Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોરોનાને માત આપી રહ્યો છે દેશ, આજે નોંધાયા માત્ર આટલા કેસ

દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. કોરોનાને હરાવવામાં ભારત હાલમાં સફળ થઇ રહ્યુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. આજે (સોમવાર) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં આજે 16,051 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે બાદ દેશમાં કુલ કેસોની સંખ્યા 42.84 મિલિયન પર લઈ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી મૃત્યુઆંક વધીને 206 પર પહોંચી ગયો છે અને કુલ મૃત્યુઆંક 512,109 પર પહોંચી àª
કોરોનાને માત આપી રહ્યો છે દેશ  આજે નોંધાયા માત્ર આટલા કેસ
દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. કોરોનાને હરાવવામાં ભારત હાલમાં સફળ થઇ રહ્યુ હોય તેવુ દેખાઇ રહ્યુ છે. આજે (સોમવાર) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારતમાં આજે 16,051 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, જે બાદ દેશમાં કુલ કેસોની સંખ્યા 42.84 મિલિયન પર લઈ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19થી મૃત્યુઆંક વધીને 206 પર પહોંચી ગયો છે અને કુલ મૃત્યુઆંક 512,109 પર પહોંચી ગયો છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 37,901 દર્દીઓ ઠીક થયા અને તેમને રજા આપવામાં આવી છે. કુલ રિકવરી રેટ લગભગ 98.33% ટકા અને સાજા થયેલા લોકોની કુલ સંખ્યા 4,21,24,284 થઈ ગઈ. ભારતમાં કોવિડ-19ના કુલ સક્રિય કેસ ઘટીને 2,02,131 (0.47%) પર આવી ગયા છે, જે આજે મંત્રાલયના ડેટા દર્શાવે છે. દેશમાં કુલ મૃત્યુઆંક હવે 5,12,109 છે. ભારતમાં, કોવિડ મહામારીના કારણે પ્રથમ મૃત્યુ માર્ચ 2020 માં થયું હતું. દૈનિક પોઝિટિવિટી રેટ આજે 1.20% ટકા છે. વળી, દેશમાં 1,75,46,25,710 લોકોને કોરોના રસી આપવામાં આવી છે.  
Advertisement

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ગઈકાલે ભારતમાં 8,31,087 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 76,01,46,333 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Tags :
Advertisement

.