Stay healthy-માટીના માટલાનું જ પાણી પીવો
માટીના માટલાંનું પાણી પીઓ-Stay healthy. આપણે ફ્રિજનું,કુલરનું પાણી પીવા તેવાયેલ છીએ. ઘરમાં RO પ્લાન્ટ વસાવવાનું સામાન્ય થઈ ગાયું છે પરિણામે આપણે સામે ચાલીને માટલાનું પાણી પીવાનું ભૂલી ગયા છીએ. આયુર્વેદ અનુસાર માટીના વાસણમાં રાખેલ પાણી પીવા માટે શ્રેષ્ઠ છે. તેના ઘણા સ્વાસ્થ્ય સંબંધિત ફાયદાઓ છે. મતલનું પાણી પેટમાં ગૅસ, કબજિયાત અને એસિડિટી જેવી સમસ્યાઓને નિયંત્રિત કરે છે.
શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જરૂરી
માટીના ઘડામાં કેટલાક કલાકો સુધી રાખવામાં આવેલા પાણીમાં વિટામિન બી અને સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જરૂરી છે. માટલાનું પાણી નિયમિત પીવાથી શરીરમાં આયર્નની ઊણપ પણ પૂરી થાય છે.
જ્યારે આપણે માટલાનું પાણી પીએ છીએ ત્યારે આપણને લૂ લાગવાની શક્યતા ઓછી થઈ જાય કારણ કે ઘડાના પાણીમાં ઘણા પ્રકારના મિનરલ્સ અને પૂરતાં પોષક તત્ત્વો હોય છે, જેના કારણે તે સનસ્ટ્રોકને અટકાવે છે અને શરીરમાં ગ્લુકોઝની પૂરતી માત્રા જાળવી રાખે છે.એટલે જ માટલાનું પાણી પીઓ અને Stay healthy તંદુરસ્ત રહો.
Stay healthyદરરોજ માટલાનું પાણી પીઑજે આપણું મેટાબોલિઝમ સુધારે
માટલાનું પાણી શરીરને લાંબા સમય સુધી હાઇડે્રટ રાખે છે, જેથી આપણી પાચન પ્રક્રિયા સ્વસ્થ રહે છે. કારણ કે દરરોજ માટલાનું પાણી પીવાથી આપણું મેટાબોલિઝમ સુધરે છે. તેનું કારણ એ છે કે માટીના વાસણમાં રાખવામાં આવેલ પાણી આપણા શરીરના પીએચ લેવલને સંતુલિત રાખે છે.
માટલાના પાણીની બીજી વિશેષતા એ છે કે તે શરીરને સારી રીતે ડિટોક્સ કરે છે. તેમાં રહેલાં પોષક તત્ત્વોને કારણે આપણા શરીરમાંથી ઝેરી તત્ત્વો સરળતાથી બહાર નીકળી જાય છે.
શરીરની ત્વચા સ્વસ્થ અને ચમકદાર રહે
ડર્મેટોલોજિસ્ટ લોકોને ઉનાળામાં માટલાનું પાણી પીવાની સલાહ આપે છે, કારણ કે તેનાથી શરીરની ત્વચા સ્વસ્થ અને ચમકદાર રહે છે. તેનું કારણ એ જ છે કે તેમાં વિટામિન અને મિનરલ્સ સારી માત્રામાં હોય છે. જોકે માટીમાં એન્ટી ઈન્ફ્લેમેટ્રી તત્ત્વો મળી આવે છે. તેનાથી શરીરમાં થતા દુખાવા અને સૂજન અટકાવવામાં મદદ મળે છે.
શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર વધે-Stay healthy
કેટલાંક સંશોધનોથી જાણવા મળ્યું છે કે માટીનું પાણી પીવાથી શરીરમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર વધે છે. જોકે માટલાનું પાણી બહુ ઠંડું કે બહુ ગરમ ન હોવાથી તે પાચન માટે ઉત્તમ છે. માટીનું વાસણ આલ્કલાઇન હોવાથી, તે પાણીના એસિડિક તત્ત્વોને સામાન્ય બનાવવાનું કામ કરે છે. આ પીવાથી શરીરનું પીએચ લેવલ 7.35 થી 7.45ની વચ્ચે રહે છે. જો આ પીએચ સ્તરમાં ઘટાડો અથવા વધારો થાય છે, તો શરીરને ગંભીર પરિણામો ભોગવવા પડે છે. જો શરીરનું પીએચ લેવલ 6.9 થી નીચે જાય તો પણ વ્યક્તિ કોમામાં પણ જઈ શકે છે.
આરઓનું પાણી આપણા શરીર માટે સારું નથી
સમગ્રતયા કહીએ તો માટલાનું પાણી પીવાના ઘણા ફાયદા છે. તેનાથી વિપરિત, આરોગ્યની દૃષ્ટિએ આરઓનું પાણી આપણા શરીર માટે સારું નથી, કારણ કે તેને ફિલ્ટર કરતી વખતે, શરીરના ઘણા જરૂરી પોષક તત્ત્વો નષ્ટ થઈ જાય છે. જ્યારે માટીના વાસણ કુદરતી ફિલ્ટરનું કામ કરે છે. માટીનું વાસણ એટલા માટે પણ મહત્ત્વનું છે કારણ કે આયુર્વેદમાં શરીર માટે જરૂરી ગણાતાં પાંચ તત્ત્વો તેમાં હાજર છે.