બાંગ્લાદેશનો આ ઓલરાઉન્ડર કોરોના પોઝિટિવ, શ્રીલંકા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટમાંથી બહાર
બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનો મંગળવારે કોવિડ-19 રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમા તે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે તે શ્રીલંકા સામે 15 મેથી ચિત્તાગોંગમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન મંગળવારે શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો છે. જેનું કારણ તેનો કોરોનાનો રિપોર્ટ છ
બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનો મંગળવારે કોવિડ-19 રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમા તે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેના કારણે તે શ્રીલંકા સામે 15 મેથી ચિત્તાગોંગમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે.
બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન મંગળવારે શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો છે. જેનું કારણ તેનો કોરોનાનો રિપોર્ટ છે. જીહા, શાકિબ અલ હસન કોરોના પોઝિટિવ છે. 35 વર્ષીય શાકિબ સોમવારે યુએસએથી પરત ફર્યો હતો અને તેની મંગળવારે ચિત્તાગોંગમાં બાંગ્લાદેશની ટીમમાં જોડાવાની આશા હતી. જોકે, ઓલરાઉન્ડરનો બે વખત પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેને આઈસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. કોવિડ-19 પ્રોટોકોલ હેઠળ, તેણે આગામી પાંચ દિવસ માટે આઈસોલેશનમાં રહેવું પડશે. BCBના ક્રિકેટ ઓપરેશન્સના પ્રમુખ જલાલ યુનિસે ક્રિકબઝને જણાવ્યું હતું કે, શાકિબનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તે શ્રીલંકા સામેની પ્રારંભિક ટેસ્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં.
શાકિબે છેલ્લી ટેસ્ટ રમી હતી, જ્યારે ડિસેમ્બર 2021માં બાંગ્લાદેશનો મીરપુર ખાતે પાકિસ્તાનનો સામનો થયો હતો. તે શ્રીલંકા સામેની આગામી ઘરઆંગણે શ્રેણીમાં લાંબા ફોર્મેટમાં પરત ફરશે તેવી અપેક્ષા હતી. શાકિબ કૌટુંબિક કારણોસર ન્યૂઝીલેન્ડની ટેસ્ટ શ્રેણી ચૂકી ગયો હતો, ત્યારબાદ વન-ડે શ્રેણી રમીને અંગત કારણોસર દક્ષિણ આફ્રિકાથી પાછો ફર્યો હતો. ઉલ્લેખનીય છે કે, 15 મેથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી પહેલા જ કેટલાક મહત્વના ખેલાડીઓની ઈજાએ બાંગ્લાદેશને મુશ્કેલીમાં મુકી દીધું હતું, પરંતુ બાંગ્લાદેશને શાકિબના રૂપમાં સૌથી મોટો ઝટકો લાગ્યો છે. શાકિબ અગાઉ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર પણ ટેસ્ટ શ્રેણીનો ભાગ નહોતો.
Advertisement