Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BCCIએ જાહેર કર્યું નવું શિડ્યુલ, આ 3 ટીમો આવશે ભારત

BCCI : ભારતીય ટીમના નવા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. બાંગ્લાદેશ,ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે.તેના સમયપત્રકની જાહેરાત થોડા સમય પહેલા જ BCCI દ્વારા કરવામાં આવી છે. ભારતીય ટીમનો ફેબ્રુઆરી 2025 સુધીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. બાંગ્લાદેશની ટીમ...
bcciએ જાહેર કર્યું નવું શિડ્યુલ  આ 3 ટીમો આવશે ભારત

BCCI : ભારતીય ટીમના નવા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. બાંગ્લાદેશ,ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવશે.તેના સમયપત્રકની જાહેરાત થોડા સમય પહેલા જ BCCI દ્વારા કરવામાં આવી છે. ભારતીય ટીમનો ફેબ્રુઆરી 2025 સુધીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે.

Advertisement

બાંગ્લાદેશની ટીમ સપ્ટેમ્બરમાં ભારત આવશે

બાંગ્લાદેશની ટીમ આ વર્ષે સપ્ટેમ્બરથી ઓક્ટોબર સુધી ભારતની મુલાકાતે છે. આ શ્રેણીમાં બે ટેસ્ટ અને ત્રણ ટી-20 મેચ રમાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ મેચ ચેન્નાઈમાં રમાવાની છે. આ પછી 1 ઓક્ટોબરથી કાનપુરમાં બીજી ટેસ્ટ મેચ રમાશે. ત્રણ T20 મેચોની વાત કરીએ તો ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે 6, 9 અને 12 ઓક્ટોબરે ત્રણ T20 મેચો રમતી જોવા મળશે. આ મેચોની યજમાની ધરમશાલા, દિલ્હી અને હૈદરાબાદને આપવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડની ટીમ ઓક્ટોબરથી નવેમ્બર સુધી ભારતનો પ્રવાસ કરશે

ન્યૂઝીલેન્ડની ટીમ ઓક્ટોબરથી નવેમ્બર સુધી ભારતના પ્રવાસે જવાની છે. આ શ્રેણીમાં ત્રણ ટેસ્ટ મેચ રમાશે. શ્રેણીની પ્રથમ મેચ 16મી ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાવાની છે. બીજી ટેસ્ટ 24 ઓક્ટોબરથી પુણેમાં રમાશે જ્યારે ત્રીજી અને છેલ્લી મેચ 1 નવેમ્બરથી મુંબઈમાં રમાશે. આ સાથે જ આ શ્રેણીનો અંત આવશે.

Advertisement

ઈંગ્લેન્ડની ટીમ પણ ભારત આવશે

આવતા વર્ષે એટલે કે જાન્યુઆરી 2025માં ઈંગ્લેન્ડની ટીમ ભારત આવશે. આ સીરીઝમાં 5 T20 ઈન્ટરનેશનલ મેચ અને ત્રણ ODI મેચ રમાશે. પ્રથમ T20 મેચ 22 જાન્યુઆરીથી ચેન્નાઈમાં રમાશે. શ્રેણીની બીજી મેચ 25 જાન્યુઆરીએ કોલકાતામાં અને ત્રીજી મેચ 28 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. શ્રેણીની ચોથી મેચ 31 જાન્યુઆરીએ પુણેમાં રમાવાની છે. છેલ્લી અને પાંચમી ટેસ્ટ મેચ 2 ફેબ્રુઆરીએ મુંબઈમાં રમાશે. શ્રેણીની પ્રથમ વનડે 6 ફેબ્રુઆરીએ નાગપુરમાં, બીજી મેચ 9 ફેબ્રુઆરીએ કટકમાં અને છેલ્લી મેચ 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં રમાશે. આ સાથે શ્રેણી સમાપ્ત થશે.

Advertisement

બાંગ્લાદેશનો ભારત પ્રવાસ

ટેસ્ટ શ્રેણી

  • પ્રથમ ટેસ્ટ- 19-23 સપ્ટેમ્બર 2024, ચેન્નાઈ
  • બીજી ટેસ્ટ- 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2024, કાનપુર

T20 શ્રેણી

  • 1લી T20- 6 ઓક્ટોબર 2024, ધર્મશાલા
  • બીજી T20- 9 ઓક્ટોબર 2024, દિલ્હી
  • 3જી T20- 12 ઓક્ટોબર 2024, હૈદરાબાદ

ન્યુઝીલેન્ડનો ભારત પ્રવાસ

ટેસ્ટ શ્રેણી

  • પ્રથમ ટેસ્ટ- 16-20 ઓક્ટોબર 2024, બેંગલુરુ
  • બીજી ટેસ્ટ- 24-28 ઓક્ટોબર 2024, પુણે
  • ત્રીજી ટેસ્ટ- 1-5 નવેમ્બર 2024, મુંબઈ

T20 શ્રેણી

  • 1લી T20 - 22 જાન્યુઆરી 2025, ચેન્નાઈ
  • બીજી T20 - 25 જાન્યુઆરી 2025, કોલકાતા
  • ત્રીજી T20 - 28 જાન્યુઆરી 2025, રાજકોટ
  • 4થી T20 - 31 જાન્યુઆરી 2025, પુણે
  • પાંચમી T20- 2 ફેબ્રુઆરી 2025, મુંબઈ

ODI શ્રેણી

  • 1લી ODI - 6 ફેબ્રુઆરી 2025, નાગપુર
  • બીજી ODI - 9 ફેબ્રુઆરી 2025, કટક
  • ત્રીજી ODI - 12 ફેબ્રુઆરી 2025, અમદાવાદ

આ પણ  વાંચો  - CRICKET જગતમાં શોકનો માહોલ,આ ભારતીય ખેલાડીએ કરી આત્મહત્યા

આ પણ  વાંચો  - ICC ટ્રોફી જીતવાનું સપનું ભારત માટે આ વર્ષે પણ રહેશે અધૂરું! જાણો શું છે કારણ

આ પણ  વાંચો  - Jos Buttler હવે બન્યા T20 ક્રિકેટના Boss, વિશ્વકપમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ

Tags :
Advertisement

.