વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, જાણો શું છે કોરોનાની ગેમ?
કોરોના
મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. હવે આ કોરોના વાયરસને લઈને વૈજ્ઞાનિકોએ
મોટો ઘટસ્ફોટ કર્યો છે. અત્યાર સુધી વૈજ્ઞાનિકો માટે એ રહસ્ય હતું કે આખરે કોરોના વાયરસ
મનુષ્યની રોગપ્રતિકારક શક્તિને કેવી રીતે હરાવી રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ અઢી
વર્ષ થઈ ગયા છે. આટલા દિવસો પછી પણ કોરોનાને કાબુમાં લઈ શકાયો નથી. કોરોના સતત
તેનું સ્વરૂપ બદલી રહ્યો છે. જો કે હવે વૈજ્ઞાનિકોએ આ
રહસ્યને અમુક હદ સુધી ઉકેલી દીધું છે. તેમાં જાણવા મળ્યું છે કે લગભગ 10-20 વર્ષ પહેલા દેખાતા 2 વાયરસે કોરોના માટે જમીન
તૈયાર કરી હતી. એટલે કે આ નિષ્કર્ષ પછી હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે કદાચ
જલ્દી જ કોરોનાનો કાયમી ઈલાજ પણ મળી જશે.
મળતી માહિતી મુજબ ડબલિન, આયર્લેન્ડમાં ટ્રિનિટી બાયોમેડિકલ સાયન્સ ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટરોની
આગેવાની હેઠળના સંશોધકોએ આ દિશામાં એક અભ્યાસ હાથ ધર્યો છે. આ અભ્યાસમાં જાણવા
મળ્યું છે કે મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ અને સીવિયર એક્યુટ રેસ્પિરેટરી
સિન્ડ્રોમના વાયરસે મનુષ્યની રોગપ્રતિકારક શક્તિને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે.
તેમાંથી સાર્સ વાયરસ 2002માં સામે આવ્યો હતો. આ બંને કોરોના જેવા હતા. આ વાયરસ માત્ર ઝડપથી
ચેપ ફેલાવતા નથી પરંતુ મોટી સંખ્યામાં પીડિતોના જીવ પણ લઈ લે છે. એટલું જ નહીં જે લોકો બચી ગયા તેમના શરીરમાં આ વાયરસે એવા અવરોધો ઉભા કર્યા કે
એન્ટિવાયરલ પ્રોટીન્સ માનવ કોષો સુધી પહોંચી શક્યા નહીં. વૈજ્ઞાનિકોના મતે માનવ કોષોમાં એવા ઘણા પ્રોટીન અને અન્ય તત્વો છે જે મનુષ્યને રોગો, વાયરસ સામે લડવાની શક્તિ આપે છે. જ્યારે આ
રોગપ્રતિકારક તત્વોની સંખ્યા ચોક્કસ મર્યાદા કરતા ઓછી હોય છે. ત્યારે લોકો બીમાર પડે છે.
આ સંશોધનમાં જાણવા મળ્યું
છે કે સમાન પ્રોટીન અથવા પ્રતિકારક તત્વો બીમાર વ્યક્તિને બહારથી પૂરા
પાડવામાં આવે છે. દવાઓ, રસી વગેરે દ્વારા આ વાયરસ અંદર જાય છે અને પછી
માનવ કોષોમાં પ્રોટીનની સંખ્યામાં વધારો કરે છે. માનવ શરીરમાં વાયરસ સામે લડતા આ
પ્રોટીનને ઇન્ટરફેરોન કહેવામાં આવે છે. પરંતુ SARS અને MERS એ માનવ શરીરમાં આવા પ્રોટીન છોડ્યા. જેના પગલે ઇન્ટરફેરોનનો રોકી
તેમને અક્ષમ કર્યા. નબળા કોરોના વાયરસ તેનો ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યો છે. ડૉક્ટરે આ વિશે કહે છે હવે અમે લગભગ આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે શા માટે કોરોના લોકોને
વારંવાર સંક્રમિત કરી રહ્યો છે. કોરોનામાં SARS અને MERS જેવા પ્રોટીન પણ હોય છે. જે ઇન્ટરફેરોનને રોકે છે.
તેમને નિષ્ક્રિય અને નબળા બનાવે છે. જેના પગલે હવે આપણે એવી દવા તૈયાર કરવી પડશે જે કોરોના વાયરસના જીવલેણ પ્રોટીનને
ટક્કર આપશે. જે ઇન્ટરફેરોને રોકે છે. જો આપણે આ કરી શકીશું, તો આપણે કોરોનાને પણ હરાવી શકીશું.