ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Shankar Jaikishan-સાત સુરોનું સરનામું

Shankar Jaikishan-એક એવી સંગીતકાર બેલડી કે જેમણે  સંગીતને લોકભોગ્ય બનાવ્યું.આજનું ફિલ્મી સંગીત ખરાબ છે એવું ન કહેવાય પણ આજે પણ એ.આર.રેહમાન જેવા દિગ્ગજ છે પણ એ ય એકાદ બે. નૌશાદ,સી.રામચંદ્ર,ખય્યામ,નૈય્યર,લક્ષ્મીપ્યારે,શંકરજયકિશન(ShankarJaikishan),બર્મનદાદા,પંચમદા ..ઓહોહો...કેટલા સુરીલા મહારથીઓ હતા..?  ગીતકારો ય કેવા?  એકબીજાનાં માથાં ભાગે...
01:44 PM Jul 11, 2024 IST | Kanu Jani
featuredImage featuredImage

Shankar Jaikishan-એક એવી સંગીતકાર બેલડી કે જેમણે  સંગીતને લોકભોગ્ય બનાવ્યું.આજનું ફિલ્મી સંગીત ખરાબ છે એવું ન કહેવાય પણ આજે પણ એ.આર.રેહમાન જેવા દિગ્ગજ છે પણ એ ય એકાદ બે.

નૌશાદ,સી.રામચંદ્ર,ખય્યામ,નૈય્યર,લક્ષ્મીપ્યારે,શંકરજયકિશન(ShankarJaikishan),બર્મનદાદા,પંચમદા ..ઓહોહો...કેટલા સુરીલા મહારથીઓ હતા..?  ગીતકારો ય કેવા?  એકબીજાનાં માથાં ભાગે એવા.

Shankar Jaikishan નું પ્રદાન? વાહ-બોલાઈ જાય.

બંને વચ્ચેની સમજ અને લયતાલ

ઘણીવાર પ્રશ્ન થાય કે બે જણ સાથે કામ કરે અને એ ય સર્જનાત્મક તો ઈગો પ્રોબ્લેમ કે બીજા કોઈ પ્રશ્નો ઉભા નહિ થતા હોય?...થાય.પણ સમજદારી અને કામ પ્રત્યેના સમર્પણના કારણે પ્રશ્ન હવાઈ જાય.   

ફિલ્મ 'હરિયાલી ઔર રાસ્તા'ના સંગીત પર કામ ચાલે. ફેમસ સ્ટુડીઓમાં સંગીત માટે પ્રોડ્યુસર,લેખક,ગીતકારની શંકર જયકિશન સાથે મીટીંગ ચાલે. શંકરજી તો સ્ટુડીઓમાં નિયમિત આવે પણ જયકિશન બે ત્રણ દિવસથી ગાયબ.

શંકર જયકિશનની અચાનક બેત્રણ દિવસ ખોવાઈ જવાની ટેવથી ટેવાયેલા.એમણે તો એક સિચ્યુએશન પર ગીતની ધૂન બનાવી પણ દીધી.એ ગીત હતું-બોલ મેરી તકદીર મે ક્યાં હૈ મેરે હમ સફર એ તો બતા....ગીત બધાને ગમ્યું..ફાઈનલ થયું.

આ જ ફિલ્મમાં એક ગીત હતું-ઇબ્દતાએ ઈશ્ક મેં હમ સારી રાત જાગે...આ ગીતમાં ઇબ્દતા-એ-ઈશ્ક શબ્દ જયકિશને જ આપ્યો.

બીજા દિવસે જયકિશન પણ સ્ટુડીઓ પર આવ્યા.મીટીંગ શરુ થાય એ પહેલાં જ કહી દીધું કે ધૂન તૈયાર છે.બધાંએ ધૂન સાંભળી.બધાને ગમી પણ ખરી.એ ગીત હતું-એ હરિયાલી ઔર એ રાસતા...પ્રશ્ન એ ઉભો થયો કે એક જ સિચ્યુએશન પર બબ્બે ગીત??? ...નિર્માતા માટે ધર્મસંકટ ઉભું થયું. અંતે નક્કી થયું કે બંને ગીત રાખવાં.એ માટે નવી સિચ્યુએશન ઉભી કરી.ફિલ્મ રીલીઝ થઇ અને બંને ગીતો હીટ થયાં.

જયકિશન નૃત્યમાં ય પારંગત હતા.  જયકિશને જયપુર ઘરનાના કૃષ્ણમ કટ્ટી પાસે શાસ્ત્રીય નૃત્યની વિધિવત તાલીમ લીધી હતી.મેરે હુઝૂર ફિલ્મમાં જયકિશને જ ઝનક ઝનક તેરી બાજે પાયલિયા ગીત રખાવેલું અને ડાંસ ડીરેક્શન પણ કરેલું. ફિલ્મ 'પટરાણી'ના એક ગીતમાં વૈજયંતીમાલા એક અંતરામાં બરાબર સ્ટેપ નહોતાં સેટ કરી શકતા.વૈજયંતી પોતે નૃત્યાંગના હતી તો ય એ સ્ટેપ જયકિશને શીખવાડેલા.

આ પણ વાંચો- Alok Nath- ‘Me Too’ ચળવળે દમદાર અભિનેતાની કારકિર્દી રગદોળી