Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કહો, સાધન મસ્ત કે સાધના મસ્ત?

બજારમાં પહેલી જ વાર પગ મૂકતા યુવકને પોતાના ચહેરા પર હાસ્યને રમતું રાખવામાં કોઈ મુશ્કેલી નથી પડતી, પણ જેમ-જેમ દિવસો પસાર થતા જાય છે એમ-એમ તેને ખ્યાલ આવતો જાય છે કે ચહેરા પરના હાસ્યનું ટકાઉપણું એ બહુ મોટો પડકાર...
01:07 PM Nov 14, 2023 IST | Kanu Jani

બજારમાં પહેલી જ વાર પગ મૂકતા યુવકને પોતાના ચહેરા પર હાસ્યને રમતું રાખવામાં કોઈ મુશ્કેલી નથી પડતી, પણ જેમ-જેમ દિવસો પસાર થતા જાય છે એમ-એમ તેને ખ્યાલ આવતો જાય છે કે ચહેરા પરના હાસ્યનું ટકાઉપણું એ બહુ મોટો પડકાર છે.

પૅવિલિયનમાંથી ક્રીઝ પર આવવામાં બૅટ્સમૅનને કદાચ બે જ મિનિટ લાગે છે અને એ ગાળામાં પણ તેણે કોઈ પડકાર ઝીલવાનો હોતો નથી, પણ ક્રીઝ પર આવી ગયા પછી ક્રીઝ પર ટકી જવા અને જામી જવા માટે તો ન જાણે તેણે કેટકેટલા પડકાર ઝીલતા રહેવા પડે છે અને કલ્પનાતીત પ્રચંડ સત્ત્વ ફોરવતા રહેવું પડે છે.

બજારમાં પહેલી જ વાર પગ મૂકતા યુવકને પોતાના ચહેરા પર હાસ્યને રમતું રાખવામાં કોઈ મુશ્કેલી નથી પડતી, પણ જેમ-જેમ દિવસો પસાર થતા જાય છે એમ-એમ તેને ખ્યાલ આવતો જાય છે કે ચહેરા પરના હાસ્યનું ટકાઉપણું એ બહુ મોટો પડકાર છે.

આસ્થા, પછી શ્રદ્ધા, પછી વિશ્વાસ અને આત્મીયતા

જન્મના પ્રથમ દિને ‘રડતા’ રહીને ‘સબ સલામત’નો સંદેશ આપતા બાળકને જેમ-જેમ જિંદગીના દિવસો વીતતા જાય છે એમ-એમ ખ્યાલ આવતો જાય છે કે ‘હસતા’ રહીને ‘સબ સલામત’ની અનુભૂતિ કરવી કેટલી અઘરી છે.

દોડવા માટે મેદાનમાં ઊતરતા દોડવીર માટે શરૂઆતની મિનિટો તો પાણીના રેલા જેવી હોય છે, પણ જેમ-જેમ તે આગળ વધતો જાય છે એમ-એમ તેની દોટ કઠિન બનતી જાય છે. જોકે કઠિન બનતી એ દોટ જ તેને સમજાવે છે કે ઑલિમ્પિક્સના મેદાનમાં ઊતરીને ગોલ્ડ મેડલ મેળવવાનું કામ લગીરે સરળ નથી.

કેટલીક નક્કર વાસ્તવિકતાઓ આંખ સામે રાખી દેવાની છે. ભૌતિક જગત એમ કહે છે કે તમારું ચિત્ર અર્થાત્ વ્યક્તિત્વ આકર્ષક હોવું જોઈએ, તમારું વક્તવ્ય અને તમારી ચાલ સામાને પ્રભાવિત કરી દે એવાં હોવાં જોઈએ; જ્યારે આધ્યાત્મિક જગત એમ કહે છે કે તમારું ચરિત્ર અર્થાત્ આચરણ સરસ હોવું જોઈએ. તમારો વ્યવહાર સૌજન્યસભર હોવો જોઈએ.

ભૌતિક જગત એમ કહે છે કે તમારી દૃષ્ટિ ધારદાર અને તેજ હોવી જોઈએ, જેના પર તમારી દૃષ્ટિ પડે તે અંજાઈ જવો જોઈએ; જ્યારે આધ્યાત્મિક જગત એમ કહે છે કે તમારો દૃષ્ટિકોણ સમ્યક્ હોવો જોઈએ. પ્રસંગો ગમે એવા અનપેક્ષિત બને, સમ્યક દૃષ્ટિકોણના માધ્યમથી તમારી સ્વસ્થતા ટકાવી રાખવામાં તમને સફળતા મળતી જ રહેવી જોઈએ.

ભૌતિક જગત એમ કહે છે કે ‘સાધન’ના ક્ષેત્રે સમાજમાં તમારું નામ અગ્રિમ હરોળમાં હોવું જોઈએ. ત્રણ ગાડી, ચાર બંગલા, આકર્ષક ફર્નિચર અને બ્રૅન્ડેડ વસ્તુઓ આટલું તો તમારી પાસે હોવું જ જોઈએ; જ્યારે આધ્યાત્મિક જગત એમ કહે છે કે તમારી પાસે ‘સાધના’નો મસ્ત વૈભવ હોવો જોઈએ.

Tags :
સાધના
Next Article