
આખી દુનિયામાં સૌથી વધુ યુવાનોના દેશમાં ભારતની ગણતરી થાય છે. આપણે આ વાતને ગૌરવભેર કહીએ છીએ. સાથોસાથ આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે, એક સમયે ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા પણ હશે. વૃદ્ધોની વધી રહેલી વસતિને પહોંચી વળવું પણ આવનારા વર્ષોમાં ઓછું પડકારજનક નહીં હોય. આપણે મેડિકલ સુવિધાઓના કારણે સરેરાશ આયુષ્ય વધારી શક્યા છીએ. સાથોસાથ મેડિકલ ફેસેલિટી પણ મોંઘી થઈ રહી છે. આરોગ્ય અને સ્વચ્છતાના સવાલો પણ ઓછો ચિંતાજનક નથી.  2047ની સાલમાં ભારતની વસતિ દોઢ અબજથી વધુ હશે. એ પછી ભારતની વસતિ ઘટવાની શરુ થશે. પરંતુ, ત્યાં સુધી આપણાં દેશે અનેક ચેલેન્જિસને પાર કરવાની છે. 
આખી દુનિયામાં જાપાન, સ્પેન, થાઈલેન્ડ, દક્ષિણ કોરિયા, પોલેન્ડ, પોર્ટુગલ જેવા દેશોની વસતિ આવનારા સમયમાં અડધી થઈ જવાની છે. તેની સામે નાઈજિરીયા, ભારત, ચીન, અમેરિકા, પાકિસ્તાન વધુ વસતિ ધરાવતા દેશોમાં ગણાય છે. જો યોગ્ય યોજનાઓ અને તેનો અમલ નહીં કરવામાં આવે તો ભારતમાં થોડાં વર્ષો વસતિની બાબતમાં ચિંતાજનક ચિત્ર ઉપસાવે છે.  
વસતિ, આરોગ્ય, વિકાસ, નોકરી, સ્વચ્છતાથી માંડીને અનેક પાસાંઓ એકબીજાની સાથે સંકળાયેલા છે. ઘટી રહેલાં પ્રજનનદરને કારણે ચિંતા સ્વભાવિક છે પણ વધી રહેલી વસતિ અને લોકોની જરુરિયાતો સાવ અલગ જ દુનિયા તરફ આપણને ઢસડી જતાં હોય એવું સ્પષ્ટપણે લાગે છે. ભારત જેવા વિશાળ અને વિવિધતા ધરાવતાં દેશમાં આર્થિક અસમાનતા અને બેરોજગારી સૌથી મોટો ઈશ્યુ છે. અર્થશાસ્ત્રના જાણકારો એવું આંકલન માંડે છે કે, જો આપણે આયોજન કરવામાં પાછળ રહ્યાં તો પડકારો આપણી કમર તોડી નાખશે.
Advertisement
Tags :
Advertisement

.