નવી જંત્રીના દરમાં ૧૦ થી ૨૫ ટકાની રાહત સાથે અમલવારી શરુ કરાશે
અહેવાલ---રાહિયા સાલેહ, સુરત નવી જંત્રીના દરમાં ૧૦ થી ૨૫ ટકાની રાહત સાથે અમલવારી શરુ કરાશે જંત્રી લાગુ થાય તે પહેલાં તેની મંજૂરી માટે બિલ્ડરોએ દોડાદોડ શરૂ કરી છે ૪૫ મીટરથી ઊંચા બિલ્ડિંગની વધુ પાંચ ફાઇલોને બહાલી અમલવારી શરૂ થવા પહેલા...
અહેવાલ---રાહિયા સાલેહ, સુરત
નવી જંત્રીના દરમાં ૧૦ થી ૨૫ ટકાની રાહત સાથે અમલવારી શરુ કરાશે
જંત્રી લાગુ થાય તે પહેલાં તેની મંજૂરી માટે બિલ્ડરોએ દોડાદોડ શરૂ કરી છે
૪૫ મીટરથી ઊંચા બિલ્ડિંગની વધુ પાંચ ફાઇલોને બહાલી
અમલવારી શરૂ થવા પહેલા ફાઈલનો નિકાલ માટે કચેરી ના અધિકારીઓના કામ ના સમયમાં પણ વધારો કરાયો હતો
જંત્રીના ભાવો બમણાં થાય એ પહેલાં જૂની જંત્રીનો લાભ લઇ આર્થિક રાહત મેળવવા કવાયત
સંભવતઃઆગામી સપ્તાહમાં વેલ્યુઝોન રાજય સરકાર જાહેર કરશે.જેને લઇ હાલ તંત્ર માં ઊઠલ પાથલ જોવા મળી રહી છે. નવી જંત્રી માટે મોટાપાયે મોજણી હાથ ધરાશે.
બિનખેતી માટે ૪૦ને બદલે ૩૦ ટકા
જંત્રીમાં વધારો અમલી બને તે પહેલાં ૩૦૦થી વધુ ફાઇલોને મંજૂરીની મહોર લાગી છે.બીજી બાજુ અર્બન રિડેવલપમેન્ટ હાઉસીંગ સોસાયટી વેલફેર એસો.દ્વારા હાઈકોટમાં પડકાર આપવામાં આવ્યો હતો ઉપરાંત અન્ય સંગઠનોએ પણ વિરોધ દર્શાવતા રાજ્ય સરકારે નવા જંત્રીના દરમાં કેટલીક રાહતો આપવાની જાહેરાત કરી હતી. જો કે ખેતી, બિનખેતીની જમીનના બે ગણા દર વસુલ કરાશે, પેઈડ એફએસઆઈમાં મોટી રાહત પ્લાન પાસ થઈ ગયા હોય તેવા કિસ્સામાં નવી જંત્રી લાગુ પડશે નહીં, ખેતીથી ખેતીની જમીન માટે ૨૫ ને બદલે ૨૦ ટકા અને બિનખેતી માટે ૪૦ને બદલે ૩૦ ટકા વસુલ કરાશે.
ટીમોની રચના પણ કરાઈ
વેલ્યુઝોન જાહેર થયા બાદ સુરત શહેર અને તમામ જિલ્લાઓમાં જંત્રીનો સરવે શરૂ કરવાની તમામ તૈયારી શરૂ થઈ ગઈ છે.જેના માટે મોટા પાયે ટીમોની રચના પણ કરાઈ રહી છે.મહત્વ ની વાત છે કે સુરત શહેર અને જિલ્લામાં સને-૨૦૧૧ બાદ હવે ૨૦૨૩ માં નવી જંત્રી માટે મોટાપાયે સરવે હાથ ધરવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેના માટે વિવિધ એટલે કે જિલ્લા તંત્ર દ્વારા અલગ અલગ વિભાગો પાસે કર્મચારીઓનો ડેટા માંગવામાં આવ્યો હતો.જેથી સમગ્ર ડેટા એકત્ર કરી હવે આગામી દિવસોમાં ટીમ મેદાનમાં ઉતારી એક્શન બોલવવાશે
નવી જંત્રી વેલ્યુઝોન જાહેર કરાશે
જંત્રી અંગે સુરત જિલ્લા ક્લેક્ટર આયુષ ઓકે જણાવ્યું હતું કે નવી જંત્રી માટે હવે સરકાર તૈયાર છે જેથી હવે લોકો એ પણ એની અમલવારીની તૈયારી રાખવી પડશે.પ્રકિયા ના ભાગરૂપે પહેલા નવી જંત્રી વેલ્યુઝોન જાહેર કરાશે જે બાદ શહેર અને જિલ્લામાં તાલુકાવાર મોજણી ની કામગીરી શરૂ કરાશે.
વર્ષ ૨૦૧૧ થી રાજ્યભરમાં જંત્રીના દરો સ્થિર
વધુમાં તેમણે એ પણ કહ્યું હતું કે મોજણી માટે અંદાજિત ૧૨ થી ૧૫ જેટલી ટીમ ની રચના કરાઇ છે. જેમને ખાસ ગામ્યો વિસ્તાર ની જવાબદારી સોંપવામાં આવી છે. જેના ભાગરુપે ચૂંટાયેલી ટીમ ગામે ગામ ફરી સ્થિતિ અને વિસ્તારનો કયાસ કાઢશે. સાથે જ તમામ સ્થિતિ નો ચિતાર સરકારમાં મોકલી આપવામાં આવશે.જે બાદ સ્થળ ની પરિ્થિતિ ઉપર સરકારની મહોર લાગશે અને ત્યાર બાદ જંત્રીના નવા દરો કાયમ માટે સરકાર દ્વારા અમલવારીમાં મૂકવામાં આવશે.મહત્વ ની વાત એ છે કે વર્ષ ૨૦૧૧ થી રાજ્યભરમાં જંત્રીના દરો સ્થિર રહ્યા હતા.જે દરમિયાન સરકાર દ્વારા જંત્રીના દરોમાં વધારો કરાયો ન હતો. જેને પગલે હવે નવેસરથી કવાયત શરૂ થતાં નવા દરો ને અમલ માં મુકવામાં આવશે.સરકારે જંત્રીના નવા દરો ને અમલમાં મૂકવા નિણર્ય કર્યો છે.જેથી સુરત શહેર અને જિલ્લા ના અધિકારીઓ દ્વારા તમામ પાટનગર થી શહેર અને તાલુકાવાઇઝ વેલ્યુઝોન નકી કરવાની મક્કમ કામગીરી હાથ ધરાઇ રહી છે. જો કે પહેલા થી જ સ્પષ્ટ હતું કે પરમેનન્ટ પોલિસી બનાવી સરકાર દ્વારા જંત્રીના દરો નકકી કરવામાં આવશે.આ માટે બનાવેલી ટીમો ને કામે લગાડાશે, ટીમમાં સુરત મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, સુડાના કર્મચારી અને તલાટીઓને સામેલ કરવા આયોજન કરાયું છે.
આ પણ વાંચો---ભરૂચના નંદેલાવમાં શું ઘરમાં ચાલતું હતું કુટણખાનું..?
Advertisement