Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દારૂનો ધંધો બંધ કરાવો છે ? અપનાવો Palanpur ના યુવાનનો IDEA

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા (Banaskantha District) ના પાલનપુર શહેર (Palanpur City) માં રહેતો એક યુવક હાલ ચર્ચામાં આવી ગયો છે. મહિનાથી જે ફરિયાદનો નિકાલ ના આવ્યો તેનો પાલનપુરના આ યુવકના એક આઈડીયા (Idea) એ ગણતરીની મિનિટોમાં હલ લાવી દીધો છે....
દારૂનો ધંધો બંધ કરાવો છે   અપનાવો palanpur ના યુવાનનો idea

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા (Banaskantha District) ના પાલનપુર શહેર (Palanpur City) માં રહેતો એક યુવક હાલ ચર્ચામાં આવી ગયો છે. મહિનાથી જે ફરિયાદનો નિકાલ ના આવ્યો તેનો પાલનપુરના આ યુવકના એક આઈડીયા (Idea) એ ગણતરીની મિનિટોમાં હલ લાવી દીધો છે. જીતુભાઈ ઠાકોર (Jitubhai Thakor) નામના યુવાને અપનાવેલો એક વિચાર રાજ્યમાં પરેશાન હજારો લોકો માટે આર્શીવાદરૂપ બની શકે તેમ છે.

Advertisement

ગુજરાતમાં દારૂબંધીવર્ષ 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી જ દારૂબંધીનો કાયદો (Prohibition Act) અમલમાં છે. સમયાંતરે દારૂબંધીના કાયદામાં અનેકાનેક ફેરફાર થયા. કડક કાયદો બનાવ્યાની અનેક વખત ગુજરાત સરકારે (Gujarat Government) કરોડો રૂપિયાની જાહેરાતો કરી, પરંતુ આ કાયદાના અમલના નામે મીંડુ છે. દેશી કે વિલાયતી, માંગો તે દારૂ તમારા શહેર કે ગામમાં મળી જાય છે.સંત્રીથી લઈને મંત્રી સુધીની સંડોવણીગુજરાતમાં રાજસ્થાન (Rajasthan) મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને દીવ-દમણ (Diu Daman) થી દિવસે આંતરે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઘૂસાડવામાં આવે છે. અન્ય રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી વિલાયતી દારૂ (Foreign Liquor) ગુજરાતમાં ઘૂસાડવા માટે રાજકીય માથાઓથી લઈને પોલીસ કર્મચારી સુધીની સંડોવણી હોય છે. સરકારના એક પૂર્વ ગૃહ મંત્રી (Ex Home Minister) ઉત્તર ભારતમાં વિદેશી દારૂની ફેક્ટરી (Foreign Liquor Factory) ધરાવે છે તેવા આરોપો પણ લાગી ચૂક્યા છે. ભાજપના અન્ય એક પૂર્વ મંત્રીની વાત કરીએ તો તેમના પ્રદેશમાંથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવો હોય તો સપ્લાયરે તગડો હપ્તો આપવો પડતો હોવાની ચર્ચા છે. દેશી દારૂના સ્થાનિક ઉત્પાદનકર્તાઓ પણ ગામ-શહેરના નેતાઓની મદદથી પોલીસ સાથે ગોઠવણ કરી બિનધાસ્ત ધંધો ચલાવી રહ્યાં છે. ગુજરાતના ભ્રષ્ટાચારી IPS અધિકારીઓ રાજકારણીઓનો હાથો બનીને રહી જતા હોવાથી આ બદીને ડામવી લગભગ અશક્ય બની ગઈ છે.

Advertisement

દારૂબંધીની જવાબદારી પોલીસના ખભેગુજરાત પોલીસ (Gujarat Police) ના ચોપડે પકડાતા દેશી-વિલાયતી દારૂની કિંમતના આંકડાઓ કરોડો-અબજો રૂપિયામાં પહોંચે છે. તો વિચારો કે, ગુજરાતના દારૂડીયાઓ કેટલી કિંમતનો દારૂ પી જતા હશે. દારૂબંધીનો અમલ કરાવવાની સંપૂર્ણ જવાબદારી પોલીસ વિભાગની છે. IPS થી લઈને કોન્સ્ટેબલ સુધીના કેટલાંક ચોક્કસ ભ્રષ્ટાચારીઓ છે જે બુટલેગરો સાથે સાંઠગાંઠ રચી સમગ્ર નેટવર્ક ચલાવી રહ્યાં છે. કેટલાક પોલીસકર્મી-રાજકારણીઓ વચ્ચેના મેળાપીપણા અને સ્થાપિત હિતોના દૂષણને લીધે આખી સિસ્ટમ બદનામ છે. ખરેખર નેશનલ પોલીસ કમિશનની ભલામણો રાજ્યએ લાગુ કરવી જોઈએ. દારૂબંધીના અમલમાં જવાબદાર પોલીસ અધિકારી કે કર્મચારી સામે થતી ફરિયાદ માટે ગુજરાતમાં સ્ટેટ પોલીસ કમ્પલેઈન ઑથૉરિટી (State Police Complaints Authority) છે, પરંતુ એજન્સીએ કેટલા સામે કેસ ચલાવ્યા અને કેટલાને સજા કરી તે તો રામ જાણે.પાલનપુરમાં દેશી દારૂની નવી દુકાન ખુલીપાલનપુર શહેરના દિલ્હી ગેટ ઠાકોર વાસમાં પત્ની અને બે સંતાનો સાથે રહેતા જીતુભાઈ ઠાકોર નામનો યુવાન છેલ્લાં એકાદ મહિનાથી પરેશાન હતો. જીતુભાઈની પાડોશમાં રહેતા તેમના જ દૂરના સંબંધીએ દેશી દારૂ (Country Liquor) નો ધંધો શરૂ કર્યો હતો. પાલનપુર શહેરમાં દેશી દારૂની એક વધુ ગેરકાયદેસર દુકાન શરૂ થતાં બંધાણીઓ તે તરફ 'સારા માલ'ની આશાએ દોટ લગાવવા લાગ્યા. ઠાકોર વાસમાં દારૂ પીવા જનારા બંધાણીઓ જીતુભાઈના ઘરે માલ મળે છે તેમ સમજી પહોંચી જતા હતા. દિવસ હોય કે રાત દેશી દારૂના બંધાણીઓ જીતુભાઈના ઘરે પહોંચી જતા હોવાથી તેમણે આ મામલે સ્થાનિક પોલીસનું ધ્યાન દોર્યું હતું. સાથે જ તેમણે દારૂ વેચાતો હોવાના પૂરાવા પણ મહિના અગાઉ આપ્યા હતા.

Advertisement

આઈડીયાએ 15 મિનિટમાં પરિણામ આપ્યુંપાલનપુર શહેરમાં નવી શરૂ થયેલી દેશી દારૂની ગેરકાયદે દુકાને આવતા બંધાણીઓથી જીતુભાઈ અને તેમનો પરિવાર માનસિક ત્રાસ અનુભવવા લાગ્યો હતો. સાપ્તાહિક, પખવાડીક સહિતના અખબારો માટે ડીટીપી ઑપરેટર (DTP Opretor) તરીકે કામ કરતા જીતુભાઈ અને તેમનો પરિવાર મહિનાથી ખૂબ જ પરેશાન હતો. આ મામલે સ્થાનિક પોલીસને પણ રજૂઆત કરી હતી. જો કે, પોલીસે જરા સરખો પણ રસ લીધો ન હતો. દારૂનો ધંધો કરતા પરિવાર સાથે ગત સોમવારે જીતુભાઈને સામાન્ય બોલાચાલી થતા બુટલેગરના પરિવારે થાય તે કરી લેવાની ધમકી આપી હતી. આથી જીતુભાઈ પોતાના ઘરે રહેલા કોમ્પ્યુટર અને પ્રિન્ટરની મદદથી 'દારૂ અહીયા નથી મળતો, બાજુમાં મળે છે. અહીયા કોઈએ આવવું નહીં' તેવું એક પોસ્ટર (Poster) બનાવીને ઘરની બહાર લગાવી દીધું. પોસ્ટર લાગ્યાની ગણતરીની મિનિટોમાં એક પત્રકારે તેનો ફોટો પાડી લીધો. દરમિયાનમાં પોલીસને જાણ થતાં સ્થળ પર દોડી આવી અને પોસ્ટરને દિવાલ પરથી હટાવી દઈ દારૂ વેચનારને 15 મિનિટમાં જ ઉપાડી ગઈ.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement

.