Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભૂકંપથી ધ્રુજી ઉઠી ધરતી, ક્યાંક વધુ તો ક્યાંક ભયાનક ઝટકા અનુભવાયા

દેશ અને દુનિયામાં ભૂકંપના ઝટકા લગભગ રોજ આવી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. તાજેતરમાં પાપુઆ ન્યુ ગિનીમાં ભયાનક ભૂકંપના ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર જ્યારે તેની તીવ્રતા માપવામાં આવી તો તે 7.0 હતી. જોકે, હજુ સુધી કોઇ જાન-માલને...
ભૂકંપથી ધ્રુજી ઉઠી ધરતી  ક્યાંક વધુ તો ક્યાંક ભયાનક ઝટકા અનુભવાયા
દેશ અને દુનિયામાં ભૂકંપના ઝટકા લગભગ રોજ આવી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. તાજેતરમાં પાપુઆ ન્યુ ગિનીમાં ભયાનક ભૂકંપના ઝટકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર જ્યારે તેની તીવ્રતા માપવામાં આવી તો તે 7.0 હતી. જોકે, હજુ સુધી કોઇ જાન-માલને નુકસાન થયાના સમાચાર નથી. બીજી તરફ તિબેટમાં પણ મોડી રાત્રિએ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપના ઝટકા મોડી રાત્રિએ 1.12 વાગ્યા અનુભવાયા હતા. આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.2 માપવામાં આવી હતી.
યુએસ જીઓલોજિકલ સર્વેના જણાવ્યા અનુસાર સોમવારે સવારે પાપુઆ ન્યુ ગિનીમાં આવેલો ભૂકંપ દરિયાકાંઠાના શહેર વેવાકથી 97 કિલોમીટર (60 માઈલ) દૂર 62 કિલોમીટરની ઊંડાઈમાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે રાત્રે તિબેટના શિઝાંગ શહેરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, શિજાંગમાં બપોરે 1.12 વાગ્યે આંચકા અનુભવાયા હતા. આ પછી મોટી સંખ્યામાં લોકો ઘરોમાંથી બહાર રોડ અને જમીન પર આવી ગયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.2 માપવામાં આવી હતી. હાલ કોઇપણ પ્રકારના નુકસાનની માહિતી નથી. બીજી તરફ રવિવારે સવારે 11 વાગ્યે મધ્યપ્રદેશના જબલપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 નોંધવામાં આવી હતી.
જણાવી દઇએ કે, પૃથ્વીની અંદર કુલ 7 ટેકટોનિક પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. જ્યારે તેઓ એકબીજા સાથે અથડાય છે, ત્યારે જમીન ધ્રૂજવા લાગે છે, જેને ભૂકંપ કહેવામાં આવે છે. રિક્ટર સ્કેલનો ઉપયોગ ભૂકંપ માપવા માટે થાય છે, જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે.
Advertisement
Advertisement

.