Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VGGS-2024 દેશનો સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’

VGGS-2024  : સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (M/o MSME) અને ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ૨૦૨૪ (VGGS-2024 )ની મુલાકાત રાજ્યભરમાંથી આવેલ નાગરીકો લઇ રહ્યા છે. VGGS-2024 ના આ પ્રદર્શનમાં મહિલાઓને સ્વનિર્ભર બનાવવા  તેમનાં કૌશલ્યનો ઉપયોગ...
vggs 2024 દેશનો સૌથી વિશાળ ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો’

VGGS-2024  : સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (M/o MSME) અને ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ૨૦૨૪ (VGGS-2024 )ની મુલાકાત રાજ્યભરમાંથી આવેલ નાગરીકો લઇ રહ્યા છે. VGGS-2024 ના આ પ્રદર્શનમાં મહિલાઓને સ્વનિર્ભર બનાવવા  તેમનાં કૌશલ્યનો ઉપયોગ રોજગારીમાં પરિવર્તીત કરવા લેવાયેલ પગલા ના સ્ટોલે આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે.

Advertisement

VGGS-2024 ના આ ટ્રેડ શોમાં  લઘુ , મધ્યમ અને સૂક્ષ્મ મંત્રાલયના સહયોગથી જે કારીગરો પોતાના કૌશલ્ય પ્રમાણે પોતાનો ઉદ્યોગ સ્થાપિત કર્યા  છે અને રોજગારી મેળવી રહ્યાં છે તે પેવેલિયનમાં સૌથી વધુ મુલાકાતીઓ મુલાકાત કરી પસંદગીની ચીજ વસ્તુઓ ખરીદી રહ્યાં છે.

આ ડોમની વિશેષતા એ છે કે તેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ,ઉદ્યોગ રજીસ્ટ્રેશન ,ચેમ્પિયન પોર્ટલ વગેરે જેવા MSME ના વિવિધ વિભાગો પ્રજાને તેમના કૌશલ્ય પ્રમાણે મદદરૂપ થવા માટે સહયોગરૂપ બન્યા છે.

Advertisement

આ પેવેલીયનમાં મહિલાઓ માટે ખાદી ઇન્ડિયા, વિવિધ પ્રકારના મસાલાની પ્રોડક્ટસ, કપડાઓ,સાડીઓ, જ્વેલરી ડેકોરેટિવ આઈટમ્સ વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સરકારના સહયોગ દ્વારા દેશના વિવિધ રાજ્યો ગુજરાત, રાજસ્થાન ,મહારાષ્ટ્ર, કેરળ, મધ્ય પ્રદેશ વગેમાંથી મહિલાઓએ ભાગ લીધો છે. સ્ટોલ નંબર 354 અને 355 ની કલકત્તાની મહિલાઓ દ્વારા ખાદી સિલ્ક, કાથા વર્ક, બંગાળી વર્ક, કાશ્મીરી વર્ક તથા ભાત ભાતની રંગબેરંગી સાડીઓ, ડ્રેસ મટીરીયલ, કુર્તાઓનું સુંદર કલેક્શન મહિલાઓને મુગ્ધ કરી દે છે.

VGGS-2024  અન્વયે યોજાયેલ દેશના સૌથી મોટા ટ્રેડ શોમાં  પેવેલીયનમાં વડોદરાની KOI કંપની દ્વારા મહિલાઓ માટે પ્રીમિયમ સાથે અફોર્ડેબલ પ્રાઈઝમાં નાઈટવેર મેટરનીટી વેરનું  કલેક્શન છે. આ સ્ટોલના ફાઉન્ડર ગુજરાત સરકારના એમ.એસ.એમ.ઈ મંત્રાલયના આભારી છે જે તેમને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સહયોગી બન્યું છે

Advertisement

આ પણ વાંચો----VGGS 2024 વોટ્સથી ગીગાવોટ એનર્જી સેમીનાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.