High Speed Internet: આધુનિક દુનિયામાં પ્રકૃતિના પતન માટે શું ઈન્ટરનેટ સ્પીટ જવાબદાર?
ઈન્ટરનેટ સ્પીડ સમયને માત આપશે
આજે ઈન્ટરનેટનું નેટવર્ક સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે. તો બીજી તરફ દરેકના હાથમાં સ્માર્ટફોન છે, જે 5G ઇન્ટરનેટ પર ચાલે છે. તમે ક્લિક કરો કે તરત જ કોઈપણ માહિતી ઉપલબ્ધ થઈ જાય છે. દુનિયાના કોઈપણ ખૂણામાં બેઠેલી વ્યક્તિ સાથે સેકન્ડોમાં વાત કરી શકાય છે. 2Gથી શરૂ થયેલી ઈન્ટરનેટની દુનિયા આજે 5G સુધી પહોંચી ગઈ છે અને એટલી ઝડપી બની ગઈ છે કે સમયને પણ માત આપી શકે છે.
શું તમે જાણો છો કે આ સ્પીડનું રહસ્ય શું છે?
સોશિયલ મીડિયા X પર એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વીડિયોને આધારીત ઈન્ટરનેટ સ્પીડને સંલગ્ન તમામ પ્રશ્નોનો જવાબ મળી રહે છે. જ્યારે આપણે અવકાશમાંથી પૃથ્વીને જોઈએ છીએ, ત્યારે દૃશ્ય ખૂબ જ સુંદર છે. પૃથ્વીનો દરેક ખૂણો દેખાય છે, પરંતુ આ વિડિયોમાં તમે પૃથ્વી પર બિછાવેલા ઓપ્ટિક ફાઈબર કેબલનું નેટવર્ક જોઈ શકો છો. આ ઈન્ટનેટ નેટવર્કને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કે પૃથ્વી પર રહેતા લોકોને હાઈ સ્પીડ ઈન્ટરનેટ આપવાની કિંમત કેવી રીતે ચૂકવવામાં આવી રહી છે. વીડિયોમાં પૃથ્વી ફરતી જોવા મળી રહી છે. પૃથ્વીના વાદળી ભાગમાં રંગબેરંગી તરંગો જોવા મળી રહી છે. આ તરંગોથી સંપૂર્ણ પણે ઢંકાયેલી દેખાઈ આવે છે. કારણ કે..... આ તરંગો દ્વારા પૃથ્વી પર રહેતા લોકોને ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. પરંતુ ઈન્ટરનેટ સ્પીડની મહત્વકાંક્ષાને કારણે પૃથ્વી પર સંકટ ફરી વળ્યું છે.
Almost all internet traffic is transmitted via submarine cables, which have a total length of around 1.3 million kilometers, or about three times the distance from the Earth to the Moon.
📽: Tyler Morgan-Wallpic.twitter.com/bX6DjP0mNh
— Wonder of Science (@wonderofscience) December 16, 2023
વિશ્વભરના લોકોને આટલું હાઇ સ્પીડ ઇન્ટરનેટ કેવી રીતે મળે છે?
વાયરલ થઈ રહેલા આ વીડિયોને વન્ડર ઓફ સાયન્સ નામના એક્સ યુઝરે તેના એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. એવું કહેવામાં આવે છે કે આ સબમરીન કેબલનું નેટવર્ક છે, જેના દ્વારા ઇન્ટરનેટ પ્રસારિત થાય છે. આ કેબલ્સની લંબાઈ લગભગ 1.3 મિલિયન કિલોમીટર છે, જે પૃથ્વીથી ચંદ્ર સુધીના અંતર જેટલી છે, એટલે કે જો આ કેબલોને સીધા કરવામાં આવે તો ચંદ્ર સુધીની આ કેબલ્સ લંબાઈ ધરાવે છે.
આ પણ વાંચો: દાઉદ ઇબ્રાહિમ..જેને શોખ અને સંગતે બનાવી દીધો ડોન….!