Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Elista એ લોન્ચ કરી Apple Watch જેવી દેખાતી લેટેસ્ટ સ્માર્ટ વૉચ! જાણો તેની કિંમત અને અદ્ભુત ફીચર્સ

છેલ્લા અમુક વર્ષોમાં સ્માર્ટ વૉચનું માર્કેટ ખૂબ જ વધી ગયું છે. માર્કેટમાં સ્માર્ટ વૉચને લઈ સતત નવી નવી બ્રાન્ડ્સ અને વેરિયન્ટ આવી રહ્યા છે. જે ગ્રાહકને બજેટ ફ્રેન્ડલી અને ક્લાસી વિકલ્પ આપે છે. ત્યારે હવે એલિસ્ટાએ (Elista) સ્માર્ટવોચ માર્કેટમાં પણ...
elista એ લોન્ચ કરી apple watch જેવી દેખાતી લેટેસ્ટ સ્માર્ટ વૉચ  જાણો તેની કિંમત અને અદ્ભુત ફીચર્સ

છેલ્લા અમુક વર્ષોમાં સ્માર્ટ વૉચનું માર્કેટ ખૂબ જ વધી ગયું છે. માર્કેટમાં સ્માર્ટ વૉચને લઈ સતત નવી નવી બ્રાન્ડ્સ અને વેરિયન્ટ આવી રહ્યા છે. જે ગ્રાહકને બજેટ ફ્રેન્ડલી અને ક્લાસી વિકલ્પ આપે છે. ત્યારે હવે એલિસ્ટાએ (Elista) સ્માર્ટવોચ માર્કેટમાં પણ પ્રવેશ કર્યો છે અને ભારતમાં તેનું નવા ઉપકરણ લોન્ચ કર્યાં છે.

Advertisement

Elista એ સ્માર્ટ વોચની નવી અને બજેટેડ સીરિઝ લોન્ચ કરી છે, જેને SmartRist E- series કહેવામાં આવે છે. આ સીરિઝમાં ત્રણ સ્માર્ટ વોચનો સમાવેશ થાય છે, SmartRist E-1, SmartRist E-2 અને SmartRist E-4. તેમાંથી બે ડિવાઇસ એટલે કે E-1 અને E-2 એપલ વોચ જેવા દેખાય છે. SmartRist E સીરિઝની વાત કરીએ તો કંપનીએ આ ડિવાઇસની કિંમત રૂ. 2 હજારથી ઓછી રાખી છે. મીડિયા અહેવાલ અનુસાર, SmartRist E-1 મોડલની કિંમત રૂ. 1,799 નક્કિ કરાઈ છે. આ સ્માર્ટ વોચ તેમને કાળા, વાદળી અને ગુલાબી રંગના વિકલ્પોમાં મેળવી શકે છે. જ્યારે SmartRist E-2ની કિંમત રૂ. 1,799 નક્કી કરાઈ છે. SmartRist E-4 વિશે વાત કરીએ તો તેની કિમત રૂ. 1,299 અને તે બ્લેક અને ગ્રે કલર વિકલ્પમાં ઉપલબ્ધ છે.

આ છે ફીચર્સ

Advertisement

ફીચર્સની વાત કરીએ તો SmartRist E-1 અને SmartRist E-2 એ Apple Watch Ultra જેવી દેખાય છે, જ્યારે SmartRist E-4 નિયમિત Apple વૉચ જેવી દેખાય છે. SmartRist E-1 અને SmartRist E-2 2.01-ઇંચ ડિસ્પ્લે સાથે આવે છે. આમાં તમને એન્ડ્રોઇડ અને iOS બંને ઉપકરણ માટે સપોર્ટ મળે છે. ઉપરાંત, આ ઘડિયાળમાં ઘણા સ્પોર્ટ્સ મોડ્સ, હાર્ટ રેટ મોનિટરિંગ, સ્લીપ ટ્રેકિંગ, બ્લડ ઓક્સિજન લેવલ મોનિટરિંગ, વેધર, મ્યુઝિક પ્લેબેક કંટ્રોલ તેમ જ સ્ટોપ વોચની સુવિધા પણ મળે છે.

Advertisement

આ પણ વાંચો - Sunshade in space: વૈજ્ઞાનિકો સુર્યના વધતાં તાપમાનને આપશે માત, યૃથ્વીની ફરતે શિલ્ડ તૈયાર કરાશે

Tags :
Advertisement

.