Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AUS v SA : અનાબેલ સધરલેન્ડે રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં ફટકારી સૌથી ફાસ્ટ ડબલ સેન્ચુરી

AUS v SA : પર્થમાં સાઉથ  (AUS v SA ) આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એનાબેલ સધરલેન્ડે એક ઈતિહાસ રચ્યો છે. શાનદાર ડબલ સેન્ચુરી ફટકારીને એનાબેલ સધરલેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં નવી ઉંચાઈ મેળવી છે....
aus v sa   અનાબેલ સધરલેન્ડે રચ્યો ઈતિહાસ  ટેસ્ટ ક્રિકેટમાં ફટકારી સૌથી ફાસ્ટ ડબલ સેન્ચુરી

AUS v SA : પર્થમાં સાઉથ  (AUS v SA ) આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એનાબેલ સધરલેન્ડે એક ઈતિહાસ રચ્યો છે. શાનદાર ડબલ સેન્ચુરી ફટકારીને એનાબેલ સધરલેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં નવી ઉંચાઈ મેળવી છે. મેચના બીજા દિવસ ટી ટાઈમ સુધીમાં 200 રન બનાવ્યા બાદ એનાબેલ સધરલેન્ડે મહિલાઓના ટેસ્ટના ઈતિહાસમાં સૌથી ફાસ્ટ ડબલ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે.

Advertisement

લંચ બ્રેક બાદ સધરલેન્ડે 113 રનથી આગળ રમવાનું શરુ કર્યું અને થાકી ગયેલા દક્ષિણ આફ્રિકાના બોલર્સ પર આક્રમક પ્રહાર કરવાનું ચાલુ રાખ્યું. ડ્રિંક્સ બાદ તે 150 રનને પાર પહોંચી ગઈ. 22 વર્ષની વિક્ટોરિયનને કોઈ રોકી ન શક્યું અને તે આગળ વધતી રહી અને 200નો આંકડ સ્પર્શવામાં સફળ થઈ. તેણે 248 બોલમાં પોતાની ડબલ સેન્ચુરી પુરી કરી, જે વુમન્સ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ ડબલ સેન્ચુરી છે.

Advertisement

સધરલેન્ડ પહેલા ઓસ્ટ્રેલિયાની જ કેરેન રોલ્ટને વુમન્સ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ ડબલ સેન્ચુરી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેણે 2001માં 306 બોલમાં ડબલ સેન્ચુરી પુરી કરી હતી. આ પ્રક્રિયામાં એનાબેલ સધરલેન્ડ ડબલ સેન્ચુરી ફટકારનારી સૌથી નાની ઉંમરની ઓસ્ટ્રેલિયન મહિલા પણ બની ગઈ છે. સધરલેન્ડે આ મેચમાં 210 રન બનાવ્યા અને તે ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટમાં બીજી સૌથી વધુ રન બનાવનારી મહિલા બેટ્સમેન બની ગઈ છે.

Advertisement

ઓલરાઉન્ડર એનાબેલ સધરલેન્ડ ટેસ્ટમાં ડબલ સેન્ચુરી બનાવનાર દુનિયાની 9મી મહિલા ખેલાડી બની છે, જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી આ સ્થાને પહોંચનારી બીજી મહિલા ક્રિકેટર બની ગઈ છે. ભારતની પૂર્વ કેપ્ટન મિતાલી રાજ 200 રન બનાવનાર એકમાત્ર યુવા ખેલાડી હતી, જેણે 19 વર્ષની ઉંમરે 214 રન કર્યા હતા. સધરલેન્ડ આ પહેલા નંબર 6 કે તેનાથી નીચે બેટિંગ કરતા ડબલ સેન્ચુરી બનાવનારી પહેલી મહિલા બની હતી.

આ  પણ  વાંચો  - NIDJAM 2024 : આજથી અમદાવાદમાં ઐતિહાસીક NIDJAM 2024 નો પ્રારંભ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.