Google Pay News: 4 જૂનથી આટલા દેશમાં Google Pay ની સેવા બંધ થવા જઈ રહી છે
Google Pay News: તાજેતરમાં વધુ એક વિશ્વાસપાત્ર ગણાતી ડિજિટલ એપ બંધ થવા જઈ રહી છે. ત્યારે Google એ Google Pay સેવાને બંધ કરવાની જાહેરાત કરી છે. જોકે Google Pay એ વર્ષ 2022 માં ગૂગલ વોલેટની જાહેરાત કરી હતી. ત્યારે વર્ષ 2022 માં Google Pay ના વપરાશકર્તાઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો હતો. ત્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે વપરાશકર્તા માટે પહેલી પસંદ બની હતી.
Gpay એ વર્ષ 2022 માં ગૂગલ વોલેટની જાહેરાત કરી હતી
4 જૂનના રોજ અમેરિકામાં GPay સેવા કામ કરતી બંધ થઈ જશે
180 દેશોમાં Gpay ને Google Wallet દ્વારા બદલવામાં આવ્યું
ત્યારે આજરોજ Google Play દ્વારા એપને લઈ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. 4 જૂનના રોજ Google Pay પોતાની સેવા બંધ કરી રહ્યું છે. ત્યારે આ સમાચાર સાંભળતા દરેક વપરાશકર્તાઓ ચિંતામાં મૂકાયા છે. ત્યારે દરેક લોકો આ સમાચારમાં કેટલી હકીકત છે, તે માટે શોધખોળ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Elon Musk News: હવે, યુઝર્સે Twitter લખવાનું ભૂલની, X.com લખવાની ટેવ પાડવી પડશે
અન્ય દેશોમાં તેની સેવા સંપૂર્ણપણે બંધ થઈ જશે
Google has announced that it will shut payments app Google Pay in the US to simplify app experience for users. It will migrate all users to Google Wallet.
The U.S. version of the Google Pay app will no longer be available for use starting June 4, 2024.
Google said that its… pic.twitter.com/PKcfLv3n5o
— Taxology India (@taxologyin) February 26, 2024
એ વાત સાચી છે કે, Google Pay તેની સેવા બંધ કરી રહ્યું છે. પરંતુ Google Pay સેવા ભારતમાં કાર્યરત રહેશે. ભારતીય નાગરિકોને તેનોથી કોઈ નુકસાન પહોંચશે નહીં. 4 જૂન પછી ગૂગલ પે એપ માત્ર ભારત અને સિંગાપોરમાં જ કામ કરશે. જ્યારે અન્ય દેશોમાં તેની સેવા સંપૂર્ણપણે બંધ થઈ જશે. કંપનીના જણાવ્યા અનુસાર તમામ યુઝર્સને ગૂગલ વોલેટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તે ઉપરાંત 4 જૂનના રોજ અમેરિકામાં Google Play સેવા કામ કરતી બંધ થઈ જશે.
આ પણ વાંચો: Airtel Recharge Hike : શું તમે Airtel ના યુઝર છો તો જાણી લો આ વાત
180 દેશોમાં Gpay ને Google Wallet દ્વારા બદલવામાં આવ્યું
તમને જણાવી દઈએ કે Google Pay સેવા બંધ થયા બાદ અમેરિકન યુઝર્સ ના તો પેમેન્ટ કરી શકશે અને ના તો મેળવી શકશે. ગૂગલે તમામ અમેરિકન યુઝર્સને ગૂગલ વોલેટ પર શિફ્ટ થવા માટે કહ્યું છે. એવું માનવામાં આવે છે કે કંપનીએ ગૂગલ વોલેટને પ્રમોટ કરવા માટે આવું પગલું ભર્યું છે. કંપનીએ તેના એક બ્લોગમાં જણાવ્યું કે લગભગ 180 દેશોમાં Gpay ને Google Wallet દ્વારા બદલવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Iphone ને કંટ્રોલ કરો હવે ફક્ત તમારી આંખોથી, આ Feature બદલી દેશે તમારો Experience