અંતરિક્ષમાં ભારતની મોટી છલાંગ, ગગનયાન મિશનના ક્રૂ મોડ્યૂલનું સફળ લોન્ચિંગ
સફળ લોન્ચિંગ
અનેક અવરોધો અને પડકારોને પાર કરીને ઈસરોએ ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ શરૂ કરીને ઈતિહાસ રચ્યો છે. ઈસરોએ રવિવારે સવારે 10 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી ગગનયાનના ક્રૂ મોડ્યુલને લોન્ચ કર્યું હતું. તેને ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 અને ટેસ્ટ વ્હીકલ ડેવલપમેન્ટ ફ્લાયન્ટ (ટીવી-ડી1) પણ કહેવામાં આવે છે.
રોકેટ ક્રૂ મોડ્યુલને લઈને સાડા સોળ કિલોમીટર સુધી જશે અને પછી બંગાળની ખાડીમાં ઉતરશે.
પરીક્ષણ વાહન પોતાની સાથે અવકાશયાત્રી માટે બનાવવામાં આવેલ ક્રૂ મોડ્યુલ લઈ ગયું. રોકેટ ક્રૂ મોડ્યુલને લઈને સાડા સોળ કિલોમીટર સુધી જશે અને પછી બંગાળની ખાડીમાં ઉતરશે. આ અગાઉ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે તેના ગગનયાન મિશનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ લોન્ચ કરવાનું હતું...પરંતુ તે થયું ન હતું. .. કેટલાક કારણોસર સ્વચાલિત પ્રક્ષેપણ વિક્ષેપિત થયું હતું અને કોમ્પ્યુટરએ પ્રક્ષેપણ અટકાવ્યું હતું,
ભાવિ રૂપરેખા નક્કી કરવામાં આવશે
આ પરીક્ષણ ફ્લાઇટની સફળતા ગગનયાન મિશનના આગળના તમામ આયોજનની રૂપરેખા નક્કી કરશે. આ પછી આવતા વર્ષે બીજી ટેસ્ટ ફ્લાઈટ હશે જેમાં હ્યુમનનોઈડ રોબોટ વ્યોમિત્રને મોકલવામાં આવશે. એબોર્ટ ટેસ્ટનો અર્થ એ છે કે જો કોઈ સમસ્યા હોય તો અવકાશયાત્રી સાથે આ મોડ્યુલ તેમને સુરક્ષિત રીતે નીચે લાવી શકે છે.
ગગનયાન મિશનનું લક્ષ્ય
ગગનયાન મિશનનો ઉદ્દેશ્ય 2025માં ત્રણ દિવસના મિશનમાં 400 કિલોમીટરની ઉંચાઈએ પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં માનવોને મોકલવાનો અને તેમને સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા લાવવાનો છે. ભારતીય અવકાશયાત્રીઓ એટલે કે ગગનૌટ્સ ક્રૂ મોડ્યુલની અંદર બેસીને ધરતીની ચારે તરફ 400 કિલોમીટરની ઉંચાઈવાળી નીચલી કક્ષામાં ચક્કર લગાવશે. ISRO તેના ટેસ્ટ વ્હીકલ - ડેમોન્સ્ટ્રેશન (TV-D1), સિંગલ સ્ટેજ લિક્વિડ પ્રોપલ્શન રોકેટના સફળ પ્રક્ષેપણનો પ્રયાસ કરશે. ક્રૂ મોડ્યુલ સાથેનું આ પરીક્ષણ વાહન મિશન એકંદર ગગનયાન કાર્યક્રમ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.