Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Elon Musk : ભારત સરકારના આદેશ બાદ કેટલાક પોસ્ટ-એકાઉન્ટ કર્યા બ્લોક, મસ્કની કંપની Xનો દાવો

Elon Musk :  ભારત સરકારના આદેશ બાદ ઈલોન મસ્ક (Elon Musk)ની માલિકીની કંપની એક્સ પર કેટલીક પોસ્ટ અને એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દીધા છે. જો કે, આ કાર્યવાહી પછી પણ કંપનીએ ગ્લોબલ ગવર્નન્સ અફેર્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને ભારત...
elon musk   ભારત સરકારના આદેશ બાદ કેટલાક પોસ્ટ એકાઉન્ટ કર્યા બ્લોક  મસ્કની કંપની xનો દાવો

Elon Musk :  ભારત સરકારના આદેશ બાદ ઈલોન મસ્ક (Elon Musk)ની માલિકીની કંપની એક્સ પર કેટલીક પોસ્ટ અને એકાઉન્ટ ભારતમાં બ્લોક કરી દીધા છે. જો કે, આ કાર્યવાહી પછી પણ કંપનીએ ગ્લોબલ ગવર્નન્સ અફેર્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને ભારત સરકારના આદેશ સાથે અસંમતિ વ્યક્ત કરી છે.

Advertisement

X પોસ્ટ કરી ભારત સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો

Advertisement

X ગ્લોબલ ગવર્નન્સ અફેર્સ એકાઉન્ટ દ્વારા એક પોસ્ટમાં જણાવ્યું છે કે,ભારત સરકારે આદેશ આપ્યો છે કે એક્સ કેટલાક એકાઉન્ટ અને પોસ્ટ પર કાર્યવાહી કરે. આ આદેશનું ઉલ્લંઘન દંડ અને કેદ સહિત સંભવિત દંડને પાત્ર છે. તેથી અમે આદેશ મુજબ માત્ર ભારતમાં જ કેટલાક એકાઉન્ટ અને પોસ્ટ બ્લોક કર્યા છે. જો કે અમે આ કાર્યવાહીથી અસહમત છીએ અને અમે માનીએ છીએ કે, અભિવ્યક્તિની સ્વતંત્રતાનું સન્માન જાળવવું જોઈએ.

Advertisement

X સરકારી આદેશને જાહેર કરવાની માંગ કરી

મસ્કની કંપનીએ અભિવ્યક્તિની સ્વતંત્ર એટલે કે ફ્રિડમ ઑફ એક્સપ્રેશનને ટાંકીને લખ્યું કે, કેન્દ્ર સરકારના આદેશનું પાલન કરી કંપની માત્ર ભારતમાં જ આવા એકાઉન્ટ અને પોસ્ટને અટકાવશે. આ ઉપરાંત એક્સે કહ્યું કે, કાયદાકીય જવાબદારીઓના કારણે અમે ભારત સરકારના આદેશને જાહેર કરવામાં અસમર્થ છીએ, પરંતુ યુઝર્સ વચ્ચે પારદર્શકતા જાળવવા અમારે આ કહેવું જરૂરી છે. આવી બાબત જાહેર ન કરવાથી જવાબદારીનો અભાવ ઉભો થઈ શકે છે અને મનમાની રીતે નિર્ણય લેવાયો હોય તેવી પણ સ્થિતિ ઊભી થઈ શકે છે.

આ  આપણ   વાંચો  - Social media platforms : Google, YouTube અને Instagram દ્વારા થઈ રહી છે જાસૂસી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.