IND vs AFG : રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો
IND vs AFG : વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક રોહિત શર્માએ બુધવારે અફઘાન બોલિંગનો પર્દાફાશ કર્યો. આ સાથે રોહિતે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. રોહિતે અફઘાનિસ્તાન સામેની શ્રેણીની ત્રીજી અને અંતિમ T20 મેચમાં 121 રનની ( WORLD RECORD)તોફાની ઇનિંગ રમી હતી. ભારતે 4 વિકેટે 212 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.
રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલમાં 5મી સદી ફટકારી
શક્તિશાળી ઓપનર રોહિત શર્માએ આ મેચમાં પોતાના કરિયરની 5મી T20 ઈન્ટરનેશનલ સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બન્યો છે. તેણે પોતાના સાથી ખેલાડી સૂર્યકુમાર યાદવ (4 સદી) અને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ (4 સદી)ને પાછળ છોડી દીધા.
🚨 Milestone Alert 🚨
Most T20I hundreds in Men's cricket! 🔝 👏
Take. A. Bow Rohit Sharma 🙌 🙌
Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/J0hALcdhuF
— BCCI (@BCCI) January 17, 2024
રોહિત અને રિંકુનું તોફાન
આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની 4 વિકેટ માત્ર 22 રનમાં પડી ગઈ હતી, પરંતુ રોહિત અડગ રહ્યો હતો. રોહિતે 69 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 121 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે રિંકુ સિંહ (અણનમ 69) સાથે 5મી વિકેટ માટે 190 રનની અણનમ ભાગીદારી કરી હતી. આ બંનેના તોફાનને કારણે ભારતે 20 ઓવરમાં 4 વિકેટે 212 રન બનાવ્યા હતા. રિંકુ 39 બોલમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને અણનમ રહ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી ફરીદ અહેમદે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી જ્યારે અઝમતુલ્લા ઓમરઝાઈને એક વિકેટ મળી હતી.
🎥 That Record-Breaking Moment! 🙌 🙌@ImRo45 notches up his 5⃣th T20I hundred 👏 👏
Follow the Match ▶️ https://t.co/oJkETwOHlL#TeamIndia | #INDvAFG | @IDFCFIRSTBank pic.twitter.com/ITnWyHisYD
— BCCI (@BCCI) January 17, 2024
ભાગીદારીનો ભારતીય રેકોર્ડ
રોહિત એક છેડે અટવાયેલો રહ્યો અને પછી છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલા રિંકુ સિંહ સાથે 190 રનની અણનમ ભાગીદારી કરી. ટી20માં કોઈપણ વિકેટ માટે ભારતની આ સૌથી મોટી ભાગીદારી છે. આટલું જ નહીં, રોહિત T20માં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર ભારતનો ચોથો બેટ્સમેન પણ બન્યો.
T20Iમાં સૌથી વધુ સદી
- રોહિત શર્મા- 5
- સૂર્યકુમાર યાદવ-4
- ગ્લેન મેક્સવેલ-4
- બાબર આઝમ-3
- કોલિન મુનરો - 3
રોહિત પાસે ધોનીને પાછળ છોડવાની તક છે
પરંતુ આ જીત સાથે રોહિત એક શાનદાર રેકોર્ડના મામલે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને પણ પાછળ છોડી દેશે. વાસ્તવમાં, રોહિત શર્મા અને ધોનીએ તેમની કપ્તાનીમાં ભારતીય ટીમ માટે સમાન 41 T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે.આવી સ્થિતિમાં રોહિત પાસે સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતવાના મામલે ધોનીને પાછળ છોડવાની સુવર્ણ તક છે. હાલમાં અફઘાનિસ્તાનના અસગર અફઘાન, પાકિસ્તાનના બાબર આઝમ અને યુગાન્ડાના બ્રાયન મસાબાએ સૌથી વધુ 42 મેચ જીતી છે. રોહિત આ મેચ જીતીને આ ત્રણેયની બરાબરી કરશે.
આ પણ વાંચો - IND vs AFG 3rd T20 : બેંગલુરુમાં ટીમ ઈન્ડિયા કેમ છે ટેન્શનમાં ? આ છે કારણ