દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 6 હજારથી પણ ઓછા નોંધાયા
દેશમાં ઝડપથી કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખતા હવે સામાન્ય નાગરિકો માટે સરકારે નિયમો પણ હળવા કરી દીધા છે. આજે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 6 હજારથી પણ ઓછા કોરોનાના કેસ નોંધાયા છે. દેશ ધીમે ધીમે કોરોનાથી મુક્ત થઈ રહ્યો છે. કડક નિયંત્રણો અને રસીકરણ પર ભાર મૂકવાની સાથે, કોરોનાની ત્રીજી લહેરની અસર ટૂàª
Advertisement
દેશમાં ઝડપથી કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખતા હવે સામાન્ય નાગરિકો માટે સરકારે નિયમો પણ હળવા કરી દીધા છે. આજે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 6 હજારથી પણ ઓછા કોરોનાના કેસ નોંધાયા છે.
દેશ ધીમે ધીમે કોરોનાથી મુક્ત થઈ રહ્યો છે. કડક નિયંત્રણો અને રસીકરણ પર ભાર મૂકવાની સાથે, કોરોનાની ત્રીજી લહેરની અસર ટૂંક સમયમાં કાબૂમાં આવી છે. જો કે, આ વર્ષે નિષ્ણાતોએ દેશમાં કોવિડની ચોથી લહેરની સંભાવના અંગે ચેતવણી આપી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 5,921 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ સાથે, સક્રિય કેસોની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. હાલમાં દેશમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા 63,006 છે. સક્રિય કેસનો દર ઘટીને 0.15 ટકા થયો છે. સ્થિતિ ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહી હોવાથી લગભગ તમામ રાજ્યોમાં નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે.
નિયંત્રણો લાદીને અને રસીકરણ પર ભાર મૂકીને આ વાયરસનો ફેલાવો અટકાવવાનું શક્ય બન્યું છે. જો કે, દેશનો મૃત્યુદર હજુ પણ ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં, મૃત્યુઆંક ફરી વધી રહ્યો છે. કોરોનાથી એક જ દિવસમાં 269 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં આ મહામારીને કારણે અત્યાર સુધીમાં 5,14,878 લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે, રીકવરી રેટમાં રાહત જોવા મળી રહી છે. માહિતી અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 4,23,8,721 લોકો કોરોનાથી મુક્ત થઈ ચુક્યા છે. તેમાંથી છેલ્લા 24 કલાકમાં 11,851 લોકો કોરોનાથી સાજા થયા છે. રીકવરી રેટ 98.75 ટકા છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 175.5 મિલિયનથી વધુ ડોઝની રસી આપવામાં આવી છે. જેમાંથી ગઈકાલે 24 લાખથી વધુને રસી અપાઈ હતી. રસીકરણ ઉપરાંત ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે. ગઈકાલ સુધીમાં 9,40,905 લોકોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
Advertisement