Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરકારી કર્મચારીઓ હવે iPhone નો ઉપયોગ નહીં કરી શકે, જાણો પૂરી વિગત

iPhone દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતો મોબાઈલ ફોન છે. અત્યારે જો કોઈને પૂછવામાં આવે કે પછી તેમને ફોન ખરીદવાનું કહેવામાં આવે તો તેઓ કયો મોબાઈલ પસંદ કરશે. મોટાભાગના લોકો Apple નો iPhone પસંદ કરશે. તમારામાંથી ઘણા એવા હશે જે...
સરકારી કર્મચારીઓ હવે iphone નો ઉપયોગ નહીં કરી શકે  જાણો પૂરી વિગત

iPhone દુનિયાભરમાં સૌથી વધુ ઉપયોગ કરવામાં આવતો મોબાઈલ ફોન છે. અત્યારે જો કોઈને પૂછવામાં આવે કે પછી તેમને ફોન ખરીદવાનું કહેવામાં આવે તો તેઓ કયો મોબાઈલ પસંદ કરશે. મોટાભાગના લોકો Apple નો iPhone પસંદ કરશે. તમારામાંથી ઘણા એવા હશે જે iPhone ખરીદવા માંગતા હશે. ફીચર્સ અને લુકના મામલે કંપની અન્ય મોબાઈલ કંપનીઓ કરતા આગળ છે. જો કે તેની કિંમત સામાન્ય લોકોના બજેટની બહાર છે, પરંતુ આવી સ્થિતિમાં તેને ખરીદવું માત્ર એક સ્વપ્ન બનીને રહી જાય છે. હવે આ અમેરિકન કંપની Apple વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે, હવે અમેરિકન કંપની Apple ની પ્રોડક્ટ iPhone પર ચીનમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પ્રતિબંધ બાદ હવે લોકો તેનો ઉપયોગ કરી શકશે નહીં.

Advertisement

સરકારી અધિકારીઓ iPhone નો ઉપયોગ નહી કરી શકે

Advertisement

ચીન અને અમેરિકા વચ્ચે હવે તણાવ વધી શકે છે. ચીને પોતાના દેશમાં iPhone ના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીને અચાનક iPhone ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. ચીન સરકારના નિર્દેશો અનુસાર હવે તેના સરકારી અધિકારીઓ iPhone નો ઉપયોગ કરી શકશે નહીં. જો કે આ પ્રતિબંધ માત્ર સરકારી અધિકારીઓને જ લાગુ પડશે. ચીને કહ્યું છે કે Apple iPhone અને અન્ય વિદેશી બ્રાન્ડના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે નહીં અને તેને ઓફિસમાં લાવવામાં આવશે નહીં. જણાવી દઈએ કે આ પ્રતિબંધ આવતા સપ્તાહે યોજાનારી Apple ઈવેન્ટ પહેલા લગાવવામાં આવ્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલે બુધવારે આ બાબતથી પરિચિત લોકોને ટાંકીને અહેવાલ આપ્યો હતો.

Advertisement

ચીન-અમેરિકામાં તણાવ વધતા ચીનમાં વિદેશી કંપનીઓ ચિંતામાં

તાજેતરના સપ્તાહના અંતે, સીમીયર્સે તેમના કર્મચારીઓને આ આદેશ આપ્યો હતો. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ ઓર્ડર કેટલા મોટા પાયે આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, હાલમાં આ પ્રતિબંધ આવતા અઠવાડિયે યોજાનારી Apple ઈવેન્ટ પહેલા લગાવવામાં આવ્યો છે. નિષ્ણાતો માને છે કે આ iPhones ની નવી શ્રેણીના લોન્ચિંગ વિશે હશે અને ચીન-અમેરિકાના વધતા તણાવને કારણે ચીનમાં કામ કરતી વિદેશી કંપનીઓમાં ચિંતા થઈ શકે છે. જણાવી દઈએ કે, Apple iPhone ને લઈને ચીન સરકારનો આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે. જ્યારે ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Huawei  એડવાન્સ્ડ 7nm ચિપસેટ વિકસાવવામાં સફળ રહી છે. આ ચિપસેટનો ઉપયોગ ‘મેટ 60 પ્રો’માં કરવામાં આવ્યો છે. 'મેટ 60 પ્રો' મોબાઈલ ફોન ચીનમાં ધૂમ મચાવી રહ્યો છે.

એપલની ચીન પર નિર્ભરતા

એપલના iPhones ચીનના હાઈ-એન્ડ સ્માર્ટફોન માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે અને દેશના સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં લોકપ્રિય છે. ક્યુપર્ટિનો સ્થિત ટેક જાયન્ટની આવકમાં ચીનનો ફાળો લગભગ 19 ટકા છે. ચીનને કેટલીક વિદેશી કંપનીઓને સ્થાનિક રીતે એકત્રિત કરવામાં આવેલ ડેટાને એક જગ્યાએ સંગ્રહિત કરવાની જરૂર છે. WSJ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, એપલ અને ટેસ્લા બંનેએ ચાઇનામાં ડેટા સેન્ટર બનાવ્યા છે, પરંતુ આવા પગલાં બેઇજિંગની રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને દૂર કરવા માટે પૂરતા નથી.

આ પણ વાંચો - ભારતમાં લાખોની સંખ્યામાં YouTube વીડિયો કરાયા Delete, જાણો શું છે કારણ

આ પણ વાંચો - iPhone 15 ને ટક્કર આપવા લોન્ચ થઇ રહ્યો છે આ કંપનીનો Smartphone

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.