Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Realme એ લોન્ચ કર્યો આ શાનદાર સસ્તો 5G ફોન, જાણો કિંમત

Realme New Smartphone: ચાઈનીઝ કંપની Realme એક પછી એક નવા ડિવાઈસ લૉન્ચ કરી રહી છે, જે બજેટ સેગમેન્ટમાં પણ બેસ્ટ સાબિત થઇ રહ્યાં છે. આ કેટેગરીમાં હવે કંપનીએ બીજો નવો ફોન Realme 12X 5G લૉન્ચ કર્યો છે, જે કંપની સૌથી...
realme એ લોન્ચ કર્યો આ શાનદાર સસ્તો 5g ફોન  જાણો કિંમત

Realme New Smartphone: ચાઈનીઝ કંપની Realme એક પછી એક નવા ડિવાઈસ લૉન્ચ કરી રહી છે, જે બજેટ સેગમેન્ટમાં પણ બેસ્ટ સાબિત થઇ રહ્યાં છે. આ કેટેગરીમાં હવે કંપનીએ બીજો નવો ફોન Realme 12X 5G લૉન્ચ કર્યો છે, જે કંપની સૌથી ઝડપી ચાર્જિંગ ફોન તરીકે લાવી છે. આ ફોનમાં તમને 45W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળે છે.

Advertisement

નવો ફોન Realme 12X 5G લૉન્ચ કર્યો

કંપની ત્રણ રેમ અને સ્ટોરેજ ઓપ્શનોમાં Realme 12X 5G લાવી છે. પહેલા 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા રાખવામાં આવી છે. 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટનું બીજું વેરિઅન્ટ 13 હજાર 499 રૂપિયામાં ઉપલબ્ધ છે, જ્યારે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 14 હજાર 999 રૂપિયા રાખવામાં આવી છે.

Advertisement

Advertisement

Realme 12X 5G ફોનની શું છે ખાસિયત

ફોનના ફિચર્સની વાત કરીએ તો આ ફોનમાં તમને ફુલ એચડી પ્લસ રિઝૉલ્યૂશનવાળી 6.72 ઇંચની એલસીડી સ્ક્રીન મળશે, જેનો રિફ્રેશ રેટ 120Hz છે. ફોનની પીક બ્રાઇટનેસ 950 nits છે, જ્યારે પ્રોસેસર માટે MediaTek Dimensity 6100+ ચિપસેટનો તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોટોગ્રાફી માટે 50MP મુખ્ય કેમેરા સેટઅપ, સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે 8MP ફ્રન્ટ કૅમેરો, 5000mAh બેટરી, 45W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ, Android 14 પર આધારિત OSનો સપોર્ટ, સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર સહિત ઘણી વિશેષ સુવિધાઓ આપવામાં આવી છે.

કંપનીએ આ ફોનનું ટીઝર પણ રિલીઝ કર્યું

Realme એ તાજેતરમાં જ તેના ઓફિશિયલ X હેન્ડલ દ્વારા આ ફોનની લોન્ચિંગ તારીખની જાહેરાત કરી હતી, ત્યારબાદ તેને 2 એપ્રિલે લોન્ચ કરવામાં આવ્યો હતો. કંપનીએ આ ફોનને એન્ટ્રી લેવલનો 5G ફોન ગણાવ્યો છે. કંપનીએ ખુલાસો કર્યો છે કે ભારતમાં આ પહેલો સ્માર્ટફોન હશે જે 12,000 રૂપિયાની અંદર 45W ફાસ્ટ ચાર્જિંગ અને 5G કનેક્ટિવિટી સાથે આવશે. કંપનીએ આ ફોનનું ટીઝર પણ રિલીઝ કર્યું હતું.

આ  પણ  વાંચો  - Oneplus Offer : માત્ર 1 રૂપિયામાં મળી રહ્યાં છે OnePlus Nord 3,કરવું પડશે આ કામ..

આ  પણ  વાંચો  - WhatsApp Charge : WhatsApp નો મોટો નિર્ણય, હવે દરેક SMS પર લાગશે આટલો રૂપિયા ચાર્જ

આ  પણ  વાંચો  - Facebook : જો તમે Facebook યુઝર છો તો…..!

Tags :
Advertisement

.