Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

KKR માં ઈંગ્લેન્ડના આ ખેલાડીની થઇ એન્ટ્રી, વિપક્ષી ટીમ માટે ખતરાની ઘંટી

પંજાબ સામે પોતાની પ્રથમ મેચમાં હાર મળ્યા બાદ હવે KKR એ ટીમમાં એક મોટો ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. IPL 2023 ની સીઝનમાં શ્રેયસ ઐયર જ્યા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે ત્યારે બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ અલ હસન આ સીઝન...
kkr માં ઈંગ્લેન્ડના આ ખેલાડીની થઇ એન્ટ્રી  વિપક્ષી ટીમ માટે ખતરાની ઘંટી
પંજાબ સામે પોતાની પ્રથમ મેચમાં હાર મળ્યા બાદ હવે KKR એ ટીમમાં એક મોટો ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. IPL 2023 ની સીઝનમાં શ્રેયસ ઐયર જ્યા ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે ત્યારે બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ અલ હસન આ સીઝન માટે ઉપલબ્ધ નથી. ત્યારે ટીમને એક એવા ખેલાડીની જરૂર હતી કે જેને પર ટીમ ભરોસો રાખી શકે કે તે ટીમને જીત અપાવવામાં પૂરી રીતે સક્ષમ છે. આ ખેલાડી ઈંગ્લેન્ડનો જેસન રોય છે. જેને KKR એ 2.8 કરોડ રૂપિયામાં સાઈન કર્યો હતો. વળી તેની મૂળ કિંમત 1.2 કરોડ રૂપિયા હતી.
કોલકતા નાઈટ રાઈડર્સની ટીમ પોતાની પ્રથમ મેચ હાર્યા બાદ આવતી કાલે રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વિરુદ્ધ રમવાની છે તે પહેલા જ ટીમે એક દમદાર અને તોફાની બેટ્સમેનને પોતાની ટીમમાં સમાવ્યો છે. જેસન રોયનો સમાવેશ કરીને KKR એ તમામ અટકળોનો અંત લાવી દીધો છે. જણાવી દઈએ કે, નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યરને લીગમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે, ત્યારબાદ તેના સ્થાને રોયને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે શ્રેયસ અય્યર પીઠની ઈજાને કારણે IPL માંથી બહાર થઈ ગયો હતો, ત્યારબાદ KKR ને મોટો ઝટકો લાગ્યો હતો.
હાલમાં, ઐયર લંડનમાં તેની સર્જરી કરાવશે. તેના સિવાય બાંગ્લાદેશનો ઓલરાઉન્ડર શાકિબ પણ IPL 2023ની ઘણી મેચો મિસ કરશે. ત્યારે ટીમમાં જેસન રોયના પ્રવેશથી અન્ય ખેલાડીઓમાં પણ સકારાત્મકતા આવે તો નવાઈ નથી. જેસન રોય, જે અગાઉ 2017 અને 2018 ની સીઝનમાં જોવા મળ્યો હતો, તે છેલ્લે 2021 સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા જોવા મળ્યો હતો. વર્ષ 2021માં, તેણે પાંચ મેચ રમી, જેમાં એક અડધી સદી સહિત 150 રન બનાવ્યા. 32 વર્ષીય ખેલાડીએ ઈંગ્લેન્ડ માટે 64 T20I રમી છે, જેમાં 8 અર્ધસદી સાથે 137.61ના સ્ટ્રાઈક રેટથી 1522 રન બનાવ્યા છે.
IPL એ લખ્યું છે કે, કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) IPL 2023 માટે પોતાની ટીમમાં જેસન રોયનો સમાવેશ કર્યો છે. તેને 2.8 કરોડ રૂપિયામાં ટીમમાં જગ્યા આપવામાં આવી છે. શ્રેયસ અય્યર તેની પીઠની ઈજાને કારણે આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે અને શાકિબ અલ હસને પણ તેની ગેરહાજરીની જાણકારી આપી છે. આ દરમિયાન તેણે 30.00ની એવરેજ અને 123.96ની સ્ટ્રાઈક રેટથી 329 રન બનાવ્યા છે. અગાઉ વર્ષ 2021 માં રોય સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમ્યો હતો.
જણાવી દઇએ કે, આ સિઝનમાં દરેક ફ્રેન્ચાઈઝીમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે ઈજાગ્રસ્ત ખેલાડીઓની બદલીનો મુદ્દો દરેક માટે માથાનો દુખાવો બની ગયો છે. વળી, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને ગંભીર નુકસાન થયું છે. પહેલા શ્રેયસ અય્યર અને પછી શાકિબ જેઓ આયર્લેન્ડ સામેની શ્રેણીને કારણે ઘણી મેચો નહીં રમે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.