Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SRH Vs PBKS : સનરાઇઝર્સ હૈદરાબાદની જીતથી પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર

SRH vs PBKS: સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને (SRH Vs PBKS)હરાવ્યું છે. પેટ કમિન્સની સુકાની સનરાઈઝર્સ હૈદરાબાદે 4 વિકેટે જીત મેળવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદને 215 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદે ખરાબ શરૂઆત છતાં લક્ષ્ય હાંસલ કર્યું હતું. તે જ...
srh vs pbks   સનરાઇઝર્સ હૈદરાબાદની જીતથી પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર

SRH vs PBKS: સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને (SRH Vs PBKS)હરાવ્યું છે. પેટ કમિન્સની સુકાની સનરાઈઝર્સ હૈદરાબાદે 4 વિકેટે જીત મેળવી હતી. સનરાઇઝર્સ હૈદરાબાદને 215 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદે ખરાબ શરૂઆત છતાં લક્ષ્ય હાંસલ કર્યું હતું. તે જ સમયે, આ જીત બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને આવી ગયું છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ ત્રીજા સ્થાને સરકી ગઈ છે. હવે રાજસ્થાન રોયલ્સે ટોપ-2માં સ્થાન મેળવવા માટે પોતાની છેલ્લી મેચ જીતવી પડશે.

Advertisement

પંજાબ કિંગ્સે 214 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો

આ પહેલા પંજાબ કિંગ્સના કેપ્ટન જીતેશ શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટે 214 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ માટે ઓપનર પ્રભસિમરન સિંહે 45 બોલમાં સૌથી વધુ 71 રન બનાવ્યા હતા. રિલે રોસોએ 24 બોલમાં 49 રનનું યોગદાન આપ્યું હતું. અથર્વ ટાઇડે 27 બોલમાં 46 રનની સારી ઇનિંગ રમી હતી. જ્યારે જીતેશ શર્મા 15 બોલમાં 32 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો.

Advertisement

ટ્રેવિસ હેડ પહેલા બોલ પર પેવેલિયન પરત ફર્યો

પંજાબ કિંગ્સના 214 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી સનરાઈઝર્સ હૈદરાબાદની શરૂઆત સારી રહી ન હતી. અર્શદીપ સિંહે ઓપનર ટ્રેવિસ હેડને પહેલા જ બોલ પર બોલ્ડ આઉટ કર્યો હતો. પરંતુ આ પછી અભિષેક શર્મા અને રાહુલ ત્રિપાઠી વચ્ચે સારી ભાગીદારી જોવા મળી હતી. બંને ખેલાડીઓએ 72 રન જોડ્યા હતા. રાહુલ ત્રિપાઠી 18 બોલમાં 33 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. જ્યારે અભિષેક શર્મા 28 બોલમાં 66 રન બનાવી શશાંક સિંહની બોલિંગ પર આઉટ થયો હતો. જ્યારે નીતિશ રેડ્ડીએ 25 બોલમાં 37 રનની શાનદાર ઇનિંગ રમી હતી. હેનરિક ક્લાસને 26 બોલમાં 42 રન બનાવ્યા હતા. આ રીતે સનરાઇઝર્સ હૈદરાબાદે 19.1 ઓવરમાં 6 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

Advertisement

અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલને 2-2 સફળતા મળી

પંજાબ કિંગ્સ તરફથી અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલને 2-2 સફળતા મળી હતી. જ્યારે શશાંક સિંહે અભિષેક શર્માને આઉટ કર્યો હતો. જ્યારે હરપ્રીત બ્રારે ખતરનાક બેટિંગ કરી રહેલા હેનરિક ક્લાસેનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

આ પણ  વાંચો - RCB VS CSK : Jio Cinema ની થઈ બલ્લે બલ્લે ,આ મહામુકાબલામાં VIEWERSHIP ના તૂટયા બધા જ રેકોર્ડ્સ

આ પણ  વાંચો - RCB vs CSK : Virat Kohli એ રચ્યો ઈતિહાસ, IPLમાં પોતાના નામે કર્યો અનોખો રેકોર્ડ

આ પણ  વાંચો - હાર્દિક પંડ્યા પર BCCI એ લગાવ્યો પ્રતિબંધ, જાણો છેલ્લી મેચમાં શું કરી ભૂલ!

Tags :
Advertisement

.