ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલની સબજેલમાં એસીડ ગટગટાવનાર કેદીનું મોત, દુષ્કર્મના કેસમાં હતો આરોપી

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ  શનીવારે ગોંડલ સબજેલમાં કાચાકામના કેદી ત્રિલોકીરામ ચમાર ઉ. ૨૨ તથા કમલેશ્ર્વર પ્રસાદ ભવાદી ઉ.૨૫ એ એસીડ ગટગટાવી લેતા જેલમાં દોડધામ મચી જવા પામી હતી.બન્ને કેદીઓને ગોંડલ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા...
03:09 PM Aug 14, 2023 IST | Vishal Dave

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ 

શનીવારે ગોંડલ સબજેલમાં કાચાકામના કેદી ત્રિલોકીરામ ચમાર ઉ. ૨૨ તથા કમલેશ્ર્વર પ્રસાદ ભવાદી ઉ.૨૫ એ એસીડ ગટગટાવી લેતા જેલમાં દોડધામ મચી જવા પામી હતી.બન્ને કેદીઓને ગોંડલ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં ગત મોડી રાત્રીના કમલેશ્ર્વર પ્રસાદનુ મોત નિપજ્યુ હતુ.પોલીસે તેનુ ફોરેન્સિક પીએમ કરવા તજવીજ હાથ ધરી હતી.

કમલેશ્ર્વર પ્રસાદ ધોરાજી મા દુષ્કર્મના કેસમાં પકડાયા બાદ ગોંડલ સબજેલમાં હતો.તેની સાથેનો ત્રિલોકીરામ ચમાર જેતપુરમાં હત્યાની ઘટના અંગે સબજેલમાં હતો.સબજેલમાં બન્ને કેદીઓ એકજ બેરેકમાં સાથે હતા.અને સફાઇ કામગીરી સંભાળતા હતા. આરોપી કેદી કમલેશ્ર્વર પ્રસાદને ભોગ બનનારે તેની વિરુદ્ધમાં નિવેદન આપ્યુ હોવાથી કડક સજા પડવાની બીક હતી.જ્યારે ત્રિલોકીરામને પણ જેલ માથી છોડાવવા પરિવાર દ્વારા વ્યવસ્થા થતી ના હોય સજા પડવાની બીક હતી.આમ જેલની સજાની બીકે બન્નેએ શનીવારે સફાઇમાં વપરાતુ એસીડ પી જઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જેમા ગત રાત્રે કમલેશ્ર્વર પ્રસાદે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

ગોંડલની સબજેલમાં આ પહેલા પણ કેદીઓ દ્વારા આત્મહત્યાના પ્રયાસ થયાની ઘટનાઓ બની છે.માથાભારે કેદીઓ દ્વારા જેલ સ્ટાફને દબાવવાની તથા સબજેલના કેટલાક કર્મચારીઓ બાહુબલી કેદીઓ સાથે મીલીભગત ધરાવતા હોવાની વિગતો બહાર આવી ચુકીછે. ત્યારે સબજેલમાં રહેલા કેદીની આત્મહત્યાની ઘટનાએ સબજેલને ફરી વિવાદી બનાવી છે

Tags :
accusedacidDeathGondalPrisonerrape casesubjail
Next Article