Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

CHATGPT : આ 5 AI Chatbot થી મળશે તમારા તમામ પ્રશ્નોના જવાબ

CHATGPT : ઓપન AI ChatGPT ની રજૂઆત બાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ક્રેઝ ઘણો વધી ગયો છે.જો તમને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો શોખ છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થવાના છે. ટેક્નોલોજીની દુનિયાની લગભગ દરેક મોટી કંપની આજે એઆઈમાં સામેલ થઈ રહી છે....
chatgpt   આ 5 ai chatbot થી મળશે તમારા તમામ પ્રશ્નોના જવાબ

CHATGPT : ઓપન AI ChatGPT ની રજૂઆત બાદ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ક્રેઝ ઘણો વધી ગયો છે.જો તમને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો શોખ છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થવાના છે. ટેક્નોલોજીની દુનિયાની લગભગ દરેક મોટી કંપની આજે એઆઈમાં સામેલ થઈ રહી છે. ઓપન AI પછી, Google, Microsoft અને Meta જેવી મોટી કંપનીઓએ પણ તેમના AI ચેટબોટ્સ રજૂ કર્યા છે.

Advertisement

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે લોકોના સૌથી મુશ્કેલ કામોને પણ સરળ બનાવી દીધા છે. બજારમાં ઘણી બધી એઆઈ એપ્લિકેશન ઉપલબ્ધ છે, પરંતુ તેમાંથી એક સંપૂર્ણ એઆઈ એપ્લિકેશન શોધવી ખૂબ મુશ્કેલ છે. આજે અમે તમને એવા પાંચ AI ચેટબોટ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે કોઈપણ ટેન્શન વગર તમારા ફોનમાં ઈન્સ્ટોલ કરી શકો છો. આ તમામ AI ચેટબોટ્સ તમારા ફોનનો ઉપયોગ કરવાનો અનુભવ બદલી નાખશે.

જેમિની AI

ગૂગલનું જેમિની AI તમને અન્ય AI કરતાં અલગ અનુભવ આપે છે. તેને કોઈપણ Android ઉપકરણ પર સરળતાથી ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકાય છે. તે તમામ કામ કરી શકે છે જે Google Assistant કરે છે. તમે Gemini AI દ્વારા વિવિધ પ્રકારના ફોટા બનાવી શકો છો.

Advertisement

કોપાયલોટ AI

આ એપ્લિકેશન પહેલા Bing Chat તરીકે જાણીતી હતી. કોપાયલોટ AI OpenAI ના GPT-4 મોડલ પર આધારિત છે. આ AI એપની મદદથી, ફોટો બનાવવાની સાથે, તમે તમારા પ્રશ્નોના જવાબો પણ પૂછી શકો છો. આ એપની સૌથી ખાસ વાત એ છે કે તમે તેનો ઉપયોગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામની અંદર પણ કરી શકો છો.

મેટા AI

આ AI આધારિત ચેટબોટ હાલમાં એપ્લિકેશન તરીકે ઉપલબ્ધ નથી. તમે તેનો ઉપયોગ સોશિયલ મીડિયા એપ WhatsApp દ્વારા કરી શકો છો. આ એપ દ્વારા તમે મેટાઈને પ્રશ્નો પૂછી શકો છો અને બનાવેલા ફોટા પણ મેળવી શકો છો.

Advertisement

ChatGPT AI

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયામાં ChatGPTની લોકપ્રિયતા કોઈનાથી છુપાયેલી નથી. આ પ્રથમ AI એપ્લિકેશન છે. ઓપન એઆઈનું ચેટજીપીટી એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પ્લેટફોર્મ માટે ઉપલબ્ધ છે.

આ પણ  વાંચો  - વરસાદની ઋતુમાં આ ભૂલ તમારા AC ને કરી દેશે ખરાબ!

આ પણ  વાંચો  - iPhone 16 Series Update: કંપનીએ iPhone 16 ના ફિચર્સ અને નવા લૂકને કર્યો જાહેર, જુઓ કેવો હશે iPhone 16

આ પણ  વાંચો  - WhatsApp chat અંગે દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું..? વાંચો અહેવાલ

Tags :
Advertisement

.